Home /News /gujarat /ગુજરાતમાં જીત્યા બાદ ધારાસભ્યો તૂટતા કોંગ્રેસ પરેશાન, આ નવી ફોર્મ્યુલા પર કામ કરશે

ગુજરાતમાં જીત્યા બાદ ધારાસભ્યો તૂટતા કોંગ્રેસ પરેશાન, આ નવી ફોર્મ્યુલા પર કામ કરશે

પક્ષપલટુંથી કંટાળી કોંગ્રેસ લાવી રહી છે નવી ફોર્મ્યુલા

કોંગ્રેસ (Congress) પોતાના ધારાસભ્યોથી નારાજ છે, જેઓ જીત્યા બાદ પક્ષ બદલી નાખે છે. કર્ણાટક, ગોવા, મધ્યપ્રદેશ અને ઉત્તર-પૂર્વના રાજ્યોની ઘટનાઓમાંથી બોધપાઠ લઈને હવે કોંગ્રેસ ગુજરાતમાં (Gujarat) નવી ફોર્મ્યુલા અપનાવી રહી છે.

  નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) પોતાના ધારાસભ્યોથી નારાજ, છે જેઓ જીત્યા બાદ પક્ષ બદલી નાખે છે. કર્ણાટક, ગોવા, મધ્યપ્રદેશ અને ઉત્તર-પૂર્વના રાજ્યોની ઘટનાઓમાંથી બોધપાઠ લઈને હવે કોંગ્રેસ ગુજરાતમાં (Gujarat) નવી ફોર્મ્યુલા અપનાવી રહી છે. પાર્ટીએ પોતાના ઉમેદવારોની પસંદગી માટે કેટલાક મુદ્દા નક્કી કર્યા છે. પક્ષ કોઈપણ કારણસર શંકાસ્પદ લાગતા લોકો પર વિશ્વાસ કરવા માંગતો નથી. પાર્ટી એવા ઉમેદવારોને ટિકિટ આપવા માંગતી નથી કે, જેઓ જીતવાની સંભાવના હોવા છતાં, કોઈ કારણસર પક્ષ બદલવાની ફરજ પડી શકે છે.

  આ પણ વાંચો: Gujarat Election 2022: રાજ્યનો એકમાત્ર જિલ્લો બોટાદ, કે જ્યાં બંને તબક્કામાં થશે મતદાન 

  પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, ટિકિટ આપતા પહેલા પાર્ટી ઉમેદવારની આર્થિક સ્થિતિનું સ્વતંત્ર મૂલ્યાંકન કરી રહી છે. પાર્ટી ઉમેદવારો તેમજ તેમના પરિવાર, પત્ની અને બાળકોની આર્થિક સ્થિતિ, તેમના વ્યવસાય વગેરેની માહિતી લઈ રહી છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, ભૂતકાળની ઘટનાઓમાંથી બોધપાઠ લઈને ગુજરાતમાં આ નવી ફોર્મ્યુલા અપનાવવામાં આવી રહી છે. આ અગાઉ ગુજરાતમાં પણ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના 77 ઉમેદવારો જીત્યા હતા, પરંતુ 2022 સુધીમાં તેના 15 ધારાસભ્યો ઘટી ગયા છે. અન્ય રાજ્યોમાં પણ ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે.

  ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ટોણો

  ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કહેવાનું શરૂ કર્યું છે કે, કોંગ્રેસને મત આપવો એટલે ભાજપને મત આપવો કારણ કે જીત્યા પછી ધારાસભ્યો ભાજપમાં જાય છે. જ્યારે કર્ણાટક, ગોવા, મધ્યપ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોના કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી છોડી દે છે અથવા ભાજપમાં જોડાય છે, ત્યારે કોંગ્રેસ વારંવાર આરોપ લગાવે છે કે તેમને ED અને ITનો ડર બતાવીને કોંગ્રેસ છોડવા માટે મજબૂર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પક્ષ દ્વારા સ્ક્રિનિંગમાં ઉમેદવારોના આર્થિક અને ગુનાહિત રેકોર્ડ અને તેમના પરિવારના વ્યવસાયમાંથી થતી આવકને જોયા બાદ જ ટિકિટ આપવામાં આવશે. ગુજરાતમાં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે અને પરિણામ 8 ડિસેમ્બરે આવશે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Gujarat Assembly, Gujarat Elections, ગુજરાત કોંગ્રેસ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन