Home /News /gujarat /ગુજરાત સ્થાપના દિવસથી રાજ્યના 10 જિલ્લામાં શરૂ થશે કોરોના રસીકરણ

ગુજરાત સ્થાપના દિવસથી રાજ્યના 10 જિલ્લામાં શરૂ થશે કોરોના રસીકરણ

વિજય રૂપાણીની ફાઇલ તસવીર

મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત પ્રમાણે કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત અમદાવાદ, સુરત, રાજકોટ , વડોદરા, ભાવનગર, જામનગર, ભરૂચ, મહેસાણા, કચ્છ અને ગાંધીનગરમાં રસીકરણની શરૂઆત થશે.

ગાંધીનગર: આવતીકાલ ગુજરાત સ્થાપના દિવસ (Gujarat day 2021) એટલે કે પહેલી મેથી રાજ્યના 10 જિલ્લામાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે કોરોના રસીકરણ અભિયાન (Corona vaccination drive) શરૂ થશે. પહેલા એવા સમાચાર આવ્યા હતા કે વેક્સીન નિર્માતા કંપનીઓ તરફથી રસીનો જથ્થો પૂરો પાડવામાં આવે તેવી શક્યતા નહિવત હોવાથી રસીકરણ અભિયાન શરૂ નહીં થઈ શકે. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રજાજોગ સંદેશ આપતા જાહેરાત કરી છે કે પ્રથમ મેના રોજ ગુજરાતના સૌથી વધારે કોરોના પ્રભાવિત જિલ્લાઓમાં રસીકરણ શરૂ થશે.

આ જિલ્લાઓમાં શરૂ થશે રસીકરણ અભિયાન

મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત પ્રમાણે કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત અમદાવાદ, સુરત, રાજકોટ , વડોદરા, ભાવનગર, જામનગર, ભરૂચ, મહેસાણા, કચ્છ અને ગાંધીનગરમાં રસીકરણની શરૂઆત થશે. આ જિલ્લાઓમાં જે લોકોએ પહેલાથી જ રસી માટે રજિસ્ટ્રેશન કરાવી રાખ્યું છે તેમને કોઈ જ ચાર્જ વગર રસી આપવામાં આવશે. મુખ્યમંત્રીની જાહેરાત પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આવતીકાલથી યુવાનોને વેક્સીન આપવાની શરૂઆત થશે.

આ પણ વાંચો: સુરતમાં એક દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ, યુવક તરફડિયા મારતો રહ્યો, Live Video આવ્યો સામે

ઉલ્લેખનીય છે કે હાલ 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ પહેલી મેથી દેશમાં 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે.

આવી રીતે કરો રજીસ્ટ્રેશન

કોરોના રસી માટે આરોગ્ય સેતુ અથવા કોવિન એપનો ઉપયોગ રજીસ્ટ્રેશન માટે કરી શકો છો. આ ઉપરાંત https://selfregistration.cowin.gov.in/ લિંક પર પણ નોંધણી થઈ શકે છે.

આ પણ વાંચો: આસામ: ભૂકંપ વચ્ચે એક મહિલાએ ખાનગી હૉસ્પિટલમાં ચાર બાળકને જન્મ આપ્યો!

>> https://selfregistration.cowin.gov.in/ પર જાવ.
>> પોતાનો મોબાઈલ નંબર નાખો.
>> એકાઉન્ટ બનાવવા તમારી પાસે OTP આવશે.
>> OTP નાખી વેરીફાઈ બટન ઉપર ક્લિક કરો.
>> હવે તમે સુધા રસીકરણ રજિસ્ટ્રેશન પેજ ઉપર પહોંચી જશો. આ પેજ ઉપર ફોટો આઈડી પ્રૂફ પસંદ કરવાનો વિકલ્પ મળશે.
>> તમારું નામ, ઉંમર, લિંગ સહિતની વિગતો અને ઓળખપત્ર અપલોડ કરો.
>> નોંધણી માટેની જાણકારી નોંધ્યા બાદ રજીસ્ટર બટન ઉપર ક્લિક કરો.

આ પણ વાંચો: રાજકોટ: સિવિલમાં દાખલ વૃદ્ધા સાથે દુષ્કર્મ, પરિવારને ઝડપથી આવવાનું કહેતા હોય એવો ઓડિયો વાયરલ


>> નોંધણી પૂરી થયા બાદ સિસ્ટમ એકાઉન્ટ ડિટેઇલ દેખાડશે.
>> કોઈ એક વ્યક્તિ એડ મોર બટન પર ક્લિક કરીને આ મોબાઈલ નંબરથી વધુ 3 લોકોને જોડી શકે છે.
>> હવે 'Schedule Appointment' બટન ઉપર ક્લિક કરો.
>> રાજ્ય, જિલ્લો, બ્લોક અને પિન કોડ સહિતની વિગતો દ્વારા રસીકરણ કેન્દ્ર સર્ચ કરો.
>> ત્યારબાદ બુક બટન ઉપર ક્લિક કરો. બુકીંગ થઈ જાય એટલે તમને એક મેસેજ મળશે. તે જાણકારીને રસીકરણ કેન્દ્ર ઉપર બતાવવી પડશે.

Aarogya Setuના માધ્યમથી નોંધણી

>> પોતાના મોબાઈલ ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો.
>> હોમપેજમાં Co-WIN ટેબ ઉપર ક્લિક કરો.
>> Co-WIN ટેબ ઉપર ચાર વિકલ્પ આવશે. જેમાં Vaccination ઉપર ક્લિક કરી Registration Now દબાવો.
>> તમારો મોબાઈલ નંબર નાખી Proceed to Verify ઉપર ક્લિક કરો. OTP નાખો. ત્યારબાદ ફરી તે જ વિકલ્પ પસંદ કરો.


>>
નંબર વેરીફાઈ થયા બાદ તમારે ફોટો આઈડી કાર્ડ (સરકારી આઈડી, વોટર આઈડી કાર્ડ, આધાર) અપલોડ કરવાના રહેશે. તેમાં તમારે આખું નામ લખવાનું રહેશે. તમારે ઉંમર, લિંગ, જન્મ તારીખ સહિતની જાણકારી પણ ભરવી પડશે. આરોગ્ય સેતુ એપના માધ્યમથી વધુમાં વધુ ચાર લાભાર્થીની નોંધણી થઈ શકશે.
>> આગળના પેજ ઉપર તમારે પત્રતાનું પુરાવો આપવો પડશે.
>> રાજ્ય, જિલ્લો, બ્લોક અને પિન કોડ દ્વારા તમારી અનુકૂળતા મુજબ રસીકરણ કેન્દ્ર સર્ચ કરવાનું છે. ત્યાર બાદ બુક બટન ઉપર ક્લિક કરો. બુકિંગ થયા બાદ મેસેજ મળશે. જે જાણકારી તમારે રસીકરણ કેન્દ્ર ઉપર દેખાડવાની રહેશે.
First published:

Tags: Coronavirus, COVID-19, GUJARAT DAY, Social media, Vaccination, Vijay Rupani, ગુજરાત