Home /News /gujarat /ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ફરી તૂટી શકે કોંગ્રેસ, ભાજપમાં ફરી જોડાઇ શકે અશ્વિન કોટવાલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ફરી તૂટી શકે કોંગ્રેસ, ભાજપમાં ફરી જોડાઇ શકે અશ્વિન કોટવાલ

અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઇ શકે

Congress Break Again: કોટવાલની ગઇકાલનાં કોંગ્રેસની આદિવાસી સંમેલનમાં ગેરહાજરી હતી. આદિવાસી આરક્ષિત બેઠકનાં MLA હોવાં છતાં તેઓ ગેરહાજર હતાં જેમની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી.

ખેડબ્રહ્મા:  ચૂંટણી પહેલાં ગુજરાત રાજકારણનાં મોટા સમચાાર સામે આવી રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ તૂટી શકે છે. હાલમાં ભાજપ પ્રદેશ ભાજપની નજર સાબરકાંઠાની સહકારી સંસ્થાઓ પર હોય તેમ લાગી રહ્યું છે. 2022માં ભાજપનું મિશન ઉત્તર ગુજરાત છે.

કોંગ્રેસ MLA અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઇ શકે તેવી વાતો છે. તેઓ સાબરકાંઠાની ખેડબ્રહ્મા-ST બેઠકનાં કોંગ્રેસ MLA છે. કોટવાલ આદીવાસી બેઠકનાં આરક્ષિત નેતા છે. ઉત્તર ગુજરાતની 26 બેઠકો કબજે કરવ ભાજપની નજર છે.

આ પણ વાંચો-હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, જાણી લો 27 માર્ચથી 7 એપ્રિલમાં કેવી પડશે ગરમી

ગતરોજ કોટવાલની ગઇકાલનાં કોંગ્રેસની આદિવાસી સંમેલનમાં ગેરહાજરી હતી. આદિવાસી આરક્ષિત બેઠકનાં MLA હોવાં છતાં તેઓ ગેરહાજર હતાં જેમની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. હાલમાં કોટવાલની કોંગ્રેસ સાથે નારાજગીનો લાભ ભાજપ ઉઠાવે તેવી વાતો છે.



અરવલ્લી જીલ્લાનાં અનિલ જોષિયારાનું નિધન થતાં હાલમાં કોંગ્રેસની પકડ ઉત્તર ગુજરાત પર ઢીલી પડી રહી છે. સાબર ડેરી, માર્કેટ યાર્ડ સહિતની સંસ્થાઓનાં ડિરેક્ટર પણ જોડાઇ શકે તેવી વાતો છે.

ઉત્તર પ્રદેશમાં ભાજપની રણનીતિનો ગુજરાતમાં અમલ કરવાં કવાયત ચાલી રહી છે. સહકારી નેતાઓનાં ભાજપમાં પ્રવેશથી કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે.
First published:

Tags: Congress Break, Gujara News, Gujarat Assembly Elections 2022, Gujarat Samachar