ધરમપુરમાં રાહુલનો ટંકારઃ 'હું મારા નહીં, તમારા મનની વાત સાંભળીશ'

News18 Gujarati
Updated: February 14, 2019, 4:10 PM IST
ધરમપુરમાં રાહુલનો ટંકારઃ 'હું મારા નહીં, તમારા મનની વાત સાંભળીશ'
ધરમપુરમાં રાહુલ ગાંધીનું પાઘડી પહેરાવી સ્વાગત કરાયું

  • Share this:
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ધરમપુરથી ગુજરાતમાં લોકસભા ચૂંટણીનાં પ્રચારનું બ્યુગલ ફૂંકશે. રાહુલ ગાંધી આજે ગુરૂવારે ધરમપુર તાલુકાના લાલડુંગરી ખાતે 'જન આક્રોશ રેલી'ને સંબોધન કર્યું હતું. ત્યારબાદ રાહુલે કહ્યું કે ગુજરાતની જનતાએ મને આવકાર્યો છે, મારો આદર કર્યું છે, આથી હું પણ ગુજરાતની જનતાને દિલથી પ્રેમ કરું છું, હું ગુજરાત માટે કામ કરવા ઇચ્છું છું, તમે જ્યારે બોલાવશો હું આવીશ.

રાહુલ ગાંધી જ્યારે સંબોધન કરવા આવ્યા તો રાહુલ ગાંધી...રાહુલ ગાંધીના નારા લાગ્યા હતા. પોતાના ભાષણની શરૂઆતથી જ રાહુલે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે પહેલા શાયરી બોલી જેમાં ચોકીદાર ચોર હોવાનું કહ્યું. ત્યારબાદ રાહુલે રાફેલ ડીલને લઇને થયેલા ખુલાસાઓ અંગે વાત કરી હતી.

લોકસભામાં  મોદી આંખ ન મીલાવી શક્યા

રાહુલે કહ્યું કે મોદીજી જ્યારે લોકસભામાં ભાષણ કરે છે તો મારી આંખમાં આંખ નથી મીલાવતા. મારા સવાલોનો જવાબ નથી આપતા. રાહુલે કહ્યું કે રાફેલ મામલે દેશની જનતા જાણે છે કે ચોકીદાર કોણ છે.

રાહુલ ગાંધીએ નીરવ મોદી, વિજય માલ્યાનો ઉલ્લેખ કરીને કહ્યું કે વડાપ્રધાન મોદીએ ખેડૂતોના દેણા માફ કરવાને બદલે ભાગેડુંઓના દેણું માફ કર્યું છે. આ એક બીજા પ્રકારની ચોરી છે.

અમે 10 કલાકમાં ખેડૂતોના દેવા માફ કર્યા

રાહુલે કહ્યું કે ગુજરાતની ચૂંટણી વખતે અમે તમને વાયદો કર્યો હતો કે ખેડૂતોનું દેવું માફ થશે, અમે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કરેલો વાયદો પૂર્ણ કર્યો. રાહુલે કહ્યું કે ભારત માલા અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટનો વિરોધ નથી પરંતુ આદિવાસીઓ સાથે થતા અન્યાયનો વિરોધ કરીએ છીએ.

નોટબંધી મુદ્દે રાહુલના આકરા પ્રહાર

નોટબંધી મુદ્દા અંગે પણ રાહુલ ગાંધીએ વાત કરી, રાહુલે કહ્યું કે નરેન્દ્ર મોદીએ રાતે 8 વાગ્યે અચાનક 500ની અને 1000ની નોટ બંધ કરવાનો નિર્ણય કર્યો. રાહુલે કહ્યું કે હું તમને પૂછું છું કે તડકામાં લાઇનમાં નાના વેપારીઓ અને તમે ઉભા રહ્યાં પરંતુ તમે મોટા બિઝનેસમેનોને લાઇનમાં ઉભા રહેતા જોયા ? વધુમાં રાહુલે કહ્યું કે નોટબંધી બાદ જીએસટી કાયદો લગાવ્યો, હું આ કાયદાને ગબ્બર સિંઘ કાયદો ગણાવું છું. તો રાહુલે અમિત શાહની બેંકમાં 700 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આરોપ લગાવ્યો.

કોંગ્રેસનો નવો વાયદો, 'ગેરંટી ઇનકમ'

રાહુલ ગાંધીએ કહ્યું કે 'લોકસભામાં વડાપ્રધાન મોદીએ ખેડૂતોના ખાતામાં રોજના 17 રૂપિયા નાખવાની જાહેરાત કરી ગરીબોની મજાક કરી છે, પરંતુ હું વાયદો કરું છું કે અમે છેલ્લા ત્રણ મહિનાથી એક પ્રોજેક્ટ પર કામ કરીએ છીએ, આ પ્રોજેક્ટનું નામ છે ગેરંટી ઇનકમ કોન્સેપ્ટ, આ કોન્સેપ્ટથી ગરીબોના ખાતામાં ગેરંટી ઇનકમ જમા થશે. આ વાયદો મોદી જેવો નથી, અમે મજાક નહીં કરીએ. ગરીબોના ખાતામાં ધડાકથી પૈસા જમા થઇ જશે'
First published: February 14, 2019, 3:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading