Home /News /gujarat /

કોંગ્રેસ પ્રભારી ડો રઘુ શર્માએ કહ્યું- રાજસ્થાન અને અન્ય પ્રદેશના લોકોને ગુજરાતમાં કેમ ભય છે?

કોંગ્રેસ પ્રભારી ડો રઘુ શર્માએ કહ્યું- રાજસ્થાન અને અન્ય પ્રદેશના લોકોને ગુજરાતમાં કેમ ભય છે?

સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજયંતિ અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની 37મી પુણ્યતિથિ નિમેતે કોંગ્રેસ (Congress)દ્વારા વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું

Sardar Vallabhbhai Patel Birth Anniversary: કોંગ્રેસના પ્રભારી ડો રઘુ શર્માએ કહ્યું- ભાજપ રાજમાં ભય મુક્ત વાતાવરણ મળવું જોઇએ તે ગુજરાતમા મળતું નથી

અમદાવાદ : સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજયંતિ (Sardar Vallabhbhai Patel Birth Anniversary)અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની (Indira Gandhi)37મી પુણ્યતિથિ નિમેતે કોંગ્રેસ (Congress)દ્વારા વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)ના નેતાઓ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો રઘુ શર્માએ (Raghu Sharma)ભાજપ સરકારને આડે હાથે લીધી હતી. ગુજરાતમાં બહારના રાજ્યના લોકો જે કોંગ્રેસ વિચારવાળા છે તે ડર અનુભવી રહ્યા છે .

કોંગ્રેસ પ્રભારી ડો રઘુ શર્માએ ગુજરાત પર મોટુ નિવેદન આપતા કહ્યું હતુ કે ભાજપ રાજમાં ગુજરાતથી બહાર આવતા લોકો ભય વચ્ચે જીવ છે. ગુજરાતમા ભય મુક્ત વાતાવરણ હોવું જોઇએ. ગુજરાતની આર્થિક સ્થિતિમાં બહાર લોકોનો પણ મોટો હાથ છે. રાજસ્થાન અને અન્ય પ્રદેશના લોકોને ગુજરાતમાં કેમ ભય છે? ભય મુક્ત વાતાવરણ મળવું જોઇએ તે ગુજરાતમા મળતું નથી. ગાંધી અને સરદાર વિચારધારા માનવાની વાત ભાજપ કરે છે. પરંતુ માત્ર ભાજપ પોસ્ટર વાળી વિચારધારા માને છે. ભય વાતાવરણ દુર થશે દેશ એક અંખડ બનશે.

આ પ્રસંગે બોલતા પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભાજપ પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે અમુક લોકોએ માત્ર સરદાર સાહેબનું સ્ટેચ્યુ બનાવ્યું છે પણ સરદાર સાહેબ વિશે કશું જાણતા નથી. સરદાર સાહેબ અને જવાહરલાલ નહેરુ માટે લોકોમાં ગેરસમજ ફેલાવવાનું કામ ભાજપ કરી રહ્યું છે. ભાજપ ખોટી વાતો કરવાવાળી પાર્ટી છે. કોંગ્રેસે જીતવું હશે તો ભાજપનો અવાજ દબાવવો પડશે. કોંગ્રેસ માટે 2022એ 2024નું પ્રથમ પગથિયું છે.

આ પણ વાંચો - અમદાવાદ : શું AMTS બસમાં વેક્સિન સર્ટીફીકેટ ચેક થાય છે કે નહીં? જાણો કેવી છે સ્થિતિ

કોંગ્રેસ નેતા અર્જૂનભાઇ મોઢવાડિયા કહ્યું હતુ કે ભારતને વિશ્વની મહાસત્તા બનાવવાનું કામ ઇન્દિરા ગાંધીએ કર્યું. ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન બનાવ્યા ત્યારે લોકો કહેતા ઓછું બોલે છે પરંતુ આજે વર્તમાન વડાપ્રધાન બહુ બોલે અને ખોટું બોલે છે. ઇન્દિરા ગાંધી અને સરદાર પટેલે દેશનું સર્જન કરવાનું કામ કર્યું અને અત્યારના ભાજપના લોકો વિસર્જન કરવાનું કામ કરે છે.

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કાર્યકર્તાને સંકલ્પ કરાવ્યો હતો કે હવે જુઠ્ઠાણુ ફેલાવતા લોકોને સત્તા પરથી દુર કરવા કોંગ્રેસનો એક એક કાર્યકર કામ કરશે. આરએસએસ વિચારધારાવાળા નકલી સરદાર હવે સત્તા પર ઝાઝો સમય નહીં રહી શકે. ભાજપ આજે ફરી અંગ્રેજોની ગુલામી લાવી રહ્યા છે. આ પ્રસંગે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ નેતાઓને એક જૂથ થઇ જવા ટકોર કરી હતી. 2022 ચૂંટણી પહેલા નેતામાં રહેલા મન દુખ દૂર કરી એક થવા સૂચના આપી હતી .

આ પણ વાંચો - સદીઓમાં એક જ સરદાર બની શકે, જે સદીઓ સુધી અલખ જગાવે: અમિત શાહ

અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે ગુજરાત કોંગ્રેસ દ્વારા સરદાર પટેલ અને ઇન્દિરા ગાંધી પર વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો રઘુ શર્મા સહિત પ્રદેશ પ્રમુખ, નેતા વિપક્ષ, કોંગ્રેસના પૂર્વ સાંસદ, ધારાસભ્યો સહિત ફ્રન્ટલ સેલના પ્રમુખો કાર્યક્રમમાં હાજર હતા.
Published by:Ashish Goyal
First published:

Tags: Gujarat Congress, Sardar Vallabhbhai Patel, કોંગ્રેસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन