કોંગ્રેસે GTU પરીક્ષા રદ કરવાની કરી માંગ, 'અન્ય રાજ્યની જેમ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામા આવે' : અમિત ચાવડા

કોંગ્રેસે GTU પરીક્ષા રદ કરવાની કરી માંગ, 'અન્ય રાજ્યની જેમ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામા આવે' : અમિત ચાવડા
અમિત ચાવડા

વર્ચ્યુઅલ મિટિંગ અને પ્રેસ કોન્ફરન્સ કરનારી સરકાર કેમ 2 જુલાઈએ GTUની પરીક્ષા રાખીને વિદ્યાર્થીઓના જીવન સાથે જોખમી રમત કરી રહી છે?

  • Share this:
અમદાવાદ : GTUની પરિક્ષાને લઇ રાજકીય રમખાણ શરૂ થઇ ગયું છે. સરકાર અને GTU પરિક્ષા લેવા મક્કમ છે તો વિપક્ષ કોંગ્રેસ પરિક્ષા કદ કરવાની માંગ કરી રહી છે. એનએસયુઆઇ દ્વારા વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યું છે. તો બીજી તરફ હવે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કરી પરિક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાની માંગ કરી છે. આ ઉપરાંત #MeritBasedPromotionGTU કેમ્પેઇન શરૂ કર્યું છે

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કરતા લખ્યું હતુ કે, વિદ્યાર્થીઓના જીવન સાથે રમત કરવાનું બંધ કરે સંવેદનહીન સરકાર અને GTU રાજ્યભરથી આવતા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં ભેગા થાય ત્યારે તેમના પર COVID-19ના ઉભા થતા જોખમની જવાબદારી કોની?2 જુલાઈએ યોજાનારી પરીક્ષા રદ્દ કરી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે કોરોના મહામારીના સમયમાં લોકોથી દૂર રહી વર્ચ્યુઅલ મિટિંગ અને પ્રેસ કોન્ફરન્સ કરનારી સરકાર કેમ 2 જુલાઈએ GTUની પરીક્ષા રાખીને વિદ્યાર્થીઓના જીવન સાથે જોખમી રમત કરી રહી છે? અન્ય રાજ્યો માસ પ્રમોશન આપી શકે છે તો કોરોનાથી મોટાપાયે અસરગ્રસ્ત ગુજરાતમાં કેમ નહીં?

અમિત ચાવડા ટ્વીટ - ફોટો


કોંગ્રેસ પક્ષની માંગને લઇ GTU તરફથી કોઇ જવાબ આપવામા આવ્યો નથી, અને પરિક્ષા રદ થશે કે નહી તે હજુ અસમંજસની સ્થિતિ છે. મહત્વપૂર્ણ છે કે ૨ જૂલાઇના રોજ GTU દ્વારા પરિક્ષાની શરૂઆત થશે. તે પહેલા કોંગ્રેસ દ્વારા માસ પ્રમોશન કેમ્પેઇન શરૂ કરાયું છે. પરિક્ષા પર ચાલી રહેલી રાજકિય લડાઇમા હાલ વિદ્યાર્થી પરેશાન છે. કારણ કે, તે પરિણામ તૈયાર કરશે કે નહી, અથવા તેઓ વર્તમાન મહામારી વચ્ચે પરિક્ષા આપશે અને કશું થશે તો જવાબદારી કોણી બનશે. તેવા અનેક સવાલ વચ્ચે GTU પરિક્ષા પર ધમાસાણ ચાલી રહ્યું છે.
Published by:News18 Gujarati
First published:June 29, 2020, 00:23 am

ટૉપ ન્યૂઝ