Home /News /gujarat /કોંગ્રેસના ઉમેદવારે કર્યા ઈસુદાન ગઢવીના વખાણ, ભાજપ પર આકરા પ્રહાર

કોંગ્રેસના ઉમેદવારે કર્યા ઈસુદાન ગઢવીના વખાણ, ભાજપ પર આકરા પ્રહાર

ભાજપ પર પણ પ્રહાર કર્યા

Gujarat Election 2022: એક જાહેર સભામાં કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઈસુદાન ગઢવીના ખુબ વખાણ કર્યો છે. આ સાથે તેમણે ભાજપ પર પણ પ્રહાર કર્યા હતા.

  ગુજરાત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે. ત્યારે દરેક રાજકીય પાર્ટીના ઉમેદવારો અને પ્રવક્તોઓ એકબીજા પર આકરા પ્રહાર કરતા હોય છે. પરંતુ હા રાજકારણમાં કોઈ કોઈનું કાયમી દુશ્મન હાતું નથી. તેનો એક દાખલો સામે આવ્યો છે. એક જાહેર સભામાં કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઈસુદાન ગઢવીના ખુબ વખાણ કર્યો છે. આ સાથે તેમણે ભાજપ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હત કે, ‘ભાજપ દ્વારા ઈસુદાન ગઢવી પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ઈસુદાન ગઢવીનો દીકરો છે તે ક્યારેય કોઈ બહેન-દીકરીની આબરૂ લૂંટવા ન જાય’

  ઈસુદાન મારો હરીફ ઉમેદવાર છે: વિક્રમ માડમ


  ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં આહિરો ગઢવીઓને ભાણેજ કહીને બોલાવે છે. ત્યારે ‘મામા-ભાણેજ’ની આ રાજનીતિ પર ભારે ચર્ચા જઈ રહી છે. વિક્રમ માડમ દ્વારા ઈસુદાનના ભરપેટ વખાણ કરવામાં આવી રહ્યા છે. આ સાથે તેમણે વધુમાં કહ્યુ કે, ‘ઈસુદાન મારો હરીફ ઉમેદવાર છે, પરંતુ જો લોકો ઇસુદાનને જીતાડે છે તો આપણે તેને ખભે બેસાડીને આપણે આભિનંદન આપીશુ. ભાજપ દ્વારા તેમના પર ખોટા આક્ષેપો કરવામા આવ્યા છે.’

  આ પણ વાચો: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામ્યો રાજકીય જંગ, ભાજપના દુર્લભજીભાઈ સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો

  કરવામાં આવેલા આક્ષેપોને પણ ખોટા ગણાવ્યા


  ભાજપ પર વિક્રમ માડમે આકરા પ્રહાર કર્યા હતા અને ભાજપ દ્વારા ઈસુદાન પર કરવામાં આવેલા આક્ષેપોને પણ ખોટા ગણાવ્યા હતા. ગુજરાતમાં અત્યારે દરેક પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. અને એકબીજા પર આક્ષેપો કરી રહી છે. ઉમેદવારો પોતાના પક્ષને જીતાડવા માટે ભારે પ્રચારો કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આપના ઉમેદવારના વખાણ કરવામાં આવતા ભારે ચર્ચાનો વિષય બની ગયો છે.

  પાર્ટીઓ દ્વારા એક બીજા પર વાકપ્રહારો


  રાજ્યમાં ચૂંટણીને લઈને માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ દ્વારા એક બીજા પર વાકપ્રહારો કરવામાં આવી રહ્યા છે. જ્યારે ઘણી જગ્યાએ તો નેતાઓ દ્વારા વિરોધીઓ ઉમેદવારો પર ફોર્મમાં ખોટી માહિતી ભર્યોના પણ આક્ષેપો કરવામા આવી રહ્યા છે. સાથે સાથે તેમના ફોર્મ રદ કરવાના આવેદનપત્રો પણ આપવામાં આવી રહ્યા છે.
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Assembly Election 2022, Election 2022, Gujarat Assembly Election 2022, Isudan Gadhvi, Vikram madam

  विज्ञापन
  विज्ञापन