નવસારી, ભાવિન પટેલ : નવસારીની મુલાકાતે આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિહ વાઘેલાએ ગુજરાતની ભાજપ શાષિત સરકારને વિવિધ મુદ્દે ઘેરી હતી અને આકરા પ્રહારો કરીને સરકારની નીતિને વખોડી હતી. આ દરમિયાન તેમણે ગુજરાતમાં દારૂબંધી મુદ્દે હળવી શૈલીમાં કટાક્ષ કર્યો હતો. શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ઘરમાં બેસીને શાંતિથી દારૂ પીવાનો દમન જવાનું નહીં, સેલવાસ જવાનું નહીં, દીવ જવાનું નહીં. ગુજરાતમાં છૂટથી ગુણવત્તાવાળો દારૂ મળે તો પીવા વાળાને કેવા જલસા પડે.
શંકરસિહ વાઘેલા નવસારીના સર્કિટ હાઉસમાં દારૂબંધીને જળમૂળથી હટાવવાના મુદ્દે આક્રમક થયા હતા. નવસારીના સર્કીટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં શંકરસિંહે ગુજરાતની કુત્રિમ દારૂબંધી પર વાકબાણ ચલાવ્યા હતા અને સાથે જ દારૂના ગેરકાયદેસર વેચાણથી સરકારને જે આર્થિક નુકસાન થાય છે તે વાત ઉપર પણ ભાર મુક્યો હતો. હલકા અને કેમિકલ યુક્ત દારૂના કારણે ભૂતકાળમાં અનેક પરિવારના મોભીના કરુણ મોત થયા છે જેને લઈને પણ તેમણે સરકારને વિવિધ મોરચે ઘેરી હતી.
ડાંગ સહીત ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં પોતાના પક્ષને મજબૂત કરવા માટે શંકરસિંહ દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. શંકરસિંહ વાઘેલાના પ્રજાશક્તિ મોરચા દ્વારા આગામી 2022માં આવનારી વિધાનસભાની ચૂટણીમાં પોતાના પક્ષને વિજયી બનાવવા માટે વિવિધ વિસ્તારની મુલાકાત લેવાની શરૂઆત કરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર