Home /News /gujarat /Atique Ahmed: હાઈવે પર એવું તો શું થયું કે અતીક અહેમદનો કાફલો પોલીસે રોકીને તેને નીચે ઉતાર્યો?
Atique Ahmed: હાઈવે પર એવું તો શું થયું કે અતીક અહેમદનો કાફલો પોલીસે રોકીને તેને નીચે ઉતાર્યો?
પોલીસ કાફલાને રોકીને અતીકને હાઈવે પર ઉતારાયો
Atique Ahmed News: અતીક અહેમદને સડક માર્ગે અમદાવાદથી ઉત્તરપ્રદેશ લઈ જવામાં આવી રહ્યો છે. પ્રાગરાજ પોલીસનો કાફલો તેને લઈને જઈ રહ્યો છે. કાફલો મધ્યપ્રદેશમાં રોકવામાં આવ્યો હતો. અતીકની રજૂઆત પર આ કાફલો રોકવામાં આવ્યો હતો. થોડીવાર માટે કાફલો રોકાયો ત્યારે અતીક પોલીસ વેનમાંથી બહાર પણ આવ્યો હતો.
અમદાવાદ, મધ્યપ્રદેશઃ અતીક અહેમદને અમદાવાદની સાબરમતી જેલથી યુપીના પ્રયાગરાજ લઈ જવામાં આવી રહ્યો છે. રવિવારે સાંજે 5.40 વાગ્યે અતીક જેલમાંથી બહાર નીકળ્યો હતો અને પછી ત્યાંથી કાફલો રવાના થયો હતો. આ દરમિયાન તેનો કાફલો ઘણી વખત રસ્તામાં રોકવામાં આવ્યો હતો. જેમાં આજે સવારે ફરી એકવાર અતીકનો કાફલો મધ્યપ્રદેશમાં શિવપુરીથી ઉત્તરપ્રદેશમાં પ્રવેશ પહેલા રોકવામાં આવ્યો હતો. અતીકે પોલીસને રજૂઆત કર્યા બાદ તેનો કાફલો રોકવાની ફરજ પડી હતી. શક્યતાઓ એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે અતીકને લઈને યુપી પોલીસ સાંજના 4 વાગ્યે પ્રયાગરાજ પહોંચી શકે છે.
શું કામ અતીકનો કાફલો રોકવામાં આવ્યો?
મધ્યપ્રદેશમાં પહોંચેલા અતીક અહેમદને શિવપુરી થઈને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ લઈ જવામાં આવશે. કાફલો શિવપુરીથી ઝાંસી તરફ આગળ વધી રહ્યો છે. અતીકના કાફલાને રોકવામાં આવ્યો ત્યારે અનેક સવાલો થઈ રહ્યા હતા, પરંતુ તેને પેશાબ લાગ્યો હતો માટે આ કફાલાને રોકવો પડ્યો હતો. આ પહેલા પણ ઈંધણ ભરાવવા અને અન્ય કારણોથી તેનો કાફલો રોકવામાં આવ્યો હતો.
અતીક અહેમદને જ્યારે યુપી પોલીસ કબજો મેળવવા માટે અમદાવાદ પહોંચી હતી ત્યારે ડર વ્યક્ત કર્યો હતો. તેણે જેલમાં પોતે સુરક્ષિત હોવાનું કહીને યુપી પોલીસ સાથે જવાનો ઈનકાર કર્યાની માહિતી પણ સામે આવી હતી. મેડિકલ તપાસ બાદ અતિકને સડક માર્ગે પ્રયાગરાજ લઈ જવામાં આવી રહ્યો છે. 6 જેટલી વાહનોના કાફલા સાથે અતીકને ઉત્તરપ્રદેશ લઈ જવામાં આવી રહ્યો છે. જેમાં પોલીસના વિવિધ વાહનોનો સમાવેશ થાય છે.
2006માં ઉમેશ પાલનું અપહરણ થયું હતું, રાજુ પાલ હત્યા કેસનો મુખ્ય ગવાહ ઉમેશ પાલ હતો રાજુ પાલ BSPના ધારાસભ્ય હતા. 2007માં ઉમેશ પાલે અપહરણનો કેસ નોંધાવ્યો હતો. જેમાં અતીક અને તેના ભાઈ અસરફ સામે કેસ નોંધાયો હતો. કેસ થયા બાદ ઉમેશ પાલની હત્યા થઈ ગઈ હતી. હવે આ કેસમાં વધુ તપાસ કરવા માટે વારંવાર યુપી પોલીસ અમદાવાદ આવી રહી હતી અને કોર્ટના આદેશ પર તેને ફરી એકવાર યુપી લઈ જવામાં આવી રહ્યો છે. અતીક અહેમદ પણ સમાજવાદી પાર્ટીનો પૂર્વ સાંસદ અને ધારાસભ્ય રહી ચૂક્યો છે.
અતીક અહેમત અલ્હાબાદ પશ્ચિમથી સતત 5 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયો હતો. 14મી લોકસભામાં 2004-2009 દરમિયાન તે સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી યુપીની ફુલપુર બેઠક પરથી જીત્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર