કોંગ્રેસે ભરૂચ, દાહોદ લોકસભા અને ઉંઝા વિધાનસભાના ઉમેદવાર જાહેર કર્યા

News18 Gujarati
Updated: April 4, 2019, 11:04 AM IST
કોંગ્રેસે ભરૂચ, દાહોદ લોકસભા અને ઉંઝા વિધાનસભાના ઉમેદવાર જાહેર કર્યા
ડાબેથી ભરૂચ લોકસભાના ઉમેદવાર શેરખાન પઠાણ, દાહોદના ઉમેદવાર બાબુ કટારા

ભરૂચથી યુવા નેતા શેરખાન પઠાણ દાહોદથી પૂર્વ સાંસદ બાબુ કટારા, અને ઉંઝા વિધાનસભા માટે કામુ પટેલને ટિકિટ આપી.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: આખરે ગુજરાત કોંગ્રેસે ઉમેદવારી ભરવાના અંતિમ દિવસે ભરૂચ અને દાહોદની બેઠક માટે લોકસભાના ઉમેદવારો જાહેર કર્યા છે. પાર્ટીએ બંને ઉમેદવારને સીધા મેન્ડેટ આપી ફોર્મ ભરવાની સૂચના આપી હતી. કોંગ્રેસ દ્વારા લોકસભા સાથે ઉંઝા વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારની પણ જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસે ભરૂચ બેઠક પર યુવા મોરચાના પ્રમુખ શેરખાનને ટિકિટ આપી છે, જ્યારે દાહોદ બેઠક પર પૂર્વ સાંસદ બાબુ કટારાને વધુ એક વાર તક આપી છે. ઉલ્લેખનીય છે કે બાબુ કટારા કબુતરબાજીના આરોપસર ઝડપાયા હતા અને ત્યારબાદ રાજકીય અજ્ઞાતવાસમાં હતા પરંતુ ઝાલોદમાં તેમના પૂત્રનો વિધાનસભામાં વિજય થયા બાદ અને એપીએમસી કબજે કર્યા બાદ કોંગ્રેસે ફરી તેમની પસંદગી કરી છે. શેરખાન પઠાણ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ છે અને અહેમદ પટેલના શિષ્ય છે. આ બેઠક પર ગઈ કાલ સુધી અહેમદ પટેલ ચૂંટણી લડે તેવી અટકળો હતી.

આ પણ વાંચો: ખેડા : શા માટે MLA સહિત કોંગ્રેસી કાર્યકરોએ બિમલ શાહના વિરોધમાં રાજીનામાં ધરી દીધા?

કોંગ્રેસે બંને લોકસભાની બેઠકો સાથે ઉંજા વિધાનસભાની પેટા ચૂંટણી માટે પાટીદાર અગ્રણી કામુ પટેલની પસંદગી કરી છે. આ બેઠકના ધારાસભ્ય આશા બહેન પટેલ ભાજપમાં જોડાતા ઉંજા સીટ પર પેટા ચૂંટણી જાહેર થઈ છે. આ બેઠક પર ભાજપ તરફથી આશા બહેન પટેલ ઉમેદવાર તરીકે પ્રબળ દાવેદાર છે. અગાઉ કોંગ્રેસ પાર્ટી દ્વારા મંગળવારે રાત્રે જામનગર ગ્રામ્ય, માણાવદર અને ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા.
First published: April 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading