Home /News /gujarat /કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના માતાનું નિધન, ટ્વિટ કરીને જાણકારી આપી

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના માતાનું નિધન, ટ્વિટ કરીને જાણકારી આપી

કોરોનાના કારણે શકિતસિંહ ગોહિલે શોકાંજલી માટે રૂબરૂના પધારવા વિનંતી કરી

કોરોનાના કારણે શકિતસિંહ ગોહિલે શોકાંજલી માટે રૂબરૂના પધારવા વિનંતી કરી

  ગાંધીનગર: બિહાર કોંગ્રેસના પ્રભારી અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શકિતસિંહ ગોહિલના માતા રાજેન્દ્રકુમારીબા હરિશ્ચંદ્રસિંહ ગોહિલનું આજે અવસાન થયું છે. આ અંગે શક્તિસિંહ ગોહિલે પોતાના ટ્વિટર પર ટ્વિટ કરીને માહિતી આપી હતી. કોરોનાના કારણે તેમણે શોકાંજલી માટે રૂબરૂના પધારવા વિનંતી કરી છે.

  શક્તિસિંહ ગોહીલે ટ્વિટ કર્યું હતું કે મારા જીવનમા કદી નહીં પુરી શકાય તેવી ખોટ પડી છે. મારા માતુશ્રીનું આજે અવસાન થયેલ છે. મારા શુભચિંતકોની સંવેદના અમારા પરિવારની સાથે જ હોય તેનો મને પૂરો વિશ્વાસ છે. હાલ જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે શોકાંજલી માટે રૂબરૂના પધારવા વિનંતી છે.

  આ પણ વાંચો - દિલ્હી BJPના અધ્યક્ષ પદેથી મનોજ તિવારીને હટાવ્યા, પાર્ટીએ આદેશ ગુપ્તાની વરણી કરી  શક્તિસિંહની માતાના નિધન પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ, ગુજરાતના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ટ્વિટ કરીને સાંત્વના પાઠવી છે.
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन