Home /News /gujarat /

coronavirusએ પતિ-પત્ની વચ્ચે પાડી તિરાડ, શેફ પતિને એક મહિના માટે ઘરે ન આવવા પત્નીનું ફરમાન

coronavirusએ પતિ-પત્ની વચ્ચે પાડી તિરાડ, શેફ પતિને એક મહિના માટે ઘરે ન આવવા પત્નીનું ફરમાન

પીડિતના જણાવ્યા પ્રમાણે તેના લગ્ન પાંચ વર્ષ પહેલા ભરતપુરની યુવતી સાથે થયા છે. હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યા પછી પ્રખ્યાત હોટલમાં શેફની નોકરી રહ્યા છે. ત્રણ દિવસ પહેલા કોરોના વાયરસ અંગે પત્નીએ પતિથી દૂર રહેવા લાગી હતી.

પીડિતના જણાવ્યા પ્રમાણે તેના લગ્ન પાંચ વર્ષ પહેલા ભરતપુરની યુવતી સાથે થયા છે. હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યા પછી પ્રખ્યાત હોટલમાં શેફની નોકરી રહ્યા છે. ત્રણ દિવસ પહેલા કોરોના વાયરસ અંગે પત્નીએ પતિથી દૂર રહેવા લાગી હતી.

    ઉત્તર પ્રદેશના આગરા શહેરમાં એક અજીબોગરીબ (OMG story) મામલો સામે આવ્યો છે. અહીં એક પતિએ કહ્યું કે 'મારી પત્ની મારાથી ડરવા લાગી છે, મારું શેફ (chef) હોવું મારા માટે મુશ્કેલી બની ગઈ છે. શેફની નોકરી ન કરું તો ઘર કેવી રીચે ચલાવું, નોકરી કરી રહ્યો છું તો પત્ની જ ગાયબ થઈ ગઈ છે.' એક પતિએ શુક્રવારે 181 ઉપર પોતાની ફરિયાદ નોંધાવી હતી. (પ્રતિકાત્મક તસવીર)


    આગરાના તાજગંજમાં રહેનારા પીડિતના જણાવ્યા પ્રમાણે તેના લગ્ન પાંચ વર્ષ પહેલા ભરતપુરની યુવતી સાથે થયા છે. હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યા પછી પ્રખ્યાત હોટલમાં શેફની નોકરી રહ્યા છે. ત્રણ દિવસ પહેલા કોરોના વાયરસ અંગે પત્નીએ પતિથી દૂર રહેવા લાગી હતી. (પ્રતિકાત્મક તસવીર)


    પતિનું કહેવું છે કે, પત્નીના મનમાં એક વાત ફીટ થઈ ગઈ છે કે હોટલમાં વિદેશી આવે છે. તેને કોરોના વાયરસ થઈ ગયો છે. જો ન થયો હોય તો થઈ જશે. તે કોરોના વાયરસની (coronavirus) તપાસ કરાવવાની જીદ પકડીને બેઠી છે. પતિનું કહેવું છે કે, આવી સ્થિતિ વચ્ચે બાળકને સામાન્ય તાવ આવ્યો હતો. બાળકને ડોક્ટર પાસે લઈ ગયા હતા. (પ્રતિકાત્મક તસવીર)


    બીજા દિવસે બાળકનો તાવ મટી ગયો હતો. ત્યારબાદ પત્નીનું વર્તન એકદમ બદલાઈ ગયું હતું. તેણે એક મહિના માટે ઘરે આવવા માટે મનાઈ ફરમાવી હતી. જો તે ઘરે આવશે તો તેની પત્ની ઘર છોડીની જતી રહેશે. આ વાતને લઈને છેલ્લા ત્રણ દિવસથી ઝઘડો ચાલી રહ્યો છે. પતિ રાત્રે ઘરે આવ્યો અને સવારે નોકરી ગયો તો પડોશીઓએ જાણકરી કે તેની પત્ની બાળકોને લઈને જતી રહી હતી. (પ્રતિકાત્મક તસવીર)


    પતિએ પિયરમાં સંપર્ક કર્યો તો પત્ની પિયરમાં પણ ન્હોતી. પત્ની અને બાળકોની ચિંતામાં પતિ ભટકી રહ્યો છે. બીજી તરફ પતિનું કહેવું છે કે તેને કોરોના વાયરસ થયો નથી તો પણ હું બરબાદ થઈ ગયો છે. જોકે, 181ની ટીમ પિયરપક્ષના લોકોની પૂછપરછ કરી રહી છે. (પ્રતિકાત્મક તસવીર)
    Published by:user_1
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन