Home /News /gujarat /

ભારતમાં કોરોના કહેરઃ 24 કલાકમાં 28,637 નવા કેસ, 551 દર્દીનાં મોત

ભારતમાં કોરોના કહેરઃ 24 કલાકમાં 28,637 નવા કેસ, 551 દર્દીનાં મોત

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 8.49 લાખ કેસ નોંધાયા, કુલ મૃત્યુઆંક 22,674એ પહોંચ્યો

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 8.49 લાખ કેસ નોંધાયા, કુલ મૃત્યુઆંક 22,674એ પહોંચ્યો

    નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ સતત વધી રહ્યું છે અને તેની પર કાબૂ મેળવવામાં હજુ સુધી સફળતા નથી મળી. રવિવારે જાહેર થયેલા આંકડા પણ ચિંતા વધારે તેવા છે. ભારતમાં એક જ દિવસમાં 28,637 કોરોના વાયરસ (COVID-19)ના કેસો સામે આવ્યા છે. આ ઉપરાંત, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કારણે 551 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 8 લાખ 49 હજાર 553 કન્ફર્મ કેસ નોંધાયા છે.


    સ્વાસ્થ્ય મંત્રાલયના દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ, કોરોના વાયરસના હવે 2 લાખ 92 હજાર 258 એક્ટિવ કેસ છે. બીજી તરફ, 5 લાખ 34 હજાર 621 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. જોકે, ચિંતાજનક આંકડો કોરોનાના કારણે ભોગ બનેલા દર્દીઓનો છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 22,674 લોકોનાં કોવિડ-19ના કારણે મોત થયા છે.


    બીજી તરફ, ગુજરાતમાં શનિવાર સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, 24 કલાકમાં કોરોના વાયરસના 872 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 10 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 270 કેસ નોંધાયા છે.


    આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 270, અમદાવાદમાં 178, વડોદરામાં 72, ભાવનગરમાં 49, રાજકોટમાં 41, ગાંધીનગરમાં 28, જૂનાગઢમાં 24, ભરૂચમાં 23, ખેડામાં 20, મહેસાણામાં 19, નવસારી, વલસાડમાં 17-17, બનાસકાંઠામાં 12, કચ્છ, સુરેન્દ્રનગરમાં 10-10, જામનગર, સાબરકાંઠામાં 9-9, આણંદ, ગીર સોમનાથમાં 8-8, મોરબી, નર્મદામાં 7-7, મહીસાગરમાં 6, પંચમહાલ, પાટણમાં 5-5, અમરેલી, અરવલ્લીમાં 4-4, દાહોદમાં 3, બોટાદમાં 2, છોટા ઉદેપુર, દેવભુમિ દ્વારકા અને પોરબંદરમાં 1-1 સહિત કુલ 872 કેસ નોંધાયા છે.


    ગુજરાતમાં કોરોનાના કારણે 10 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 4, સુરતમાં 3, જ્યારે દાહોદ, કચ્છ અને પાટણમાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2034 થયો છે. બીજી તરફ સુરતમાં 136, અમદાવાદમાં 126, વડોદરામાં 68, જામનગરમાં 29, ભરૂચમાં 18, નવસારીમાં 17, વલસાડમાં 14 સહિત કુલ 502 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.


    રાજ્યમાં અત્યારે કુલ 10,308 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 73 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 10,235 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 28,685 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:user_1
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन