Home /News /gujarat /

Corona Warriors: ભોપાલમાં 6 મહિનાની પુત્રી સાથે વીજળીઘર ઉપર તૈનાત છે પ્રગતિ તાયડે

Corona Warriors: ભોપાલમાં 6 મહિનાની પુત્રી સાથે વીજળીઘર ઉપર તૈનાત છે પ્રગતિ તાયડે

કોલારના નયાપુરા સબ સ્ટેશનમાં પ્રગતિ તાયડે 6 મહિનાની નાની પુત્રીને લઈને રોજ ડ્યૂટી કરવા પહોંચે છે. સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પુત્રીની સંભાળવાની સાથે પોતાના કામની જવાબદારી પણ નિભાવી રહી છે.

કોલારના નયાપુરા સબ સ્ટેશનમાં પ્રગતિ તાયડે 6 મહિનાની નાની પુત્રીને લઈને રોજ ડ્યૂટી કરવા પહોંચે છે. સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પુત્રીની સંભાળવાની સાથે પોતાના કામની જવાબદારી પણ નિભાવી રહી છે.

    ભોપાલઃ કોરોના વોરિયરસ (Corona Warriors) તરીકે પોલીસ, ડોક્ટર, નગર-નિગમ કર્મચારીઓ અને એનજીઓની અનેક તસ્વીરો પ્રકાશમાં આવી છે. લોકડાઉન (Lockdown) દરમિયાનિ સબ સ્ટેશનમાં પદસ્થ પ્રગતિ તાયડે (Pragati Tayde) પણ આવી જ એક વોરિયર છે. જેની ચર્ચા બધા લોકો કરી રહ્યા છે. તમારા ઘરોમાં અંધારું ન થાય તેના માટે પ્રગતિ પોતાની છ મહિનાની પુત્રીને કેરિયરમાં લઈને રોજ ઓફિસ પહોંચે છે. પ્રગતિ તાયડેનું કહેવું છે કે બેટીને કાર્યસ્થળ ઉપર લઈને આવવું પડકાર જનક છે. પરંતુ ડ્યૂટી કરવી જરૂરી છે. લોકડાઉન સમયમાં પુત્રીને ઘરે એકલી ન છોડી શકાય.


    સવારે 8 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી ડ્યૂટી કરે છેઃ કોલારના નયાપુરા સબ સ્ટેશનમાં પ્રગતિ તાયડે 6 મહિનાની નાની પુત્રીને લઈને રોજ ડ્યૂટી કરવા પહોંચે છે. સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પુત્રીની સંભાળવાની સાથે પોતાના કામની જવાબદારી પણ નિભાવી રહી છે. તે એવું એટલા માટે કહી રહી છે જેથી કોઈના ઘરમાં અંધારું ના રહે. તેનું કહેવું છે કે આ કામ ખતરનાક છે પરંતુ સંકટ વચ્ચે બાળકીને ઘરે એકલી ન રાખી શકાય. એટલા માટે કામની સાથે પુત્રીને પણ સંભાળી રહી છે.


    પ્રગતિ તાયડે બસસ્ટેશન ઉપર ટેસ્ટિંગ ઓપરેટર છેઃ પ્રગતિ તાયડે કોલાર ક્ષેત્રમાં સબસ્ટેશનમાં ટેસ્ટિંગ ઓપરેટર છે. તેઓ સંવિદા કર્મચારી છે. ક્યાંય પણ વીજળી ગુલ થાય અને ફોલ્ટ થાય તો લાઈનમેનને જાણ કરે છે. જેનાથી ફોલ્ટ સરખો થઈ શકે. અને ઘરો સુધી ફરીથી વીજળી પહોંચી શકે. તેનું કહેવું છે કે ડોક્ટર, નર્સ અને પોલીસ કર્મચારીઓની જેમ જ પોતાનું કર્તવ્ય નિભાવી રહી છે. બધા લોકો વિષમ પરિસ્થિતિઓમાં કામ કરી રહ્યા છે. જેથી ગરમીની મોસમાં જે લોકો લોકડાઉન દરમિયાન પોતાના ઘરોમાં છે તેમને તકલીફ ન પડે.


    સંવિદા કર્મચારીઓનો વીમો થાયઃ સબ સ્ટેશનની અંદર કામ કરતા સમયે પુત્રીને વીજળી ઉપકરણોથી દૂર રાખીને સંભાળીને કામ કરી રહી છે. વીજળી યાર્ડમાં જતી વખતે તે બીજા કર્મચારી પાસે પુત્રીને રાખે છે.


    પ્રગતિનું કહેવું છે કે, તેઓ અને તેમની મહિલા સાથી બધી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ડ્યૂટી નિભાવી રહી છે. પરંતુ આજે પણ આઉટસોર્સ કર્મચારી છે અને વીમા વગર કામ કરી રહી છે. પુત્રી સાથે કામ કરવું અત્યારે જોખમ ભરેલું છે. આવી સ્થિતિમાં આમારા જેવા સંવિદા કર્મચારીઓ માટે વીમો જરૂરી હોવો જોઈએ.
    Published by:user_1
    First published:

    આગામી સમાચાર