જ્યારે જજે ઠંડી લાગવાની ફરિયાદ પર લાલુને કહ્યું- તબલા વગાડો

લાલુએ કોર્ટમાં કહ્યું, 'સર, હું પણ વકીલ છું'

લાલુએ કહ્યું, 'સર, કોઇની પાસે શાંત દિમાગ હોય તો બધુ બરાબર થઈ જાય.' આ અંગે જજે કહ્યું કે, 'હું કોઈનું સાંભળતો નથી.

  • Share this:
સીબીઆઈના વિશેષ જજ શિવપાલ સિંહે ગુરુવારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને સજા ન સંભળાવી. તેમણે સજાની સુનાવણી એક દિવસ માટે મુલતવી રાખી. આ દરમિયાન કોર્ટ રૂમમાં અમુક એવી પળો પણ આવી જ્યારે કોર્ટમાં હાજર લોકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી.

કોર્ટમાં હાજર વકીલના જણાવ્યા પ્રમાણે લાલુ યાદવે જજને કહ્યું કે, 'સર, જેલમાં ખૂબ ઠંડી લાગે છે.' આના પર જજે કહ્યું કે, 'આ માટે તો તમને અહીં કોર્ટમાં બોલાવવામાં આવે છે. જેનાથી તમારી સાથે મુલાકાત કરી શકાય. જો તમને ઠંડી લાગે છે તો તમે હાર્મોનિયમ કે તબલા વગાડી શકો છો.'

કોર્ટમાં લાલુ પ્રસાદે કહ્યું હતું કે તેમણે કંઈ ખોટું નથી કર્યું અને પોતાની મુશ્કેલી વ્યક્ત કરતા કહ્યું કે અહીં ખૂબ ઠંડી લાગે છે. લાલુએ અન્ય મુશ્કેલીઓ અંગે પણ જજને ફરિયાદ કરી. તેમણે કહ્યું કે જેલમાં મને કોઈ કેદીને મળવા દેવામાં નથી આવતો.

લાલુએ જ્યારે દાવો કર્યો કે તેઓ નિર્દોષ છે ત્યારે જજે કહ્યું કે, 'તમે મુખ્યમંત્રી હતા અને નાણા વિભાગના પ્રભારી હતા. તમે સમયસર કાર્યવાહી કરી ન હતી. મહેરબાની કરીને જાવ. આજે તમને સજા સંભળાવવાનો દિવસ નથી.' ત્યાર બાદ લાલુ પ્રસાદે કહ્યું કે, 'સર, હું પણ વકીલ છું.' આના પર જજે કહ્યું કે, 'તો તમે જેલમાં ડિગ્રી લઈને આવો.'

લાલુએ કહ્યું, 'સર, કોઇની પાસે શાંત દિમાગ હોય તો બધુ બરાબર થઈ જાય.' આ અંગે જજે કહ્યું કે, 'હું કોઈનું સાંભળતો નથી. દૂર દૂરથી તમારા શુભચિંતકોના ફોન આવે છે.' જજે કહ્યું કે જો લાલુને કોર્ટમાં આવવામાં કોઈ સમષ્યા હોય તો વીડિયો કોન્ફરન્સથી પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. આના પર લાલુએ કહ્યું કે, 'સર, મને કોર્ટમાં આવવા પર કોઈ સમસ્યા નથી. હું કોર્ટમાં આવીશ.'
First published: