દેશમાં 24 કલાકમાં જ કોરોનાના કેસમાં મોટો ઉછાળો, 172 દિવસ બાદ સૌથી વધારે કેસ નોંધાયા

દેશમાં 24 કલાકમાં જ કોરોનાના કેસમાં મોટો ઉછાળો, 172 દિવસ બાદ સૌથી વધારે કેસ નોંધાયા
તસવીર: Shutterstock

છેલ્લા 24 કલાકમાં જ દેશમાં કોરોના વાયરસના નવા 72,330 કેસ નોંધાયા છે. બીજી તરફ આ સમયગાળા દરમિયાન 459 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.

 • Share this:
  નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર (India coronavirus second wave) ખતરનાક સાબિત થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં જ દેશમાં કોરોના વાયરસના નવા 72,330 કેસ નોંધાયા છે. બીજી તરફ આ સમયગાળા દરમિયાન 459 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાથી કુલ મૃત્યાંક 1,62,927 થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 40,382 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

  સક્રિય કેસની વાત કરવામાં આવે તો હાલ દેશમાં 5,84,055 કેસ નોંધાયેલા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,22,21,665 થઈ છે. બીજી તરફ 1,14,74,683 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હાલ દેશમાં કોરોનાથી સાજા થવાના દર 93.9 ટકા, જ્યારે મોતનું પ્રમાણ 1.3 ટકા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,25,681 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાની વેક્સીનની વાત કરવામાં આવે તો અત્યાર સુધી દેશમાં 6,51,17,896 લોકોએ કોરોનાની રસી લઈ લીધી છે.  આ પણ વાંચો: સુરત: રૂપિયા પડાવવા 10 લોકોની ટોળકીએ ઘડ્યો ખતરનાક પ્લાન, યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો બનાવ્યો

  આજની હાઇલાઇટ્સ:

  >> દેશમાં કુલ 459 મોત સામે એકલા મહારાષ્ટ્રમાં જ 227 લોકોનાં મોત
  >> મહારાષ્ટ્રમાં 39 હજાર નવા કેસ, છત્તીસગઢમાં 4.6 હજાર અને કર્ણાટકમાં 4.2 હજાર નવા કેસ
  >> 172 દિવસ બાદ ભારતમાં સૌથી વધારે કેસ નોંધાયા
  >> 116 દિવસ પછી ભારતમાં સૌથી વધારે મોત નોંધાયા
  >> મહારાષ્ટ્રમાં 227, પંજાબમાં 55 અને છત્તીસગઢમાં 39 લોકોનાં મોત
  >> ચાર રાજ્યમાં 25 હજાર કરતા વધારે એક્ટિવ કેસ
  >> એક્વિટ કેસની દ્રષ્ટિએ ભારત હવે વિશ્વમાં પાંચમાં નંબરે પહોંચ્યું  રાજ્યમાં બુધવારે સૌથી વધારે કેસ નોંધાયા

  બુધવારે રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 2,360 કેસ નોંધાયા છે. જેની સામે 2,004 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 9 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,519 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.43 ટકા છે. અત્યાર સુધીમાં 49,45,649 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (CoronaVaccine) પ્રથમ ડોઝ અને 6,65,395 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

  આ પણ વાંચો: રાજકોટ: લાલચૂ સાસરિયાઓએ પુત્રવધૂને કહ્યું, 'નોકરી કરે છે તો પગાર ઘરમાં આપવો જ પડશે'


  રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદમાં 620, સુરતમાં 744, વડોદરામાં 341, રાજકોટમાં 208, ગાંધીનગરમાં 47, ભાવનગરમાં 49, જામનગરમાં 61, પાટણમાં 26, મહેસાણામાં 22, ખેડામાં 20, મોરબી, નર્મદામાં 19-19, જૂનાગઢમાં 16 સહિત કુલ 2,360 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 9 દર્દીના મોત થયા છે. સુરત, અમદાવાદમાં 3-3, જ્યારે વડોદરા, ખેડા, મહેસાણામાં 1-1 દર્દીનાં મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 595, સુરતમાં 704, વડોદરામાં 185, રાજકોટમાં 141, જામનગરમાં 63, નર્મદામાં 36, કચ્છમાં 34, ગાંધીનગરમાં 32, પંચમહાલમાં 30, ભાવનગરમાં 24 સહિત કુલ 2004 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:April 01, 2021, 10:24 am

  ટૉપ ન્યૂઝ