કોંગ્રેસનો દાવો- ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં દેશના પાંચ રાજ્યમાં ગુજરાતનો સમાવેશ નહીં

કોંગ્રેસનો દાવો- ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં દેશના પાંચ રાજ્યમાં ગુજરાતનો સમાવેશ નહીં
અમદાવાદ : કોંગ્રેસનો દાવો- ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં દેશના પાંચ રાજ્યમાં ગુજરાતનો સમાવેશ નહીં

કોંગ્રેસનો દાવો- ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં દેશના ટોપ પાંચ રાજ્યોમાં ભાજપ શાસિત એક પણ રાજ્ય નહીં, ભાજપ શાસિત મધ્ય પ્રદેશ, કર્ણાટક અને હરિયાણાની સ્થિતિ ઘણી ચિંતાજનક

  • Share this:
અમદાવાદ : દેશના 18 રાજ્યોમાં ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ (IJR)માં ગુજરાતનું સ્થાન ટોપ 5 સ્ટેટમાં ના હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ મનીષ દોશીએ જણાવ્યું કે ઇન્ડિયન જસ્ટિસ રિપોર્ટ દેશની 18 રાજ્યોમાં ન્યાયપાલિકાની સિસ્ટમમાં ગુજરાતનો ટોપ પાંચ રાજ્યોમાં સમાવેશ થતો નથી. જસ્ટિસ ડિલિવરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ સહીતના માપદંડોના આધારે ઇન્ડિયન જસ્ટિસ રિપોર્ટના તારણો ચોંકાવનાર છે. ન્યાય પાલિકાથી ઉપલબ્ધ સાધનો, કર્મચારીઓની સંખ્યા અને સમગ્ર કામગીરીના માપદંડોના આધારે મૂલ્યાંકનમાં ભાજપ શાસિત રાજ્યો મધ્યપ્રદેશ, કર્ણાટક અને હરિયાણાની સ્થિતિ ઘણી જ ચિંતાજનક છે

કોંગ્રેસના પ્રવક્તા ડૉ મનીષ દોશીએ જણાવ્યું હતું કે ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં દેશના ટોપ પાંચ રાજયોમાં ગુજરાતનો સમાવેશ થતો નથી તે બતાવે છે કે 25 વર્ષથી શાસન કરતી ભાજપ સરકારમાં નાગરિકોને ન્યાય સમયસર મળે તે માટે ન્યાયપાલિકા સુધારણા અને આધુનિકરણ પાછળ ઇચ્છાશક્તિનો સદંતર અભાવ જોવા મળે છે. જેના પરિણામે લાખો નાગરિકો પરેશાનીઓનો ભોગ બનતા હોય છે. વિલંબથી મળતો ન્યાય તે અન્યાય કહેવાય ત્યારે ભાજપના શાસકોને ન્યાયપાલિકા માટે જરૂરી સંશોધનો અને જરૂરી ન્યાય આપવાની કામગીરી માટે જરૂરી નાણાકિય સ્રોત સુવિધાઓની હકીકતો ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં ખુલ્લી પડી ગઈ છે.



આ પણ વાંચો - સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપે 500 વકીલોની ફોર્સ ઉતારી, જાણો કેમ

મનીષ દોશીએ કહ્યું હતું કેઇન્ડિયન જસ્ટિસ રિપોર્ટના આવેલા અહેવાલો એ રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર તેમની કાર્યપદ્ધતિથી ન્યાયપાલિકાનાં માળખાને સુદ્રઢ કરવા જરૂરી ઇચ્છાશક્તિ દર્શાવશે તો જ ગુજરાતના નાગરિકોને ફાયદો થશે. ન્યાય વ્યવસ્થામાં ગતિશીલતા આવશે અને સામાન્ય માણસનો ન્યાયપાલિકા વ્યવસ્થામાં વિશ્વાસ વધશે.
Published by:Ashish Goyal
First published:February 02, 2021, 22:06 pm

ટૉપ ન્યૂઝ