Home /News /gujarat /Gujarat Assembly: વિપક્ષ નેતા મામલે અસમંજસ વચ્ચે કોંગ્રેસી નેતા અમિત ચાવડા વિપક્ષના નેતા તરીકે પદગ્રહણ કરશે

Gujarat Assembly: વિપક્ષ નેતા મામલે અસમંજસ વચ્ચે કોંગ્રેસી નેતા અમિત ચાવડા વિપક્ષના નેતા તરીકે પદગ્રહણ કરશે

ફાઇલ તસવીર

Gujarat Assembly: કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભા કોંગ્રેસ પક્ષ દળના નેતા તરીકે અમિત ચાવડા અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારની પસંદગી કરવામાં આવી છે. ત્યારે વિપક્ષ નેતા પદ સત્તાવાર મળશે કે નહી તે અંગે હજુ પણ અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. વિપક્ષ નેતા પદ પર અસમંજસ વચ્ચે કોંગ્રેસ દળના નેતા પદ તરીકે અમિત ચાવડા પદગ્રહણ કરશે 

વધુ જુઓ ...
અમદાવાદઃ કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભા કોંગ્રેસ પક્ષ દળના નેતા તરીકે અમિત ચાવડા અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારની પસંદગી કરવામાં આવી છે. ત્યારે વિપક્ષ નેતા પદ સત્તાવાર મળશે કે નહી તે અંગે હજુ પણ અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આગામી બુધવારના રોજ કોંગ્રસ પક્ષ દળના નેતા તરીકે અમિત ચાવડા પદગ્રહણ કરશે. પરંતુ હજુ વિપક્ષના નેતા તરીકેની પસંદગી કરવામાં અસમંજસની સ્થિતિ પેદા થઈ છે. સરકાર આપશે કે નહી તે અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ થઇ નથી.

ભાજપ માનસિકતા બદલેઃ કોંગ્રેસ


કોંગ્રસ પ્રવક્તા ડો. અમિત નાયકે જણાવ્યુ હતું કે, ‘કોંગ્રસ પક્ષ સરકારી ગાડી, સરકારી ઓફિસર કે સરકારી બંગલાના મહોતાજ નથી. પ્રજાએ કોંગ્રેસને વિપક્ષમાં બેસવાનો મેન્ટેડ આપ્યો છે. વિપક્ષ તરીકે કોંગ્રેસ પોતાની ફરજ નિભાવશે. અમારું કામ વિપક્ષનું છે તે કોંગ્રેસ પક્ષ કરતી રહેશે. લોકશાહીમાં વિપક્ષ હોવો જરૂરી છે. હાલ ભાજપની માનસિકતા બહાર કે ઓછી બેઠક છે એટલે પદ આપવું કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. કોંગ્રેસ પક્ષ જનતા મુદાઓ ઉઠાવશે. ભૂતકાળમાં ભાજપને ઓછી બેઠક હોવા છતાં વિપક્ષનું પદ આપ્યું છે અને લોકશાહી જીવંત રાખી છે. પરંતુ હાલ ભાજપની માનસિકતા પર સવાલ ઉભો થઇ રહ્યો છે કે, તેઓ લોકશાહી બચાવવા માંગે છે કે નહીં!’

આ પણ વાંચોઃ આ ગુજરાતી છોકરો ‘ઘોડે પે સવાર’નું મેલ વર્ઝન ગાઈને છવાઈ ગયો

કોંગ્રેસની વિપક્ષમાં બેસવાની સ્થિતિ પણ નહીંઃ ભાજપ


ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ આ અંગે જણાવ્યુ હતુ કે, ‘કોગ્રેસ પક્ષે દુખી કે પેનિક થવાની જરૂર નથી. હજુ સુધી ભાજપ સરકાર તરફથી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. વિધાનસભા અધ્યક્ષ કે વિધાનસભા દંડક તરફથી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. લોકશાહીમાં બંધારણનું પાલન કરાશે. આજે કોંગ્રેસ વિપક્ષમાં રહે તેવી પણ સ્થિતિ રહી નથી.’


કોંગ્રેસે નેતાની પસંદગીમાં મોડું કર્યું


નોંધનીય છે કે, વિધાનસભામાં વિપક્ષના નેતાને લઈને કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. રાજકીય પંરપરાને આધારે વિપક્ષ પદ અપાતું રહ્યું છે. પરંતુ આ વખતે વિપક્ષ પદને લઇ એક મોટો સવાલ ઉભો થયો છે. તો બીજી તરફ, કોંગ્રસ પક્ષે પણ પોતાના દળના નેતાની પસંદગી પાછળ અનેક મહિના મોડું કર્યુ છે. સરકારનું ગઠન થઈ ગયું છતાં વિપક્ષના નેતા જાહેર કર્યા નહોતા.
Published by:Vivek Chudasma
First published:

Tags: Amit Chavda, Bjp gujarat, Congress Gujarat, Gujarat Assembly

विज्ञापन
विज्ञापन