Home /News /gujarat /આપ ટેકો આપશે તો અમે લઈશું, અમારે તો બીજેપી જેવા કોમવાદી પરિબળો સામે લડવું છેઃ ભરતસિંહ સોલંકી

આપ ટેકો આપશે તો અમે લઈશું, અમારે તો બીજેપી જેવા કોમવાદી પરિબળો સામે લડવું છેઃ ભરતસિંહ સોલંકી

પાટણ ખાતે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે વ્યક્તિ કરતા વિચારોનું મહત્વ છે.

ચૂંટણી પહેલા ભરતસિંહ સોલંકીએ પાટણ માટે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી પણ જો ટેકો આપશે તો અમે લઈશું. વાત કોઈ વ્યક્તિની નહીં વિચારધારાની છે.

અમદાવાદઃ ચૂંટણી પહેલા ભરતસિંહ સોલંકીએ પાટણ ખાતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી પણ જો ટેકો આપશે તો અમે લઈશું. વાત કોઈ વ્યક્તિની નહીં વિચારધારાની છે. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે વ્યક્તિ કરતા વિચારોનું મહત્વ છે. શંકરસિંહજી હોય, છોટુંભાઈ વસાવા હોય, એનસીપીની પાર્ટી હોય કે બીજા લોકો હોય. આમ આદમી પાર્ટી અમને ટેકો આપે તો અમે લઈજ લઈએને. અમારે તો બીજેપી જેવા કોમવાદી પરિબળો સામે લડવું છે.



જે વાત છે એ વિચારધારાની છેઃ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ

આ અંગે કોંગ્રેસના પ્રવકતા હેમાંગભાઈ રાવલેએ જણાવ્યું કે ભરતસિંહ જે વાત કરી છે તે વિચારધારાની વાત છે. એટલે કે કોંગ્રેસની વિચારધારને કોઈ પણ ટેકો આપે તો અમે લઈએ. કોંગ્રેસની વિચારધારા રાષ્ટ્રવાદની વિચારધારા છે. કોંગ્રેસની વિચારધારા સત્ય અને અહિંસાની વિચારધારા છે. કોંગ્રેસની વિચારધારાએ સમાજિક ન્યાયની વિચારધારા છે. આ વિચારધારાને કોઈ પણ પક્ષ એટલે તેમાં વ્યક્તિ પણ આવી ગયો. તેમણે વધુમાં કહ્યું કે ભરતસિંહે કહ્યું કે કોંગ્રેસ થમ્પિંગ મેજોરિટીથી એટલે કે 125 સીટથી બીજેપીના કુશાસનમાંથી ગુજરાતને મુક્ત કરાવવા જઈ રહી છે.

સત્તામાં આવવા માટે બધુ કરવા તૈયાર છેં કોંગ્રેસઃ ભાજપ પ્રવક્તા યમલ વ્યાસ

ગાંધીનગર મ્યુનિસિપાલિટીની ચૂંટણીનું પરિણામ જોઈ લો કોંગ્રેસના મત તોડવા માટે આપ અને ઓવેસીની પાર્ટી હતી. આમ જો તે વખતે આ પાર્ટીઓ ન હોત તો કોંગ્રેસને થમ્પિંગ મેજોરિટીથી જીત પ્રાપ્ત થાત. તેમણે વધુમાં કહ્યું કે ત્યાં દિલ્હીમાં આ મોટા રિચાર્જ છે અને અહીં છોટા રિચાર્જ છે પરંતુ તેમનો કોઈ પ્લાન સફળ થઈ નહિ. આ અંગે ભાજપના પ્રવકતા યમલ વ્યાસે જણાવ્યું હતું કે જે પક્ષે આઝાદી પછી 40-50 વર્ષ સત્તા ભોગવી હોય તેને તેની ગંભીર ભૂલના કારણે 25-30 વર્ષ સત્તા વગર રહેવું પડે એટલે તેઓ ન કરવાનું બધુ કરવા તૈયાર થઈ જાય અને આ જ વાત આજે તેમના વરિષ્ઠ નેતાના મોઢેથી સાંભળવા મળી. અમે તો બધુ જાણીએ છીએ પરંતુ આજે તેમના જ નેતાએ આ વાત કહી.

મોરબી દુર્ઘટના મામલે કોંગ્રેસે SIT સામે સવાલો ઉઠાવ્યા

મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી SIT સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ સરકારે રચેલી SIT રદ્દ કરી સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માગ કરી છે. આલોક શર્માએ જણાવ્યું કે મોરબીની ઘટના અંગે SITની રચનાની જાહેરાત તો કરી દેવાઈ છે, પરંતુ આ અંગે હજુ સત્તાવાર પરિપત્ર નથી થયો. ફક્ત ટ્વિટના માધ્યમથી SIT બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
First published:

Tags: AAP Gujarat, Congress Candidate

विज्ञापन