Home /News /gujarat /કોંગ્રેસ 2 એપ્રિલ સુધી જાહેર કરશે ગુજરાતના ઉમેદવારોની અંતિમ યાદી

કોંગ્રેસ 2 એપ્રિલ સુધી જાહેર કરશે ગુજરાતના ઉમેદવારોની અંતિમ યાદી

પ્રતિકાત્મક તસવીર

1 એપ્રિલના રોજ દિલ્હીમાં કોંગ્રેસની મળશે સ્ક્રીનીગ કમિટીની બેઠક મળશે, સ્ક્રીનિગ કમિટી બાદ મળશે CECની બેઠક.

    પ્રણવ પટેલ, અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આગામી લોકસભાની ચૂંટણી માટે  બાકી રહેલા ૧૩ ઉમેદવાર કોંગ્રેસ 2 એપ્રિલ સુધીમાં જાહેર કરાશે. સોમવારે 1 એપ્રિલના રોજ દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રીનીગ કમિટીની બેઠક મળવાની છે. આ  સ્ક્રીનિગ કમિટીની બેઠક બાદ પાર્ટીની ઇલેક્શન કમિટી CECની બેઠક મળશે. આ  બેઠકમાં ગુજરાતના 13 ઉમેદવારો અંગે નિર્ણય લવાશે.

    પ્રાપ્ત માહિતી મુજબ એવી શક્યતા છે કે  13 પૈકી 4 ઉમેદવાર છેલ્લી ઘડીએ જાહેર કરવામાં આવે. કોંગ્રેસમાં આંતરિક અસંતોષ બહાર આવે નહીં તેથી ખૂબ જ જાળવીને ઉમેદવારોની યાદી જાહેર કરવામા આવી છે. કોંગ્રેસ પાર્ટી મંથન કરી રહી છે પોતાના 13 ઉમેદવારો જાહેર કરવા માટે. અગાઉ જે 13 ઉમેદવારો જાહેર થયા હતા તે પણ 3 તબક્કામાં જાહેર કરવામાં આવ્યા હતા. છેલ્લી ઘડીએ જાહેર થયેલા ડૉ.તુષાર ચૌધરીના નામનો પણ વિરોધ થયો હતો. ઉપરાંત જૂનાગઢમાં પૂંજા વંશના નામનો પણ વિરોધ થઈ રહ્યો છે. બાકીની 13 બેઠકોમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી, જામનગર, ભાવનગ સહિતની બેઠકો માટે કોંગ્રેસે પેનલ તૈયાર કરી છે.

    જાણકાર સૂત્રોની માહિતી મુજબ 13મી 4 સીટ એવી હશે તે ચોથી તારીખે જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્યારે 4 બેઠકો જાહેર કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે પ્રથમ યાદીમાં જ ગુજરાતની 4 બેઠકો જાહેર કરી હતી પરંતુ ત્યારબાદ ઉમેદવારો જાહેર કરવામાં પાર્ટી ગુંચવણમાં હોય તેવું જણાઈ રહ્યું છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: General election 2019, Loksabah Election 2019

    विज्ञापन
    विज्ञापन