Home /News /gujarat /

કોરોનાના કેસ વધતા શનિવારે કેન્દ્રની વિશેષ ટીમ ગુજરાત આવશે, સંક્રમણ રોકવાની વ્યૂહરચના અંગે ચર્ચા થશે

કોરોનાના કેસ વધતા શનિવારે કેન્દ્રની વિશેષ ટીમ ગુજરાત આવશે, સંક્રમણ રોકવાની વ્યૂહરચના અંગે ચર્ચા થશે

પ્રતિકાત્મક તસવીર

સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ કોરોનાનું સંક્રમણ રોકવાની વિશેષ જવાબદારી ડો.એસ.કે.સિંઘને સોંપવામાં આવી છે

ગાંધીનગર : દિવાળી બાદ રાજ્યમાં કોરોનાએ અચાનક માથું ઉચકતા ભારત સરકારની ટીમ આવતીકાલે ગુજરાત આવી પહોંચશે અને કોરોના કેસના ટેસ્ટિંગ અને સંક્રમણ રોકવા અંગે વિશેષ સમીક્ષા કરીને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને કેટલાક સૂચનો કરશે. ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમિત કેસોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના વધુ વકરે નહીં તે માટે ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના ડૉ. એસ.કે.સિંઘની અધ્યક્ષતામાં અન્ય 3 નિષ્ણાત ડોક્ટરો ગુજરાત આવશે.

સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ કોરોનાનું સંક્રમણ રોકવાની વિશેષ જવાબદારી ડો.એસ.કે.સિંઘને સોંપવામાં આવી છે. ત્યારે ભારત સરકારના તજજ્ઞ ડોક્ટરોની આવતીકાલે ગુજરાત આવશે અને અમદાવાદ ઉપરાંત અન્ય મહાનગરોમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે સમીક્ષા કરશે. જેમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારવા તેમજ વધતું જતું સંક્રમણ રોકવાની વ્યૂહરચના અંગે ચર્ચા વિમર્શ થશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓને દિશા નિર્દેશ પણ આપશે.

આ પણ વાંચો - અમદાવાદ બાદ સુરતમાં પણ સ્થિતિ બેકાબુ, રાત્રી કર્ફ્યૂ મૂકવાની તૈયારીઓ

ઉલ્લેખનીય છે કે ગુજરાતની મુલાકાતે આવી રહેલી ભારત સરકારની આરોગ્ય વિભાગની ટીમ આવતીકાલે જ ગુજરાત આવશે તેમ સત્તાવાર સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. તો બીજી તરફ આ ટીમની સાથે રાજ્ય સરકારના આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતિ એસ.રવી, આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ભારત સરકારની ટીમ સાથે સતત સંકલન કરી તેમણે કરેલા આયોજનો, લેવા ધારેલા પગલાં સહિત તમામ બાબતોથી માહિતગાર કરશે.

જયારે ગુજરાતમાં ભારત સરકારના એનસીડીસીના તજજ્ઞો ને ડો.એસ.કે.સિંહની આગેવાની માં સમગ્ર મામલે જરૂરી માર્ગદર્શન આપશે. ઉલ્લેખનીય છે કે ડો.એસ.કે.સિંઘને ભારત સરકારે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ રોકવાની વિશેષ જવાબદારી સોંપી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Coronavirus, Coronavirus case, Latest gujarati news, Latest News, Latest today news, ગુજરાત, ગુજરાતી ન્યૂઝ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन