જૂનાગઢનાં MLA ભીખા જોષીનો આક્ષેપ, 'મારૂં રાજકારણ ખતમ કરવાનો પ્રયાસ

News18 Gujarati
Updated: July 7, 2019, 12:25 PM IST
જૂનાગઢનાં MLA ભીખા જોષીનો આક્ષેપ, 'મારૂં રાજકારણ ખતમ કરવાનો પ્રયાસ
ભીખા જોષીએ પોતાની જ પાર્ટી પર આક્ષેપો કરતા ખળભળાટ

ભીખા દલા જોષીએ જણાવ્યું કે ભાજપે મને 25 કરોડ રૂપિયા અને મંત્રીપદની ઑફર કરી હતી તેમ છતાં મેં પાર્ટી ન છોડી, મારા રાજકારણને ખતમ કરવાનો પ્રયાસ કરાયો છે.

  • Share this:
હરિન માત્રાવાડિયા, જૂનાગઢ : જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીના મુદ્દે કોંગ્રેસમાં ભડકો થયો છે. પાર્ટીથી નારાજ શહેર પ્રમુખ વિનુ અમીપરાએ રાજીનામુ ધરી દીધું હતું. આ ઘટના બાદ જૂનાગઢના ધારાસભ્ય ભીખા જોષીની નારાજગી પણ સામે આવી હતી. પોતાના સમર્થકોના સ્થાને વિરોધીઓને કોર્પોરેશનની ટિકીટ ન મળી હોવાના આક્ષેપ સાથે ભીખા જોષીએ દુ:ખ વ્યક્ત કર્યુ હતું. કોંગ્રેસથી નારાજ ભીખા જોષીએ ન્યૂઝ 18 સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે મેં કોંગ્રેસ સાથેની વફાદારી ક્યારેય છોડી નથી. મને ભાજપ દ્વારા 25 કરોડ રૂપિયા અને મંત્રીપદની ઑફર અપાઈ હતી તેમ છતાં મેં કોંગ્રેસ છોડી નહીં પરંતુ હવે મારા રાજકારણને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ન્યૂઝ 18 સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં ભીખા જોષીએ જણાવ્યું, “ ધારાસભ્ય તરીકે ચૂંટાણા પછી મેં પ્રદેશ સાથે દલીલ કરી શહેર પ્રમુખ કરીકે વિનુ અમીપરાને નીમાયા હતા. અમારો પ્રયાસ હતો કે જૂનાગઢમાં કોર્પોરેશનની ચૂંટણી જીતીશું. વિધાનસભામાં મને જીતાડવા જેમણે દિવસ રાત જેણે દિવસ રાત મહેનત કરી તેવા કાર્યકરોની ટિકીટ કાપી અને મને હરાવા નીકળેલા લોકોને ટિકિટ આપી છે. નિરીક્ષકો મારી પાસે આવ્યા અને મારી સાથે ચર્ચા કરી અને આ તમામની ટિકીટ ફાઇનલ છે તેવું કહ્યું, મેયર પદ મને ફોર્મ ભરવું. તેમ છતાં અમારા તમામની ટિકીટ કપાણી છે. ”

આ પણ વાંચો : 24 કલાકમાં રાજ્યનાં 21 જિલ્લામાં વરસાદ, કપરાડામાં 8.15 ઇંચ

મારૂ રાજકારણ ખતમ કરવાનો ગેમ પ્લાન
ભીખા જોષીએ જણાવ્યું હું 50 હજાર રૂપિયા લઈ અને જૂનાગઢ આવ્યો હતો. ભાજપે 25 કરોડ રૂપિયા અને કેબિનેટ મંત્રી પદની ઑફર કરી હતી તેમ છતાં મેં આ પ્રજા અને પાર્ટીનો સાથ ન છોડ્યો. મને એવું લાગે છે કે પાર્ટીના અમુક વિઘ્ન સંતોષી નેતા મને જૂનાગઢ લડાવા માંગતા નહોતા. અહેમદ પટેલ અને ગૌરાંગ પંડ્યા જેવા નેતાઓએ મને ધારાસભ્ય તરીકે જીતાડ્યો. 1995માં અહેમદ પટેલે મારી પસંદગી કરી હતી. જવાહર ચાવડાને હરાવા માટે મેં મારો કેન્ડિડેટ મૂક્યો હતો પરંતુ પાર્ટીએ મને ટિકીટ ન આપી.'

કોંગ્રેસને હરાવા મારી અવગણા થાય તેનું દુ:ખશહેર પ્રમુખ વિનુ અમીપરાએ શહેર પ્રમુખ તરીકે શરૂ રહેશે તો પાર્ટીને ફાયદો થશે પરંતુ પાર્ટી અવગણના કરી શકે છે. મેં મારી કરણીના આધારે રાજકારણ કર્યુ છું, હું ક્યારેય ભીખારી બન્યો નથી. મને પ્રજાએ 1995માં ધારાસભ્ય બનાવ્યો હતો. હું સત્તા લક્ષી નથી હું જૂનાગઢની પ્રજાનો વિશ્વાસઘાત ન કરી શકું એટલે રાજીનામું નહીં આપુું.
First published: July 7, 2019, 11:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading