ઈરાન : શબઘરોની બહાર કાળા કપડામાં 'લાશોના ઢગલાં', દફનવિધિ ન કરવાનું કારણ શું?

ઈરાનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 107 લોકોનાં મોત, દફનવિધિની રાહ જોતી અસંખ્ય લાશોના ઢગલાં

ઈરાનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 107 લોકોનાં મોત, દફનવિધિની રાહ જોતી અસંખ્ય લાશોના ઢગલાં

 • Share this:
  ક્યૂમ (Qom) : ઈરાનન (Iran)ના અનેક શબઘરોમાં કાળી બેગોમાં ભરેલી લાશો પડેલી છે. આ લાશોની વચ્ચે અહીંના કર્મચારી પ્રૉટેક્ટિવ સૂટ્સ પહેરીને કામ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ શબોને તપાસ માટે રાખવામાં આવી છે. તેના સાથે જોડાયેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, ઈરાનમાં અત્યાર સુધી કોરોના વાયરસ (Coronavirus)થી 3,500 લોકો પીડિત છે અને 107 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. ચીન (China)ની બહાર આ વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત થનારા દેશ ઈરાનમાં ઈસ્લામિક પરંપરા હેઠળ શબોને દફન કરતાં પહેલા તેને સાબુ અને પાણીથી ધોવામાં આવે છે. જોકે, હવે ઈરાનમાં શબોને દફનાવવાની ગાઇડલાઇન નક્કી કરવામાં આવી રહી છે.

  CNNના એક રિપોર્ટ મુજબ, ક્યૂમ પ્રાંત સ્થિત શબઘરના બે કર્મચારીઓએ જણાવ્યું કે, કોરોના વાયરસના કારણે અમે સતેજ છીએ અને સ્ટાફને શબોને દફન કરવા માટે ઈસ્લામિક રીતનો પ્રયોગ કરવાથી રોકી રહ્યા છીએ. તેઓએ જણાવ્યું કે, જે શબો વિશે એવી પુષ્ટિ થઈ રહી છે કે તેમના મોત કોરોના વાયરસથી થઈ છે તેમને દફનાવતી વખતે કેલ્શિયમ ઑક્સાઇડનો ઉપયોગ કરશે જેથી તેના કારણે માટી પર કોઈ અસર ન થાય. આ મુદ્દે ઈરાનની સ્ટેટ ટીવી IRIB પર ક્યૂમ પ્રાંત સ્થિત શબઘરના નિદેશક અલી રમજાનીએ કહ્યું કે વાયરસના ટેસ્ટિંગમાં સમય લાગી રહ્યો છે. દફનાવવામાં વિલંબ થાય છે અને શબઘરમાં શબોનો 'ઢગલો' થઈ ગયો છે.  'શબોને અલગ કરી રહ્યા છીએ'

  રમજાનીએ વધુમાં જણાવ્યું કે, અમે કોરોના વાયરસ પીડિતોના શબોને બિન-કોરોના વાયરસ પીડિતોના શબોથી અલગ કરી તેમના માટે અલગ ગાઇડલાઇનસ બનાવી રહ્યા છીએ. તેઓએ જણાવ્યું કે, કેટલાક પરિવાર ઈચ્છે છે કે અમે તેમના મૃતકોને એક કે બે દિવસ માટે રાખે, જ્યાં સુધી શબના ટેસ્ટિંગ પૂરી ન થઈ જાય. જો પરિણામ નેગેટિવ આવે છે તો કોરોના વાયરસ પીડિતો માટે બનાવવામાં આવેલી ગાઇડલાઇન્સ અનુસાર દફનાવવું જરૂરી નથી અને પરિવાર મૃતકને પોતાની યોજના મુજબ દફનાવી શકે છે.

  આ પણ વાંચો, Coronavirus: ત્રણા ગણા ભાવે વેચાય છે માસ્ક, બજારમાંથી સેનિટાઇઝર ગાયબ

  ઉલ્લેખનીય છે કે, ઈરાનના તેહરાન (Tehran) અને ક્યૂમ પ્રાંતમાં કોરોના વાયરસના ક્રમશ: 253 અને 101 નવા કેસ સામે આવ્યા છે. ઈરાનમાં જાહેર સભાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેની સાથે જ અનેક સ્કૂલોને પણ બંધ કરી દેવામાં આવી છે.

  આ પણ વાંચો, છોલે-ભટૂરેની લારીવાળાએ ગંદા નાળામાં ધોઈ પ્લેટ્સ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
  Published by:user_1
  First published: