Home /News /gujarat /

કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર શું પાર્ટીથી નારાજ છે? ટ્વિટ કરી વ્યક્ત કરી આવી લાગણી

કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર શું પાર્ટીથી નારાજ છે? ટ્વિટ કરી વ્યક્ત કરી આવી લાગણી

કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર દ્વારા પહેલા કોંગ્રેસ મીડિયા ગ્રુપમાં સુચક ટિપ્પણી સાથે લખાણ કરાયું હતું

Gujarat Congress : કોંગ્રેસ પાર્ટીમાં (Congress Party)એક સાધે ત્યાં તેર તૂટે તેવી હાલત થઇ છે

અમદાવાદ : કોંગ્રેસ પાર્ટીમાં (Congress Party)એક સાધે ત્યાં તેર તૂટે તેવી હાલત થઇ છે. એક તરફ કોંગ્રેસ (Congress)સંગઠનને મજબૂત કરવા કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા (Raghu Sharma)ભાર મુકી રહ્યા છે. સંગઠન મજબુત કરવા માટે કોંગ્રસ નેતાઓ સાથે વન ટુ વન મુલાકાત કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારના (Jayraj Singh Parmar)એક ટ્વિટથી કોંગ્રેસમાં નારાજગીનો સૂર ઉભો થયો છે.

કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર દ્વારા પહેલા કોંગ્રેસ મીડિયા ગ્રુપમાં સુચક ટિપ્પણી સાથે લખાણ કરાયું હતું. ત્યાર બાદ જયરાજસિંહ પરમાર દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરી જયરાજસિંહ પરમારે લખ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી હંમેશા એમ.એલ.એ. અને એમ.પી. સેન્ટ્રીક પાર્ટી છે. કોંગ્રેસમાં સંગઠનના લોકો ક્યાંય હોતા જ નથી, પછી સંગઠનનું મહત્વ ક્યાંથી વધે? આ ટ્વિટ પોસ્ટ થતા જ અન્ય કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ દ્વારા જયરાજસિંહ પરમારના ટ્વિટનું સમર્થન કરવામાં આવ્યું હતું.

જયરાજસિંહ પરમારના ટ્વિટ પર કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે રિટ્વિટ કરી લખ્યું હતુ કે મને ભયંકર ડર લાગી રહ્યો કે કઇ એવુ ન બને કે ખરા સમયે સાચા કોંગ્રેસી યોદ્ધાઓ ઘરે ન બેસી જાય. બોટાદની જીલ્લા પંચાયતની ચુંટણીમા તમામ ફોર્મ રદ થયા કોણ જવાબદાર ? તેમ છતા પક્ષમાં કોઇ ગંભીર ચર્ચા જ નહી કોઇ ચિંતન નહીં, માનનીય પ્રમુખશ્રી/ પ્રભારી સહીતને કાગળ પર ધ્યાન દોર્યું છે.

આ પણ વાંચો - Vibrant Gujarat Summit 2022 ફરી યોજાશે! PM Modi વાયબ્રન્ટને ખુલ્લુ મુકશે

કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારના (Jayraj Singh Parmar)એક ટ્વિટથી કોંગ્રેસમાં નારાજગીનો સૂર ઉભો થયો છે


જયરાજસિંહ પરમારના ટ્વિટ પર જવાબ લેવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેઓ મીડિયા સમક્ષ તેમનું નિવેદન આપવા તૈયાર ન હતા. તેઓ કહી રહ્યા હતા કે મારી લાગણી ટ્વિટના માધ્યમથી જાહેર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકી છે. કોંગ્રેસના બે પ્રવક્તા જયરાજસિંહ પરમાર અને મનહર પટેલના ટ્વિટ પર કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને પ્રદેશ કક્ષાએ નક્કી કરાયું છે કે ધારાસભ્ય કે સાંસદ, ચૂંટણી લડવા વાળા વ્યક્તિ સંગઠન સ્થાન અપાશે નહીં. વધુ માહિતી જયરાજસિંહ પરમાર સાથે વાત કરી કહીશું.

લલિત કગથરાએ જણાવ્યું હતું કે સંગઠનમાં આજે પ્રમુખ જગદીશ ઠાકોર કોઇ ધારાસભ્ય કે સંસદ સભ્ય નથી છતા સંગઠનમાં મોટા હોદ્દાઓ પર છે.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા હાલ અમદાવાદ પ્રવાસે છે. તે સમયે જ જયરાજસિંહ પરમારના ટ્વિટે કોંગ્રેસમાં ચાલતા વિવાદના મધપૂડાને છંછેળીયો હોત તેમ લાગે છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Jayrajsinh Parmar, Raghu Sharma, કોંગ્રેસ

આગામી સમાચાર