શ્રી શતચંડી મહાયજ્ઞ સાથે ઉમિયા ભક્તો માટે સવારે 9.30 કલાકે શ્રીયંત્ર મહાપુજાનું આયોજન કરાયું છે.જેમાં ઉમિયા ભક્તો પૂજા આચરણ કરી મંદિર નિર્માણ કાર્યરંભ કરાવશે
વિશ્વના સૌથી ઊંચા ભવ્યાતિ ભવ્ય મંદિરનું મહાભૂમિપૂજન 4થી માર્ચ 2019 અને શિલાન્યાસ 29 ફેબ્રુઆરી 2020ના રોજ ભવ્યાતિભવ્ય રીતે સંપન્ન થયો. હવે વિશ્વની અજાયબી સ્વરૂપ વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાનાં મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ 22 નવેમ્બર 2021ને સોમવારના રોજ થવા જઈ રહ્યો છે. જેમાં મહાયજ્ઞ, 31 હજાર દિવડાઓનો દિપોત્સવ, શોભાયાત્રા અને વ્યસન મુક્તિ બાઈક રેલીનું આયોજન કરાયું છે. સાથે જ સાંજે 5 કલાકે કાર્ય પ્રારંભ સમારોહ યોજાશે. જેમાં રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મંત્રીઓ અને સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.
શ્રી શતચંડી મહાયજ્ઞ સાથે ઉમિયા ભક્તો માટે સવારે 9.30 કલાકે શ્રીયંત્ર મહાપુજાનું આયોજન કરાયું છે.જેમાં ઉમિયા ભક્તો પૂજા આચરણ કરી મંદિર નિર્માણ કાર્યરંભ કરાવશે
જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણ ભગીરથી મા ગંગાના જળનો ઉપયોગ થાય એ હેતુથી ગંગા જળથી ભરેલાં 108 કળશનું મંદિર પરિષરમાં બપોરે 12.15 કલાકે પૂજન કરાશે. વિશેષરૂપે અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં પરિભ્રમણ કરેલાં નિધિ કળશનું વિશ્વઉમિયાધામ મંદિરમાં મહાપૂજન કરાશે.અને આ પ્રસંગે મોટી સંખ્યામાં માં ઉમા ભક્તો પણ જોડાશે
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર