રાજ્યમાં રોજના 26 હજાર ટેસ્ટ, સુરતમાં કોમ્યુનિટી ઓયસોલેશન એ દેશ માટે ઉદાહરણ રૂપ: વિજય રૂપાણી

રાજ્યમાં રોજના  26 હજાર ટેસ્ટ, સુરતમાં કોમ્યુનિટી ઓયસોલેશન એ દેશ માટે ઉદાહરણ રૂપ: વિજય રૂપાણી
ફાઈલ તસવીર

ગુજરાત સરકાર છેલ્લા 5 માસથી કોરોનાના સંક્રમણને અટકાવવા તેમજ પગલાં ભરવામાં પ્રયત્નશીલ છે. સ્ટ્રેટેજી બનાવી કોરોનાને કંટ્રોલ કરવા પગલાં લેવાય રહ્યા છે.

  • Share this:
સુરતઃ શહેર આવેલ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM vijay rupani) અને નાયબ પ્રધાન નીતિન પટેલે નવિ સિવિલ હોસ્પિટલ (new civil hospital) ખાતે હાલની સ્થિતિ અંગે સમિક્ષા કર્યા બાદ અધિકારીઓ સાથે મેરેથોન બેઠક કરી હતી. બેઠક બાદ વિજય રૂપાણીએ  જણાવ્યું હતું કે,રાજ્યમાં બે ગણા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હાલ દરરોજ 26 હજાર કોરોના ટેસ્ટ (corona test) કરવામાં આવી રહ્યા છે. તેમજ સુરતમાં ધનવંતરી રથનો અનુભવ સુપ્રિમ કોર્ટે (Supreme Court) પણ વખાણ્યો છે. સુરતએ સમગ્ર દેશમાં કોમ્યુનિટી આયસોલેશન સેન્ટરનુ (Community Isolation Center) એક ઉતમ ઉદાહરણ પુરૂ પાડયું છે.

જિલ્લા કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રીની બેઠક પૂર્ણ થયા બાદ તેઓએ  પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદ દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર છેલ્લા 5 માસથી કોરોનાના સંક્રમણને અટકાવવા તેમજ પગલાં ભરવામાં પ્રયત્નશીલ છે. સ્ટ્રેટેજી બનાવી કોરોનાને કંટ્રોલ કરવા પગલાં લેવાય રહ્યા છે. 4 જુલાઈના રોજ જે નિર્ણય લેવાયા તેને લઈ કોરોના ના સંક્રમણ ને અટકાવવા સફળ રહ્યા છે.હાલ દસ ગણા ટેસ્ટ વધારવામાં આવ્યા.આજે 26 હજાર ટેસ્ટ ગુજરાતમાં કરવામાં આવી રહ્યા છે. રિકવરી રેટ સુરતમાં 60 ટકા હતો,જે હાલ 70 ટકા પોહચ્યો હતો.હાલ  રિકવરી રેટમાં આગળ વધ્યા છે. પોઝીટીવ રેટ 4 ટકામાંથી 2 ટકા ઘટ્યું છે..સુરતમાં 4856 બેડ હતા જે આવનારા દિવસોમાં 7 હજાર બેડ થશે.સુરતમાં 188 વેન્ટિલેટર ખાનગી હોસ્પિટલને આપવામાં આવ્યા છે. ટોસિલિઝુમેબ અને રેમડીસીવીર  ઇંજેક્શનની ડિમાન્ડ ના પ્રમાણે પૂરતો સ્ટોક છે. હજી પણ વ્યવસ્થા કરવામાં આવશે. 5.50 હજાર ઓક્સિમીટર વિતરણ કરવામાં આવ્યા.

સુરતમાં ડેથ રેટ પણ પ્રમાણમાં ઓછો છે. પ્લાઝ્મા થેરાપીમાં સુરતે સૌથી વધુ સારું કાર્ય કર્યું. પ્લાઝ્મા થેરાપીના કારણે દર્દીઓને બચાવી શક્યા છે. ડાયમંડ અને ટેકસ્ટાઈલસના બજારો ધીરેધીરે શરૂ કરી દીધા છે.જે માટે  એસઓપી પણ બનાવવામા આવી છે. મહારાષ્ટ્ર ની સરખામણીએ ગુજરાત ની કામગીરી સારી છે. કોરોના ને કોઈ રાજ્યો અટકાવી શકે નહીં. પ્રજાને જાગૃત કરીને કોરોનાનું સંક્રમણ અટકાવવા પ્રયાસ કરવા જોઈએ. કોરોના ની વચ્ચે લોકોએ જીવવાનું છે. આજનો દિવસ મારા માટે યાદગાર છે. લોક ઉપયોગી કામો મારા માટે યાદગાર  રહેશે.

આ પણ વાંચોઃ-દુનિયાની પહેલી કોરોના વેક્સીન આવ્યા પહેલા જ કેમ ઘેરાઈ વિવાદોમાં?

આ પણ વાંચોઃ-ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિ! છેલ્લા 24 કલાકમાં નવા 1101 પોઝિટિવ કેસ અને 22 લોકોના મોત

જન્મ દિવસના રોજ કોરોના માટે સુરતમાં આવવું તે એક યાદગીરી છે. અમિતશાહ કોરોનામાંથી મુક્ત થાય તેવી પ્રાર્થના અને કામના છે.. લોકોમાં સિવિલ હોસ્પિટલ પ્રત્યે ભરોસો વધ્યો છે. ખાનગી હોસ્પિટલો સાથે બે પદ્ધતિ મુકવામાં આવી છે.જેમાં 50 ટકા સરકાર અને 50 ટકા ખાનગી હોસ્પિટલ ભોગવશે. દર્દી કોરોના થઈને મહારાષ્ટ્રમાંથી સુરત આવે તે પહેલાં તેના ઘરે અમે પોહચયે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ-ભારત સરકારે IPL 2020ના આયોજન ઉપર લગાવી મહોર, જાણો ક્યારે UAEમાં રમાશે ફાઈનલ

પ્લાઝમાં ડોનેટ કરનાર અને સેવા આપવાનાર એનજીઓને સિએમએ સન્માનીયા
સુરત શહેરમાં પ્લાઝમાં ડોનેશનનો રેષયો સમગ્ર રાજયમાં સૌથી વધારે છે. સુરતમાં 500 જેટલા કોરોનામાંથી સારા થયેલા લોકોએ પ્લાઝમાં ડોનેટ કર્યા છે. જેથી સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન ફિઝયોથેરાપી કોલેજ ખાતે એક નાનો 15 મીનીટનો કાર્યક્રમ રાખી સિવિલમાં સેવા આપી રહેલા એનજીઓ અને પ્લાઝમાં ડોનેટ કરનાર લોકોને સન્માનીત કરવામાં આવ્યા હતા.

સીએમ, ડે સીએમ અને પ્રદેશ અધ્યક્ષને કોરોના વોર્યસ દ્વારા રાખડી બંધાય
પત્રકાર પરિષદ પૂર્ણ થયા બાદ અટલ સંવેદના કોવિડ કેસ સેન્ટરની મેડીકલ સ્ટાફ દ્વારા  મુખ્યપ્રધાન અને નાયબ પ્રધાનને રાખડી બાંધવામાં આવી હતી.જ્યાં મુખ્યપ્રધાનને જન્મ દિવસની શુભકામના પણ પાઠવવામાં આવી હતી. નર્સીગ સ્ટાફમાં કામ કરતી યુવતીઓએ રાખડી બાંધતા તમામ ભાવુક પણ થયા હતા.
Published by:ankit patel
First published:August 02, 2020, 23:16 pm

ટૉપ ન્યૂઝ