રાજ્યસભાની ચૂંટણીની ગડમથલ, કોંગ્રેસ કાયદાકીય અભિપ્રાય લેશે

News18 Gujarati
Updated: June 16, 2019, 4:06 PM IST
રાજ્યસભાની ચૂંટણીની ગડમથલ, કોંગ્રેસ કાયદાકીય અભિપ્રાય લેશે
સંસદ (ફાઇલ તસવીર)

અમિત શાહ અને સ્મૃતિ ઈરાની રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકની ચૂંટણી ૫મી જુલાઇના રોજ યોજાવાની જાહેરાત

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ : ગુજરાતમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાની રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકની ચૂંટણી 5મી જુલાઇના રોજ યોજાવાની જાહેરાત ચૂંટણીપંચે કરી છે.આ ચૂંટણી અંગે કોંગ્રેસ લીગલ ઑપિનિયન મેળવશે. કોંગ્રેસના ફાળે એક બેઠક જવાની હતી પરંતુ ચૂંટણી પંચના નોટિફિકેશન બાદ વિવાદ થતા કોંગ્રેસ હવે કાયદાકીય અભિપ્રાય લેશે. કોંગ્રેસના જાણકાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ પોતાની એક બેઠક જીતવા માટે ઉમેદવારો ઊભો રાખી અને કાનુની લડત આપી શકે છે. ચૂંટણી પંચે બંને બેઠકોની ચૂંટણી માટે અલગ અલગ મતદાન રાખતા આ વિવાદ સર્જાયો છે.

ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો માટેની ચૂંટણી અંગેના ઉમેદવારી પત્રો ૨૫મી જૂન સુધીમાં ભરાશે જ્યારે 5 જુલાઈના રોજ સવારે 9 થી 4 વાગ્યા સુધી મતદાન થશે. ત્યારબાદ 5 જુલાઇના રોજ સાંજે પાંચ વાગ્યાથી મતગણતરી શરૂ થશે.

આ પણ વાંચો :  રાજ્યસભાની ચૂંટણી પહેલા જ અર્જુન મોઢવાડિયાએ સ્વીકારી કોંગ્રેસની હાર

ગુજરાતમાંથી રાજ્યસભાની અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની બંને બેઠકો ભાજપ પાસે હતી. પરંતુ 2018ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ઘટી જતાં 5 જુલાઈ રોજ યોજાનારી રાજ્યસભાની બેઠકોની પેટાચૂંટણીમાંથી ભાજપને માત્ર એક જ બેઠક મળી શકશે. જ્યારે કોંગ્રેસને પણ રાજ્યસભાની એક બેઠક મળશે.

દરમિયાન અર્જુન મોઢવાડિયાએ ચૂંટણી પહેલાં જ હાર સ્વીકારી લીધી છે. મોઢવાડિયાએ ટ્વીટ કરી અને લખ્યું હતું કે કોંગ્રેસ પાસે એક બેઠક જીતવા માટે ધારાસભ્યો હતા પરંતુ હવે ભાજપ બંને બેઠકો જીતશે કારણ કે તેમની પાસે ચૂંટણી પંચ છે. મહત્ત્વનું છે કે ચૂંટણી પંચે બંને અલગ અલગ બેઠકો પર મતદાન રાખતા તેમણે આ નિવેદન કર્યુ છે.
First published: June 16, 2019, 1:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading