Home /News /gujarat /

coronavirus in Gujarat : રાજ્યના 8 શહેરોમાં રાતના 11થી 5 સુધીનો કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત્

coronavirus in Gujarat : રાજ્યના 8 શહેરોમાં રાતના 11થી 5 સુધીનો કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત્

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (ફાઇલ ફોટો)

omicron Variant case - આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Health Minister Hrishikesh Patel)પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી

    અમદાવાદ : ઓમિક્રોન વેરિએન્ટના (omicron Variant case) કારણે ગુજરાતમાં (coronavirus in Gujarat) પણ કોરોના વાયરસની ત્રીજી લહેરના (coronavirus third wave)ભણકારા વાગી રહ્યા છે. બીજી લહેર જેવી સ્થિતિ ના સર્જાય તે માટે સરકાર સજ્જ હાવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Health Minister Hrishikesh Patel)પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી. રાજ્યના 8 શહેરોમાં રાતના 11થી 5 સુધીનો કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત રાખવામાં આવ્યો છે.

    આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે રાજ્યમાં હાલ 1 લાખ 10 હજાર બેડ ઉપલબ્ધ છે. જ્યારે 15000 ICU બેડમાંથી 7800 બેડમાં વેન્ટીલેટર ઉપલબ્ધ છે. 500થી 1500 બેડની હોસ્પિટલ ઉભી કરવાની તૈયારી છે. ઓમિક્રોનના 97 કેસમાંથી 41ને રજા આપી દેવામાં આવી છે. ગુજરાતમાં 0.79 ટકા પોઝિટિવિટી રેટ છે, જે અન્ય રાજ્યોની તુલનાએ ઘણો ઓછો છે. રાજ્યમાં હજુ પણ 90 લાખ લોકો રસીકરણ વગરના છે જેથી હવે વેકસીનેશન પર વધુ ભાર આપી મેગા ડ્રાઈવ યોજવામાં આવશે. ગુજરાત સરકારની કોઈ પણ કચેરીમાં જતાં પહેલા વેક્સિનના બંને ડોઝ લેવા ફરજિયાત છે.

    તેમણે કહ્યું હતું કે ગુજરાત વાયબ્રન્ટ સમિટ યોજાશે. વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે દેશ અને દેશ બહારથી આવતા મહેમાનો માટે રસીકરણ અને RT-PCR ટેસ્ટ ફરજિયાત છે. તો RT-PCR ટેસ્ટ બાદ જ કામ કરતા તમામ કર્મીઓને વાયબ્રન્ટમાં જવાબદારી સોંપાઇ છે. તમામ નિયમોની જાળવણી સાથે વાયબ્રન્ટ સમિટ યોજાશે.

    આ પણ વાંચો - Corona Update: કેસ વધતા કોવિડ -19 ગાઇડલાઇનનું કડક પાલન કરાવવા AMC કમિશનરનો આદેશ

    CM ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં, તાબડતોબ બેઠક બોલાવી

    અમદાવાદ શહેરના ફરી એકવાર કોરોના કેસ અને ઓમિક્રોન કેસમાં વિસ્ફોટ થતા અમદાવાદ મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ તંત્ર (Ahmedabad Municipal Corporation Health Department) દોડધામ મચી છે. ત્યારે રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ (Gujarat CM bhupendra Patel) દ્વારા શહેરમાં કોરોના કેસ વધતા તાબડતોબ બેઠક બોલાવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદ શહેરમાં કોરોના કેસ (Ahmedabad coronavirus case) અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી સમિક્ષા કરશે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ (Ahmedabad Sabarmati Riverfront House) ખાતે મુખ્ય સચિવ, એએમસી કમિશનર સહિત અધિકારીઓ સાથે બેઠક કરશે.

    બુધવારે કોરોનાના 548 કેસ

    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 548 કેસ નોંધાયા છે. બુધવારે અમદાવાદ શહેરમાં 265 કેસ, સુરત શહેરમાં 72, વડોદરા શહેરમાં 34, આણંદમાં 23, ખેડામાં 11, રાજકોટ શહેરમાં 20, અમદાવાદ જિલ્લામાં 13, કચ્છમાં 13, વલસાડમાં 9, સુરત જિલ્લામાં 8, મોરબી, નવસારી, રાજકોટમાં 7-7 કેસ, ભરૂચ, ગાંધીનગરમાં 6-6 કેસ, ભાવનગર, વડોદરામાં 5-5 કેસ, મહીસાગક, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર શહેરમાં 2-2માં કેસ, ભાવનગર, નર્મદા, પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1420 છે. જ્યારે વેન્ટિલેટર પર 16 દર્દીઓ છે. રાજ્યમાં 1404 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે 8.18,422 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. કુલ મૃત્યુનો આંક 1015 છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Coronavirus, Omicron variant, ગુજરાત

    આગામી સમાચાર