કોંગ્રેસનો આક્ષેપ, 'લાલચમાં ન આવે તેવા અમારા ધારાસભ્યોને BJPએ હવે ધાક-ધમકી શરૂ કરી'


Updated: June 12, 2020, 8:42 PM IST
કોંગ્રેસનો આક્ષેપ, 'લાલચમાં ન આવે તેવા અમારા ધારાસભ્યોને BJPએ હવે ધાક-ધમકી શરૂ કરી'
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા

કોંગ્રેસના ધારાસભ્યોને સત્તાની લાલચ, દબાણ અને બ્લેકમેઈલીંગ કરવામાં આવે અને તો પણ ના ઝુકે તો BJP સત્તાના જોરે તેમને ડરાવવાનો - ધમકાવવાનો પ્રયત્ન કરી રહી છે

  • Share this:
અમદાવાદ : કોંગ્રેસના ધારાસભ્યોને સત્તાની લાલચ, દબાણ અને બ્લેકમેઈલીંગ કરવામાં આવે અને તો પણ ના ઝુકે તો BJP સત્તાના જોરે તેમને ડરાવવાનો - ધમકાવવાનો પ્રયત્ન કરી રહી છે. ઉનાના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય પુંજાભાઈ વંશને રાજ્યની ભાજપ સરકાર પોલીસ મારફતે હેરાનગતી કરી રહી છે.

પ્રદેશ કોંગ્રેસ અમિત ચાવડા પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતુ કે, ઉનામાં ૨૯ મે ૨૦૨૦ના રોજ નગરપાલિકામાં સામસામે લડેલા જૂથો વચ્ચે ઝઘડો થાય છે અને તે બનાવનો FIRમાં ક્યાંય નામ કે ઉલ્લેખ ના હોવા છતાં ૫ જુન ૨૦૨૦ના રોજ સ્થાનિક ધારાસભ્ય પુંજાભાઈ વંશને તપાસ માટે સમન્સ મોકલવામાં આવે છે. જેમાં ૮ જુન ૨૦૨૦ ના રોજ ૧૧:૦૦ કલાકે હાજર થવા જણાવવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે, પોલીસ દ્વારા સવારે ૧૧:૦૦ થી સાંજના ૦૬:૩૦ સુધી પુછપરછ કરવામાં આવી, તે જ દિવસે ફરીથી પુંજાભાઈ વંશને પુછપરછ અધુરી રહી હોવાનું જણાવી ૦૯ જુનના રોજ પુછપરછ માટે આવવાનું બીજું સમન્સ આપવામાં આવ્યું, તેમાં પણ સતત ૪ કલાક સુધી પુંજાભાઈની પૂછપરછ કરવામાં આવી, ત્યારબાદ સંપૂર્ણ પૂછરપછ થઇ ચુકી હોવાનું અને તેમના જવાબોથી સંતુષ્ટ હોવાનું મૌખિક રીતે જણાવ્યા બાદ પણ, ફરીથી ૧૦ જુનના રોજ ત્રીજું સમન્સ ઈશ્યુ કરી ૧૧ જુનના રોજ તેમને પૂછપરછ માટે આવવાનું કહેવામાં આવે છે.

બે સમન્સમાં લાંબી પૂછરપછ, તેમાં સંપૂર્ણ સવાલોના જવાબ આપ્યા, પોલીસ પણ તેમના જવાબોથી સંતુષ્ટ હોવા છતાં ત્રીજું સમન્સ ઈશ્યુ કરવામાં આવતા પુંજાભાઈ વંશે લેખિતમાં રાજ્યસભાની ચૂંટણીના અનુસંધાને ૧૯ તારીખ સુધી આ પૂછપરછથી મુક્તિ આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી, તેમ છતાં ૧૧ જુનના રોજ નવેસરથી સમન્સ ઈશ્યુ કરવામાં આવે છે કે, ૧૧ તારીખે સમન્સ ઈશ્યુ કરી ૧૨ તારીખે સાંજ ૦૪:૦૦ કલાકે પોલીસ સ્ટેશન ઉપસ્થિત થવાનું કહેવામાં આવ્યું.

૪ ટર્મના ધારાસભ્ય, કોળી સમાજના મોટા આગેવાન, ૩૦ વર્ષથી જેઓ જાહેર જીવનમાં સક્રિય પુંજાભાઈ વંશનું FIRમાં નામ નથી, ફરીયાદી દ્વારા કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, કાવતરું કરનારની ધરપકડ થઇ ચુકી છે તેમ છતાં તેમને વારંવાર પુછપરછ માટે બોલાવવામાં કેમ આવે છે? પોલીસ પુંજાભાઈ પાસેથી શું કઢાવવા માંગે છે એ સમજાતું નથી.

પોલીસ વિભાગ સરકારના રાજકીય એજન્ડાનો હાથો ના બને, ખોટી રીતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને હેરાન કરવાના પ્રયત્નો સામે કોંગ્રેસ પક્ષ ચૂંટણી પંચ સમક્ષ જશે, ન્યાયાલયના દ્વાર પણ ખખડાવશે તેમજ જનતાની અદાલતમાં જઈને પણ બિનલોકશાહી ઢબની ભાજપ સરકારની નીતિ રીતી સામે લડાઈ લડવામાં આવશે.
First published: June 12, 2020, 8:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading