કોંગ્રેસના મોદી પર ચાબખા, VIDEO પોસ્ટ કરી પૂછ્યું, 'ક્યા હુઆ તેરા વાદા'

kiran mehta
Updated: July 20, 2018, 3:09 PM IST
કોંગ્રેસના મોદી પર ચાબખા, VIDEO પોસ્ટ કરી પૂછ્યું, 'ક્યા હુઆ તેરા વાદા'

  • Share this:
લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ વચ્ચે કોંગ્રેસે ફેસબૂક પર એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહના ભાષણોની ક્લિપ છે. 1 મિનીટ 8 સેકન્ડના આ વીડિયોમાં કોંગ્રેસે દુશ્મન ફિલ્મમાં રાજેશ ખન્ના પર નિર્દેશવામાં આવેલા ગીતનો અવાજ પણ મુક્યો છે.

વીડિયોની શરૂઆત પીએમ મોદીના એક ભાષણથી થાય છે, જેમાં પીએમ કહેતા દેખાય છે કે, હિન્દુસ્તાનના એક-એક વ્યક્તિને 15-20 લાખ મળી જશે. ત્યારબાદ અમિત શાહની ક્લિપ છે, જેમાં આજ ભાષણ સાથે જોડાયેલુ નિવેદન દેખાય છે. શાહ કહી રહ્યા છે કે, 'યહ જુમલા હૈ. કોઈના એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા એમ જ ન જાય, તે તેમને પણ ખબર છે, તમને પણ ખબર છે અને દેશની પ્રજાને પણ ખબર છે. '

ક્યા હુઆ તેરા વાદા નામથી જાહેર કરવામાં આવેલા આ વીડિયોમાં પ્રધાનમંત્રી તરફથી હમણાં જ જાહેર કરવામાં આવેલ ફિટનેસ વીડિયોની પણ ક્લીપ લગાવવામાં આવી છે. આ વીડિયોમાં 'વાદા તેરા વાદા' ગીત લગાવવામાં આવ્યું છે.

First published: July 20, 2018, 2:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading