Home /News /gujarat /સરકાર નવો ટ્રાફિક કાયદો ગુજરાતમાં રદ નહીં કરે તો કોંગ્રેસ આંદોલન કરશે : ધાનાણી

સરકાર નવો ટ્રાફિક કાયદો ગુજરાતમાં રદ નહીં કરે તો કોંગ્રેસ આંદોલન કરશે : ધાનાણી

ધાનાણીએ કહ્યું કે કૉંગ્રેસ નવા ટ્રાફિકના નિયમો વિરુદ્ધ સવિનય કાનૂન ભંગ કરશે.

કૉંગ્રેસના (congress) ધારાસભ્ય અને વિઘાનસભામાં વિરોધ (Leader Of Oppostion in Assembly) પક્ષના નેતા પરેશ ધાનાણીનો (Paresh Dhanni) આક્ષેપ, સાત વિધાનસભા ની પેટા ચૂંટણીના (Bye Election) કારણે થોડા સમય માટે રાહત આપી છે.

    પ્રણવ પટેલ, અમદાવાદ : રાજય સરકારે (Government Of Gujarat) ટ્રાફિકના નવા કાયદાના અમીલકરણ માટે 15 ઑક્ટોબર સુધીની સમય મર્યાદા વધારી છે. ટ્રાફિકના નવા કાયદાનો ચોમેર વિરોધ થઈ રહ્યો છે. ( Oppose Of New Motor vehicle act 2019) દરમિયાન કૉંગ્રેસના વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા (Leader Of Oppostion in Assembly) પરેશ ધાનાણીએ (Paresh Dhanni) આજે એક પત્રકાર પરિષદ સંબોધી સરકાર પર આક્ષેપ કર્યો છે કે સરકારે સાત વિધાનસભાની પેટા-ચૂંટણીમાં રાજકીય લાભ લેવા માટે આ રાહત આપી છે. ધાનાણીએ કહ્યું કે રાજ્ય સરકાર જ્યાં સુધી ગુજરાતમાંથી આ કાયદો રદ નહીં કરે ત્યાં સુધી કૉંગ્રેસ આંદોલન કરશે.

    ધાનાણીએ કહ્યું કે ' સરકારે રાજકીય લાભ લેવા માટે થોડા સમય માટે રાહત આપી છે. રાજ્યમાં સાત વિધાનસભાની પેટા ચૂંટણી હોવાના કારણે થોડા સમય માટે રાહત આપી છે. લગામ વગરની આ સરકાર આર્થિક નિયમનમાં નિષ્ફળ રહી છે. સરકાર પ્રવાસોના ખર્ચા કાઢવા માટે લોકો પાસેથી પૈસા ઉઘરાવવા માંગે છે. બહુમતીની આ સરકારને હચમચાવી નાખવાનું કામ દંડથી કંટાળેલા લોકો કરશે. સરકાર ગુજરાતમાં નવો ટ્રાફિક કાયદો રદ નહીં કરે તો કૉંગ્રેસ આંદોલન કરશે. કૉંગ્રેસ નવો ટ્રાફિક કાયદો રદ કરવા માટે સવિનય કાનૂન ભંગ કરશે. કૉંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં પણ તાલુકા અને જિલ્લા મથકો પર વિરોધ કરવામાં આવશે. '

    આ પણ વાંચો :  રાજ્યમાં ફરી સિસ્ટમ સક્રિય, 19-22 સપ્ટેમ્બર દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

    પરસેવાની કમાણી ટ્રાફિક એક્ટમાં સમાણી

    ધાનાણીએ કહ્યું કે ' લોકો રાજ્યમાં ભારે દંડની જોગવાઈથી પરેશાન છે. લોકોના પરસેવાની કમાણી દંડમાં સમાઈ રહી છે. ગુજરાતમાં કુલ 2 કરોડ કરતાં વધારે વાહનો નોંધાયેલા છે. છેલ્લા ત્રણ વર્ષમાં પોલીસ ખાતા દ્વારા અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા 11.33 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. સરકાર દંડના માધ્યમથી મંદીના સમયે લોકોને પડ્યા પર પાટું મારવાનું કામ કરી રહી છે. '

    ધાનાણીની માંગણી

    ધાનાણીએ કહ્યું કે સરકાર રાજ્યમાંથી દંડ વધારાનો કાયદો પાછો ખેંચે. રાજ્યમાં ઉઘરાવવામાં આતાં ટોલટેક્સ પણ બંધ કરવામાં આવે. સરકાર પહેલાં પાર્કિંગની વ્યવસ્થા કરી આપે અને બાદમાં દંડ કરે. જૂના વાહનોને પી.યુ.સી.માંથી મુક્તિ આપવામાં આવે અને નબળા રોડ બાબતે અધિકારી પર ફોજદારી કેસ કરવામાં આવે તેવી માંગણી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Motor vehicle act, Oppose, કોંગ્રેસ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन