Home /News /gujarat /ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ-NCP વચ્ચે ત્રણ બેઠકો માટે 'હમ સાથ સાથ હૈ'

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ-NCP વચ્ચે ત્રણ બેઠકો માટે 'હમ સાથ સાથ હૈ'

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપીનું હમ સાથ સાથ હૈ

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની રાજનીતિને લઈને મોટા સમાચાર આવ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થયું છે. આ માટે બંને પક્ષોના રાજ્ય એકમના પ્રમુખો જગદીશ ઠાકોર અને જયંત બોસ્કીએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થયું છે. જગદીશ ઠાકોર અને જયંત બોસ્કી વચ્ચેની બેઠક સફળ સાબિત થઈ છે. બંને પક્ષો વચ્ચે ત્રણ બેઠક માટે ગઠબંધન થયું છે. જેમાં ઉમરેઠ, દેવગઢ બારિયા અને નરોડા બેઠકોનો સમાવેશ થાય છે.

    કોંગ્રેસ અને એનસીપીના આ ગઠબંધનથી ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારિયાની બેઠકો એનસીપીને ફાળવતા ગોંડલથી રેશ્મા પટેલ અને કુતિયાણાથી કાંધલ જાડેજાની દાવેદારી પર પ્રશ્નાર્થ ઉઠ્યો છે. ગઠબંધનની જાહેરાત કરતાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ફક્તા આ ત્રણ બેઠકો માટે જ બંને પક્ષો વચ્ચે ગઠબંધન સધાયું છે.


    મહત્વનું છે કે આ પહેલા ન્યુઝ 18 ગુજરાતીના 17 ઓક્ટોબરના અહેવાલમાં આ અંગે જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. જે અંગે બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓ રઘુ શર્મા, જયંત બોસ્કી, નિકુલસિંહ તોમર વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈના અહેવાલ સાંપડ્યા હતા.

    તે સમયે ગઠબંધનની શક્યતાઓ વિશે વાત કરતાં જયંત બોસ્કીએ જણાવ્યું હતું કે, આવતીકાલે બેઠકો અંગે ફોડ પાડીશું. એટલું કહી શકુ છુ કે નિકુલસિંહ ભાવી ધારાસભ્ય છે. પ્રચારની વાત કરતાં તેમણે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે, સુપ્રિયા સુળે પ્રચાર કરવા આવશે. નોંધનીય છે કે, આજે રાતે અશોક ગહેલોત સાથે મળનારી બેઠક બાદ જ કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધન અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Congress Gujarat, Gujarat Assembly Election 2022, NCP

    विज्ञापन
    विज्ञापन