કોરોનાનો કહેર: ભારત દેશની ધડકન બંધ, 2400 લોકલ અને 1300 એક્સપ્રેસ ટ્રેન રદ્

કોરોનાનો કહેર: ભારત દેશની ધડકન બંધ, 2400 લોકલ અને 1300 એક્સપ્રેસ ટ્રેન રદ્
પ્રતિકાત્મક તસવીર

દેશભરની 2400 લોકલ ટ્રેન અને 1300 મેલ એક્સપ્રેસ ટ્રેન રદ રહશે. જોકે સ્ટેશન પરથી ટ્રેન નીકળી ગઈ છે તે ટ્રેન ચાલુ રહેશે.

  • Share this:
રેલવે ભારત દેશની ધડકન છે.અને કોઈ પણ પરિસ્થિતિ માં ટ્રેન દોડતી રહશે. પરંતુ કોરોના વાયરસને કારણે એક દિવસ માટે ટ્રેન સેવા ઠપ થશે. જનતા કરફ્યુ ના સમર્થન માં રેલવે વિભાગએ પણ ટ્રેનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે..જેના કારણે દેશભરની 2400 લોકલ ટ્રેન અને 1300 મેલ એક્સપ્રેસ ટ્રેન રદ રહશે. જોકે સ્ટેશન પરથી ટ્રેન નીકળી ગઈ છે તે ટ્રેન ચાલુ રહેશે. કારણ કે ટ્રેન લાંબા અંતરની હોય તો તેના પ્રવાસીઓ ને પહોંચાડવા પણ જરૂરી છે.

અમદાવાદ, ભાવનગર અને રાજકોટ ડીવીઝનની 14 મેલ એક્સપ્રેસ અને 154 પેસેન્જર ટ્રેન 22 માર્ચના બંધ રહશે, અને દૂરંતો એક્સપ્રેસ, ઓખા નાથદ્વારા એક્સપ્રેસ લોક શક્તિ એક્સપ્રેસ, ડબલ ડેકર એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ, પેસેન્જર ટ્રેન, મેમુ, ડેમુ સહિત ટ્રેનો બંધ રહશે.મહત્વ પૂર્ણ છે કે, રેલવેમાં લાખો લોકો રોજના પ્રવાસ કરે છે, અને કોઈ પણ પરિસ્થિતિ માં ટ્રેન સેવા ચાલુ હોય છે.પરંતુ કોરોના વાયરસના કારણે એક દિવસ ટ્રેન સેવા બંધ રહશે. જોકે મુંબઈમાં કોરોના કહેરને કારણે મુંબઈ તરફ જતી ટ્રેનો તો રદ કરાઈ છે, અને ટ્રેનમાં પર્ણ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ધટાડો થયો છે.

જોકે રેલવેએ પણ તકેદારીના તમામ પગલાં લીધા છે, અને આજથી પ્રવાસીઓનું થર્મલ સ્કેનિગ કરવામાં આવી રહ્યું છે. તાપમાન 98 ડિગ્રી પર નોંધાય કે પછી કોરોના વાયરસના લક્ષણો દેખાય તો મેડીકલ ટિમ દ્વારા તપાસ કરવામાં આવે છે. પ્રવાસીઓની તપાસ બાદ જ પ્લેટફોર્મ પર એન્ટ્રી આપવામાં આવે છે.
Published by:News18 Gujarati
First published:March 20, 2020, 21:57 pm

ટૉપ ન્યૂઝ