ભારતની આઝાદીમાં શું રહ્યું RSSનું યોગદાન?

આરએસએસ સ્વયંસેવક

દેશમાં આજે ઘણા લોકો 72માં સ્વતંત્રતા દિવસના જશ્નમાં ડૂબ્યા છે. આ દિવસે અંગ્રેજો વિરૂદ્ધ વિદ્રોહ કરનાર ગરમ મગજવાળા ક્રાંતિકારીઓ અને અસહયોગ આંદોલન કરનાર નરમ દિલવાળા નેતાઓને હંમેશા યાદ કરવામાં આવશે.

 • Share this:
  દેશમાં આજે ઘણા લોકો 72માં સ્વતંત્રતા દિવસના જશ્નમાં ડૂબ્યા છે. આ દિવસે અંગ્રેજો વિરૂદ્ધ વિદ્રોહ કરનાર ગરમ મગજવાળા ક્રાંતિકારીઓ અને અસહયોગ આંદોલન કરનાર નરમ દિલવાળા નેતાઓને હંમેશા યાદ કરવામાં આવશે. જોકે, સમય-સમય પર તે પણ પ્રશ્ન ઉઠ્યો છે કે, આ સ્વતંત્રતા સંગ્રામમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નું શું યોગદાન રહ્યું છે? અમને આ પ્રશ્નનો જવાબ સંઘના પ્રચારક રહી ચૂકેલ પત્રકાર અને લેખક નરેન્દ્ર સહગલ પાસેથી મેળવવાની કોશિશ કરી.

  સંઘ લાંબા સમયથી તે આરોપો સામે ઝઝૂમી રહ્યું છે કે, સ્વતંત્રતા આંદોલનમાં તેમની કોઈ ભૂમિકા નહતી. જોકે, સહગલે દાવો કર્યો છે કે, કોંગ્રેસની જેમ જ આરએસએસે પણ સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપ્યું છે. જોકે, દૂર્ભાગ્યપૂર્ણ રીતે તેના સાથેનો ઈતિહાસ એક પરિવારને ધ્યાનમાં રાખીને એક તરફી લખવામાં આવ્યો છે. તેથી સંઘના યોગદાનની જાણકારી લોકો સુધી પહોંચી નહી. સહગલે 'ભારત વર્ષની સર્વાંગ સ્વતંત્રતા'નામની પુસ્તક લખી છે.

  પંજાબમાં સંઘના વિભાગ પ્રચારક રહી ચૂકેલ સહગલે ન્યૂઝ18 હિન્દી સાથે વાતચીતમાં કહ્યું, સ્વતંત્રતા સંગ્રામમાં કોંગ્રેસની જેમ જ સંઘની ભૂમિકા છે. મે પોતાની પુસ્તકમાં પૂરાવાઓ સાથે જણાવ્યું છે કે, સંઘનું શું યોગદાન રહ્યું છે.

  આરએસએસના પૂર્વ પ્રચારક નરેન્દ્ર સહેગલ


  સહગલે કહ્યું, સંઘ પોતાના નામથી કશુ જ કરતું નથી. પોતાના નામ અને સંસ્થાથી ઉપર ઉઠીને રાષ્ટ્રહિતમાં આઝાદી સાથે જોડાયેલ કોંગ્રેસના બધા જ આંદોલનોમાં સ્વયંસેવકોએ ભાગ લીધો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડો. કેશવ બલિરામ હેડગેવાર પોતે બે વખત વર્ષભર માટે જેલમાં રહ્યાં.

  આખા સત્યાગ્રહ દરમિયાન સંઘના 16 હજાર સ્વયંસેવક જેલમાં હતા. 1942ની મૂવમેન્ટમાં અમારો સૌથી મોટો હિસ્સો હતો, પરંતુ સંઘના નામે નહતો. સંઘ તો આજે પણ પોતાના નામથી કશું જ કરતું નથી. સંઘ તો આજે પણ વિશ્વ હિન્દુ પરિષદ, મજદૂર સંઘ, ભારતીય જનતા પાર્ટી અને વનવાસી કલ્યાણ આશ્રમના નામથી કામ કરે છે.

  વર્ષ 1968થી 1982 સુધી સંઘના પ્રચારક રહેલ સહગલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં હરિયાણા પ્રાંતના સંગઠન મંત્રી પણ રહી ચૂક્યાં છે. સહગલ કહે છે, ડો. હેડગેવાર શરૂઆતમાં કોંગ્રેસ સાથે જોડાયા અને ગાંધીજીની આગેવાની હેઠળ 1921ના અસહયોગ આંદોલનમાં ભાગ લીધો અને જેલમાં ચાલ્યા ગયા. 12 જુલાઈ 1922ના દિવસે તેઓ જેલમાંથી રિહા થયા. 1925માં દશેરાાના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી.

  સહગલ દાવો કરે છે કે, સંઘના સ્વયંસેવક કોંગ્રેસના આંદોલનમાં સામેલ થતાં રહ્યાં છે. સેકન્ડો સંસ્થાઓ પણ જે સ્વતંત્રતા સંગ્રામમાં કામ કરી હતી, તેમાં અભિનવ ભારત છે, હિન્દુ મહાસભા છે, આર્ય સમાજ છે... કોંગ્રેસના સત્તાધારીઓએ તે બધાને સાઈડ પર કરીને માત્ર એક નેતા અને એક દળને શ્રેય આપી દીધું. અમે કહીએ છીએ કે, કોંગ્રેસનું યોગદાન હતું, પરંતુ તે ઉપરાંત અન્યોનું પણ યોગદાન રહ્યું છે, જેમાં સંઘનું પણ છે. તેમને કહ્યું, મહાત્મા ગાંધીજીનું ખુબ જ મોટું યોગદાન રહ્યું છે. તેમના નેતૃત્વમાં જ બધુ કામ કર્યું છે.

  પત્રકાર સહગલ કહે છે, ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું ઈતિહાસ એક તરફી લખાય છે. જોકે, એક-બે ઈતિહાસકારોએ ઘણી વાતો ઠીક લખી છે. ઈતિહાસને ઠીક કરવા માટે સરકાર પાસે અમે કોઈ આશા રાખતા નથી. સંઘ સરકાર પર નિર્ભર નથી, પરંતુ અમે પોતાની તરફથી પુરાવાઓ સાથે બધા જ પુરાવાઓ સાથે તથ્ય રાખીશું.

  ડો. કેશવ રાવ બલિરામ હેડગેવાર


  સહગલે કહ્યું, મે એક પુસ્તક એક લેખના રૂપમાં લખી છે. સંઘનો હું અધિકૃત પ્રવક્તા નથી. સહગલે પોતાની પુસ્તકમાં તે પણ દાવો કર્યો છે કે, ક્રાંતિકારી રાજગુરૂ પણ સંઘના સ્વયંસેવક હતા. મહાત્મા ગાંધી 1934માં સંઘના એક કાર્યક્રમમાં વર્ધા આવ્યા હતા. સંઘના કાર્યક્રમોમાં મદન મોહન માલવીયા આવ્યા હતા, સુભાષ ચંદ્ર બોસે 1938 અથવા 1939માં નાગપુરમાં પથ સંચલન જોયું હતું.

  આઝાદી પછી યોગદાન

  આરએસએસમાં દિલ્હી પ્રાંતના પ્રચાર પ્રમુખ રાજીવ તુલી અનુસાર, આરએસએસ હંમેશા દેશ માટે કામ કરતું રહ્યું છે. તે ભલે આઝાદી પહેલા હોય અથવા કે પછી હોય. 1962 અને 1965ના યુદ્ધમાં આને મોટી ભૂમિકા ભજવી હતી. તે માટે પંડિત જવાહરલાલ નેહરૂને 1963માં 26 જાન્યુઆરીની પરેડમાં સંઘને સામેલ થવા માટે આમંત્રણ આપવું પડ્યું. માત્ર બે દિવસ પહેલા મળેલા આમંત્રણ પર 35000 સ્વયંસેવક ગણવેશમાં ઉપસ્થિત થઈ ગયા.

  તુલી અનુસાર, 1965માં સેનાની મદદ માટે દેશભરમાંથી સંઘના સ્વયંસેવક આગળ આવ્યા હતા. સ્વયંસેવકોએ સરકારી કાર્યમાં અને વિશેષ રૂપથી જવાનોની મદદમાં બધી જ તાકાત લગાવી દીધી. 1965માં પાકિસ્તાન સાથે યુદ્ધ સમયે લાલબહાદુર શાસ્ત્રીએ પણ સંઘને યાદ કર્યું.  આરએસએસની વેબસાઈટ પર દાવો કરવામાં આવ્યો છે કે, સ્વયંસેવકોએ યુદ્ધના 22 દિવસો સુધી દિલ્હીમાં વાહન વ્યવહાર અને ટ્રાફિકનું નિયંત્રણ કર્યું. ઘાયલ જવાનો માટે રક્તદાન કરનાર પણ સંઘના સ્વયંસેવક હતા. દાવો તે પણ કરવામાં આવ્યો હતો કે, 2 ઓગસ્ટ 1954ના દિવસે દાદરા નગર હવેલી પોર્ટૂગલના કબ્જામાંથી મુક્ત કરાવીને સ્વયંસેવકોએ ભારત સરકારને સૌંપી દીધું. ગોવા મુક્તિ આંદોલન અને ઈમરજન્સી હટાવવા માટે આંદોલનોમાં પણ સંઘની મોટી ભૂમિકા હોવાના દાવા કરવામાં આવ્યા છે.
  Published by:Mujahid Tunvar
  First published: