ગાંધીનગર : ગુજરાત સરકારના (Gujarat Government)ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન (Gujarat Adijati Vikas Corporation)દ્વારા જાહેર માધ્યમ દ્વારા અપાયેલા જાહેર ખબર પર કોંગ્રેસે (Congress)સવાલ ઉઠાવ્યો છે. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની જાહેરાતમાં આદિજાતિ ‘ઇસમો’વિવિધ સહાય યોજના જાહેરાત અપાઇ છે.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો મનિષ દોશીએ પત્રકાર પરિષદ કરતા જણાવ્યું હતું કે આદિવાસી સમાજનું હળહળતું અપમાન કરનાર ભાજપા શાસકનું વધુ એક કૃત્ય છે. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન - ગુજરાત સરકારની જાહેરાતમાં આદિવાસી સમાજ માટે ‘ઇસમો’ અપમાન જનક શબ્દનો ઉલ્લેખ કર્યો છે. ભાજપ સરકારે હર હંમેશા આદિવાસી સમાજનું અપમાન કર્યું છે. ગુજરાતની ભાજપ સરકાર આદિજાતિના નાગરિકોને સન્માન ન આપીને આદિવાસી સમાજની સંસ્કૃતિ-ઓળખને નાશ કરવાનું ભાજપાનું સુનિયોજીત કાવતરું વધુ એકવાર ખુલ્લુ પડ્યુ હતું. વનબંધુ - વનવાસીના નામે આદિવાસી સમાજની ઓળખ ભૂંસવાનું ભાજપ સરકાર લાંબા સમયથી કરી રહી છે.
વધુમાં ડો દોશીએ જણાવ્યું હતુ કે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની જાહેરાતમાં આદિજાતિ નાગરિકોના અપમાન જનક શબ્દ માટે તાત્કાલિક પગલા ભરવા જોઈએ અને ભાજપ સરકાર માફી માંગવી જોઇએ. અંબાજીથી ઉમરગામ આદિવાસી સમાજના બાળકોના શિક્ષણને અધિકાર છીનવવામાં આવ્યા છે. આદિવાસી સમાજના બાળકો સૌથી વધુ કુપોષીત, મહિલાઓ પણ મોટા પાયે કુપોષણનો ભોગ બની રહી છે.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો મનિષ દોશીએ કહ્યું હતું કે મધ્યાહન ભોજના યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર, સંજીવની દુધ યોજના લાંબા સમયથી બંધ હોવાથી આદિવાસી સમાજના બાળકોને મોટી મુશ્કેલી પડી છે. મનરેગા યોજનાના નામે આદિવાસી વિસ્તારમાં મોટા પાયે ગેરરીતિ કરીને રોજગારનો અધિકાર છીનવવામાં આવી રહ્યો છે.
વનબંધુ યોજનાના નામે કરોડો રૂપિયા ભાજપાના નેતાઓ-મળતીયાઓ સગેવગે કરી રહ્યાં છે. જંગલની જમીનના અધિકાર આપવામાં ભાજપા સરકારે આદિવાસી સમાજને લાંબા સમય સુધી અન્યાય કર્યો છે. આદિવાસી -આદિજાતી કલ્યાણના સબપ્લાનના નાણાં અન્ય જગ્યાએ - અન્ય હેતુ માટે ખર્ચીને આદિવાસી પરિવારોને અનેક યોજનાથી વંચિત રાખ્યા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર