ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Chief Minister Bhupendra Patel)અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની (Coronavirus case in Gujarat)સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં (Coronavirus Guidelines)આવ્યા છે. આ નિર્ણયો આવતીકાલે એટલે કે 4 ફેબ્રુઆરી 2022થી અમલમાં આવશે અને 11 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.
રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે. બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 300 વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન સમારોહ યોજી શકાશે
કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના 8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રી કર્ફ્યૂનો અમલ 11 ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે. હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડિલીવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.
હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ 4 ફેબ્રુઆરી 2022થી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ કોર કમિટીની બેઠકમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિત વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 7,606 પોઝિટિવ કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના વાયરસની (Gujarat covid-19) ગતિ હવે ધીમી પડતી નજર આવી રહી છે ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં (Gujarat coronavirus update) ધરખમ ઘટાડો નોંધાયો છે. ગઇકાલે ગુજરાતમાં 9 હજારની નજીક કેસ નોંધાયા હતા. ત્યારે આજે તેમાં મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 7,606 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 34 દર્દીઓને કોરોના ભરખી ગયો છે. અમદાવાદ શહેરમાં (Ahmedabad corona case) હજી પણ કોરોનાની સ્થિતિ ખરાબ છે આજે 3118 કેસ નોંધાયા છે.
ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 7,606 કેસ નોંધાયા હતા. જ્યારે મોતની સંખ્યામાં વધારો થઈને આજે કુલ 34 લોકોના મોત નીપજ્યા હતા. 24 કલાકમાં 13,195 દર્દીઓ સાજા થઇ પોતાના ઘરે ગયા છે આમ રાજ્યમાં કોરોનામાંથા સાજા થવાનો દર 93.75 નોંધાયો છે.