Home /News /gujarat /સુરેન્દ્રનગરમાં ભાઈ-બહેનની જોડી રિપીટ, ભાજપનો ડિપોઝીટ જપ્ત થવાનો દાવો

સુરેન્દ્રનગરમાં ભાઈ-બહેનની જોડી રિપીટ, ભાજપનો ડિપોઝીટ જપ્ત થવાનો દાવો

કોંગ્રેસે ખેલ્યો મોટો દાવ

Gujarat election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ચૂંટણી જાહેર થતા જ કોંગ્રેસે પ્રથમ તબક્કાની ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી છે. જેમાં સુરેન્દ્રનગરની બે બેઠકોને લઈને ખુબ રાજકારણ ગરમાયું છે. જણાવી દઈએ કે, સુરેન્દ્રનગરમાં ભાઈ-બહેનની જોડીને રિપીટ કર્યા છે. કોંગ્રેસે લીંબડી-સાયલા બેઠક ઉપર કલ્પના મકવાણા અને ચોટીલા બેઠક પર ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે.

વધુ જુઓ ...
    સુરેન્દ્રનગર: વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ તમામ પાર્ટીઓએ પોતાની ઉમેદવારોની પણ જાહેરાત કરી છે. આ દરમિયાન, કોંગ્રેસે સુરેન્દ્રનગર પંથકમાં ફરી એક વાર મોટો દાવ રમ્યો છે. જણાવી દઈએ કે, સુરેન્દ્રનગરમાં ભાઈ-બહેનની જોડીને રિપીટ કર્યા છે. કોંગ્રેસે લીંબડી-સાયલા બેઠક ઉપર કલ્પના મકવાણા અને ચોટીલા બેઠક પર ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે. આ બંને ભાઈ બહેન કોંગ્રેસના પીઢ નેતા કરમશી મકવાણાના સંતાનો છે.

    આ પણ વાંચો: અંકલેશ્વર બેઠકના જંગમાં ભાઈ સામે ભાઈ, એક બીજા સામે ફૂક્યું રણશિંગુ

    જણાવી દઈએ કે, કલ્પનાબેન સામે ભાજપે પૂર્વ મંત્રી કિરિટસિંહ રાણાને ટિકિટ આપી છે. ભાજપ દ્વારા કિરિટસિંહનું નામ જાહેર થતાં જ તેમણે પોતાના મતવિસ્તારમાં પુરજોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. તો બીજી તરફ ચોટીલામાં કોંગ્રેસે કલ્પનાબેનના ભાઈ ઋત્વિક મકવાણાને ચૂંટણીના સંગ્રામમાં ઉતાર્યા છે.

    આ પણ વાંચો:  ઇસુદાન ગઢવીને લઈને મોટા સમાચાર, જામ ખંભાળીયાથી લડશે ચૂંટણી

    ઋત્વિક મકવાણા કોળી સમાજના હોવાથી ચોટીલામાં કોળી જ્ઞાતિ સૌથી વધુ પ્રભુત્વ ધરાવે છે. ચૂંટણી પહેલા પણ ઋત્વિક મકવાણા મતવિસ્તારમાં ખૂબ સક્રિય રહ્યા છે. આથી, ત્યાંના સ્થાનિક લોકો સાથે સીધો સંપર્ક ધરાવે છે. તેમની સામે ભાજપે પણ કોળી સમાજમાંથી આવતા ઉમેદવાર શામજીભાઇ ચૌહાણને મેદાને ઉતાર્યા છે. તેમણે દાવો કરતા કહ્યું હતું કે, આ બંને ભાઈ બહેનની ડિપોઝીટ જપ્ત થશે. ત્યારે હવે જોવું રહ્યું કે, સુરેન્દ્રનગરની આ બંને બેઠક પર ભાઈ - બહેન બાજી મારે છે કે, પછી કિરીટસિંહ રાણા અને શામજી ચૌહાણ ચૂંટણીનો જંગ જીતી જાય છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Congress Gujarat, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

    विज्ञापन
    विज्ञापन