WHATSAPP પર કોંગ્રેસ સાંભળશે અમદાવાદની સમસ્યાઓ

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 12, 2017, 10:38 AM IST
WHATSAPP પર કોંગ્રેસ સાંભળશે અમદાવાદની સમસ્યાઓ
ગુજરાતમાં પણ હવે વિધાનસભાની ચૂંટણીઓ હાથવેતમાં આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો પણ પોતાની સરકાર રચવા માટે પ્રજાની વચ્ચે પહોચી રહી છે. "કોંગ્રેસ આવે છે પ્રજાના દ્રારે" આ શ્ર્લોગન સાથે વિપક્ષ કોંગ્રેસ દ્વારા વોટ્સ અપ હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે. જેમાં કોંગ્રેસ પક્ષ પ્રજાના પ્રશ્નોની સમસ્યાઓ હલ કરવા માટે હવે બે વોટસ અપ નંબર શરૂ કરાયા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 12, 2017, 10:38 AM IST
ગુજરાતમાં પણ હવે વિધાનસભાની ચૂંટણીઓ હાથવેતમાં આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો પણ પોતાની સરકાર રચવા માટે પ્રજાની વચ્ચે પહોચી રહી છે. "કોંગ્રેસ આવે છે પ્રજાના દ્રારે" આ શ્ર્લોગન સાથે વિપક્ષ કોંગ્રેસ દ્વારા વોટ્સ અપ હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે. જેમાં કોંગ્રેસ પક્ષ પ્રજાના પ્રશ્નોની સમસ્યાઓ હલ કરવા માટે હવે બે વોટસ અપ નંબર શરૂ કરાયા છે.

amd cong help1

પ્રજાના પ્રશ્ન સાંભળવા માટે કોંગ્રેસ પક્ષ ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકો સુધી જવાનો પ્રયાસ કરશે. ચૂંટણી નજીક આવે છે. ત્યારે રાજકીય પાર્ટીઓને પ્રજાની સમસ્યાઓ યાદ આવી રહી છે. વિપક્ષ કોંગ્રેસ નેતા દિનેશ શર્માં આક્ષેપ કરે છે કે સત્તા પક્ષ સામાન્ય પ્રજાનો સમય સર પ્રશ્નોનો હલ નથી કરી રહી છે. તેથી હવે કોંગ્રેસ પક્ષ મેદાનમાં આવી છે.

અને તેથી કોંગ્રેસ પ્રજા સમક્ષ જશે અને તેમની સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરશે. તો મેયર ગૌતમ શાહે કોંગ્રેસના કાર્યના વખાણ કર્યા હતા. અને કહ્યુ હતું કે લોકશાહીમાં આ પ્રકારની કામગીરી સરહાનિય છે.


 
First published: April 11, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर