હાર્દિકનો હુંકાર, 'પેટાચૂંટણીમાં આઠેય બેઠકો જીતીશું, 2022માં એક તૃતિયાંશ બહુમતથી બનશે સરકાર'

News18 Gujarati
Updated: July 12, 2020, 1:01 PM IST
હાર્દિકનો હુંકાર, 'પેટાચૂંટણીમાં આઠેય બેઠકો જીતીશું, 2022માં એક તૃતિયાંશ બહુમતથી બનશે સરકાર'
હાર્દિક પટેલ (ફાઈલ ફોટો)

2022ની ચૂંટણી અમારી ફાઇનલ મેચ છે, ગુજરાતનો સૌથી મોટો મુદ્દો બેરોજગારી છે : હાર્દિક પટેલ

  • Share this:
અમદાવાદ : કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક બન્યા બાદ હાર્દિક પટેલ સરકાર પર વરસ્યા હતા. તેમણે હૂંકાર ભરતા કહ્યું હતું કે આજે રાજ્યમાં આરોગ્ય-શિક્ષણ અને બેરોજગારીના મુદ્દે વ્યવસ્થાઓ ભરડો લઈ ગઈ છે. મને કૉંગ્રેસે જવાબદારી આપી અને મારા પર વિશ્વાસ મૂક્યો તે બદલ પાર્ટીનો આભારી છું. 2022માં રાજ્યમાં એક તૃતિયાંશ બહુમતીથી અમારી સરકાર બનશે.

પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કૉંગ્રેસ જીતશે

હાર્દિકે અધ્યક્ષ જાહેર થયા બાદ પ્રથમ પ્રેસ કૉન્ફરન્સમાં પુરા આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે 'આગામી સમયમાં રાજ્યમાં પેટાચૂંટણી આવી રહી છે. કૉંગ્રેસના નિરીક્ષકો કામે વળગી ગયા છે અને તમામ બેઠકોમાં અમારા 200-200 કાર્યકરો દોડી રહ્યા છે. આઠેય બેઠકો પર અમારો વિજય થવાનો છે. પૈસાની લાલચે જે લોકો કૉંગ્રેસ છોડીને ગયા છે તેને જનતા જવાબ આપશે. પેટાચૂંટણીના પરિણામો ચોંકાવનારા આવશે. આઠેય બેઠકો પર અમારો 15000ની લીડથી વિજય થશે.

2022ની ચૂંટણી ફાઇનલ મેચ, બનશે કૉંગ્રેસની સરકાર : હાર્દિક

હાર્દિક પટેલે હૂંકાર ભરતા જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપની સરકારથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. હવે ગુજરાતમાં ભાજપની સરકાર બનવાની નથી. પેટાચૂંટણી સેમિફાઇલ છે અને આવનારી વિધાનસભાની 2022ની ચૂંટણી ફાઇનલ મેચ છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસ એક તૃતિયાંશ બહુમતથી સરકાર બનાવશે.

આ પણ વાંચો :   હાર્દિક પટેલ : માત્ર પાંચ વર્ષમાં પાટીદાર આંદોલનકારીથી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સુધીની સફર ખેડીકૉંગ્રેસ આત્મમંથન કરશે, પોતાની ભૂલ સુધારશે

હાર્દિકે જણાવ્યું કે મેં પહેલાં પણ કહ્યું હતું જ્યાં જરૂર પડશે ત્યાં અમે આત્મમંથન કરીશું. કૉંગ્રેસને આત્મમંથન કરવાની જરૂર છે મેં અગાઉ પણ કહ્યું હતું. અમે આત્મમંથન કરીશું અને જ્યાં જરૂર પડશે ત્યાં ભૂલ સુધારીશું. કૉંગ્રેસે મારા પર વિશ્વાસ મૂક્યો છે અને પૂરી નિષ્ઠા સાથે કૉંગ્રેસમાં કામ કરીશ

આ પણ વાંચો :   સુરત : મંત્રી કાનાણીના સુપુત્ર અને LRD સુનિતા યાદવની બબાલનો Video સામે આવ્યો, લેડી સિંઘમે ભુક્કા બોલાવ્યા

હાર્દિક કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ધોષિત

કૉંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશની રાજનીતિને ચોંકાવનારો નિર્ણય કરીને 26 વર્ષના હાર્દિક પટેલને ગુજરાત કૉંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ એટલે કે કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કર્યો છે. હાર્દિક પટેલ જે અન્ય કોઈ પણ આંદોલનકારીની જેમ રાજકારણમાં નહીં જોડાઉ તેવું કહીને માત્ર પાંચ વર્ષમાં 125 વર્ષની ગ્રાન્ડ ઑલ્ડ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનવામાં સફળ રહ્યા છે. સોશિયલ મીડિયામાં ફરીથી હાર્દિકના સમર્થનનું ઘોડાપુર આવ્યું છે અને હજારોની મેદનીમાં ઘેરાયેલા હાર્દિકને લાંબા સમય પછી ધાર્યુ તીર વિંધવામાં સફળતા મળી હોવાની પ્રિતીત રાજકીય નિષ્ણાતોને થઈ રહી છે.
Published by: Jay Mishra
First published: July 12, 2020, 12:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading