Home /News /gujarat /

સંપૂર્ણ માહિતી: નવરાત્રીમાં કઈ-કઈ બાબતોનું શેરી, સોસાયટીએ ધ્યાન રાખવું પડશે? નહીં તો થશે પોલીસ કાર્યવાહી

સંપૂર્ણ માહિતી: નવરાત્રીમાં કઈ-કઈ બાબતોનું શેરી, સોસાયટીએ ધ્યાન રાખવું પડશે? નહીં તો થશે પોલીસ કાર્યવાહી

નવરાત્રી આવી રહી છે. આ નવરાત્રીએ ભલે તમને ગરબા રમવા મળે કે ના મળે. પણ પોતાના ઘરમાં તમને સરસ મજાના તૈયારથી એક ફોટો તો ચોક્કસથી પડાવી શકો છો. નવરાત્રી આવવાની સાથે જ અનેક મહિલાઓ તેમના સ્કીન ટોન અને ચહેરાની રંગતને લઇને વધુ સભાન થઇ જાય છે. તો જો આ નવરાત્રીમાં તમે તમારા ચહેરોનો Glow કરવા માંગો છો તો તમારે રોજ આ બ્યૂટી રૂટિન ફોલો કરવાનું રહેશે. જો કે આ બ્યૂટી રૂટિન ખૂબ જ સરળ છે. અને જો તમે તેને હંમેશા માટે પણ ફોલો કરશો તો પણ તમારા ચહેરાને તેનાથી લાભ થશે.

રાજ્યમાં કોઈ પણ જાહેર કે શેરી ગરબા યોજી શકાશે નહીં, માત્ર આરતી કરવા માટે મંજૂરી આપવામાં આવશે. આરતી કરવા માટેની પણ ખાસ મંજૂરી મેળવવાની રહેશે.

અમદાવાદ : નવરાત્રીના તહેવારને હવે બેજ દિવસ બાકી છે, તેવામાં કોરોનાની મહામારીને પગલે કેન્દ્ર સરકારની ધાર્મિક તહેવારો અંગે રજુ કરાયેલી ગાઈડલાઇન્સ આધારે ગુજરાતમાં પણ માત્ર નવરાત્રિમાં માતાજીની આરાધના, સ્થાપના કરી શકાશે. પરંતુ કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે.

- રાજ્યમાં કોઈ પણ જાહેર કે શેરી ગરબા યોજી શકાશે નહીં, માત્ર આરતી કરવા માટે મંજૂરી આપવામાં આવશે. જોકે, આરતી કરવા માટેની પણ ખાસ મંજૂરી મેળવવાની રહેશે. જે નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી કરીને મેળવી શકાશે.

- આરતી માટે એક કલાકના સમય મુજબ ની મંજુરી આપવામાં આવશે. પરવાનગી આપતા પહેલા પોલીસ આયોજન સ્થળની મુલાકાત લેશે અને જગ્યાને ધ્યાનમાં રાખીને નિશ્ચિત સંખ્યામાં લોકોને એકત્રિત કરવાની મંજૂરી આપશે.

- વધુમાં વધુ ૨૦૦ લોકો એકત્રિત થઈ શકશે. માતાજીના આરતી સ્થાપન, મૂર્તિ, ફોટાને દર્શનાર્થીઓ સ્પર્શ કરી શકશે નહિ અને યોગ્ય ડિસ્ટન્સથી દર્શન કરે તે સુનિશ્ચિત કરવું. આ માટે સ્થાપનની ફરતે પ્રોપર બેરીકેટિંગ કરવું.

Corona પહેલા પતિ-પત્ની માંગી રહ્યા હતા છૂટા-છેડા, Lockdownને બચાવ્યો સંબંધ, રસપ્રદ કહાની

Corona પહેલા પતિ-પત્ની માંગી રહ્યા હતા છૂટા-છેડા, Lockdownને બચાવ્યો સંબંધ, રસપ્રદ કહાની

- આરતી સ્થળે દર્શનાર્થીઓ સોશિયલ distance જાળવી ઉભા રહે તે માટે છ ફૂટે કુંડાળું દોરી આયોજન કરવાનું રહેશે.

- કોઈપણ જગ્યાએ આરતી કર્યા બાદ છૂટક પ્રસાદ આપી શકાશે નહીં. પ્રસાદનું વિતરણ ફરજિયાત પણે પેકેટમાં કરવું પડશે. અને જે વ્યક્તિ પ્રસાદનું વિતરણ કરે છે, તેણે માસ્ક અને હેન્ડ ગ્લોઝ ફરજિયાત પણે પહેરવા પડશે.

- સમગ્ર કાર્યક્રમ દરમિયાન પૂજા આરતીમાં ભાગ લેનાર તમામ લોકોએ માસ્ક ફરજીયાત પહેરવું પડશે.

1 નવેમ્બરથી LPG સિલિન્ડર હોમ ડિલેવરીની બદલાઈ જશે પુરી સિસ્ટમ, જાણો - કેવી રીતે મળશે બોટલ

1 નવેમ્બરથી LPG સિલિન્ડર હોમ ડિલેવરીની બદલાઈ જશે પુરી સિસ્ટમ, જાણો - કેવી રીતે મળશે બોટલ

- કાર્યક્રમના સ્થળે હેન્ડવોશ, સેનેટાઇઝર, થર્મલ સ્કેનિંગ ગનની સુવિધા ફરજીયાત રાખવાની રહેશે.

- કાર્યક્રમ સ્થળ, ખુરશીઓ, માઇક...વિગેરે વસ્તુઓને સમયાંતરે સેનેટાઇઝ કરાવવાના રહેશે.

- કાર્યક્રમ દરમ્યાન જાહેરમાં થુંકવા તેમજ પાન-મસાલા, ગુટખાના સેવન ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. જેનો ચુસ્ત અમલ કરવાનો રહેશે.

- આરોગ્ય સેતુ એપનો ઉપયોગ થાય તે હિતાવહ છે. કાર્યક્રમ દરમ્યાન પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવેલ હોઈ તેટલી સંખ્યાથી વધુ વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે નહી.

- ૬૫થી વધુ વયનાં વયસ્ક નાગરીકો, ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અન્ય બિમારીઓથી પિડીત વ્યક્તિઓ આ પ્રકારના સમારોહમાં ભાગ ન લે તેમજ ગરબા, દુર્ગા પૂજા જેવા તહેવારો સબંધિત ધાર્મિક પૂજા ઘરમાં જ રહીને પરીવારના સભ્યો સાથે રહીને કરે તે હિતાવહ છે.

- કાર્યક્રમના સ્થળે જ ચા-નાસ્તો, ભોજનની વ્યવસ્થા નહિ રાખતા આ સ્થળથી થોડા દૂરની જગ્યાએ રાખી શકાશે, જ્યાં એક સમયે ૫૦ થી વધુ વ્યક્તિઓ એકત્રિત ન થાય અને બેઠક વ્યવસ્થા દરમ્યાન વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ૬ ફુટનું અંતર જળવાય રહે તે સુનિશ્વિત કરવુ.

- મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા, ગરબા અને સ્નેહમિલન જેવા સામુહિક કાર્યક્રમો જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થવાની સંભાવના હોય તે પ્રતિબંધિત રહેશે.

- આમ જો કોઈપણ વ્યક્તિ કે આયોજક આ ગાઈડ લાઈનનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે.
Published by:kiran mehta
First published:

Tags: Navratri 2020

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन