Home /News /gujarat /

ગુજરાતમાં નરેશ પટેલ અને પ્રશાંત કિશોર બનશે ગેમ ચેન્જર! મોટો દાવ રમવાની તૈયારીમાં કોંગ્રેસ

ગુજરાતમાં નરેશ પટેલ અને પ્રશાંત કિશોર બનશે ગેમ ચેન્જર! મોટો દાવ રમવાની તૈયારીમાં કોંગ્રેસ

ગુજરાત કોંગ્રેસ

ઉદ્યોગપતિ અને પ્રભાવશાળી પાટીદાર નેતા નરેશ પટેલને કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવામાં આવી શકે છે. બહુ જલ્દી નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. પ્રશાંત કિશોર પણ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચા છે. જો કે, જ્યારે પ્રશાંત કિશોરને પત્રકારો દ્વારા આ અટકળો વિશે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેણે તેને 'ફેક ન્યૂઝ' ગણાવીને આ વાતને નકારી દીધી હતી.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: 5 રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2022)માં ખરાબ પ્રદર્શન કરનાર કોંગ્રેસ પાર્ટી (Congress Party) ગુજરાતમાં 28 વર્ષના સંઘર્ષનો અંત લાવવા અને રાજ્યમાં સત્તા પર આવવાનો માર્ગ શોધવાનો પ્રયાસ કરી રહી છે અને તેના માટે રણનીતિ બનાવી રહી છે. સૂત્રોનું માનીએ તો ગુજરાત માટે કોંગ્રેસની રણનીતિમાં બે મુખ્ય પાત્રો છે, ઇલેક્શન સ્ટ્રેટિજીસ્ટ પ્રશાંત કિશોર (Prashant Kishor) અને ઇન્ડસ્ટ્રિયલિસ્ટ નરેશ પટેલ (Naresh Patel). કોંગ્રેસ આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પ્રશાંત કિશોરની દેખરેખ હેઠળ લડી શકે છે.

  સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉદ્યોગપતિ અને પ્રભાવશાળી પાટીદાર નેતા નરેશ પટેલને કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવામાં આવી શકે છે. બહુ જલ્દી નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. પ્રશાંત કિશોર પણ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચા છે. જો કે, જ્યારે પ્રશાંત કિશોરને પત્રકારો દ્વારા આ અટકળો વિશે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેણે તેને 'ફેક ન્યૂઝ' ગણાવીને આ વાતને નકારી દીધી હતી. પરંતુ રાજનીતિ એક એવું ક્ષેત્ર છે જેમાં છેલ્લી ઘડીએ કંઇ પણ થઇ શકે છે.

  પાટીદારો સમાજ પર નરેશ પટેલનું પ્રભુત્વ

  નરેશ પટેલ લેઉવા પાટીદાર નેતા અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન છે. આ ટ્રસ્ટ ખોડલધામ માતાના મંદિરનું સંચાલન કરે છે જે લેઉવા પટેલોની કુળદેવી છે. નરેશ પોતાના સમાજ માટે ઘણું બધું કરે છે, તેથી ગુજરાતના પાટીદાર સમાજમાં તેમની પકડ ઘણી સારી છે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, નરેશ પટેલ કોંગ્રેસના ટોચના નેતાઓને મળ્યા છે અને એપ્રિલમાં રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ સત્તાવાર રીતે પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે.

  નરેશ પટેલ માટે સીએમ પદની ગાદી તૈયાર!

  નરેશ પટેલને ગુજરાતમાં કોંગ્રેસની ચૂંટણી પ્રચાર સમિતિના વડા બનાવવામાં આવી શકે છે અને ચૂંટણી નજીક આવશે ત્યારે તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી શકે છે. એવી અટકળો છે કે પ્રશાંત કિશોર પણ ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આ અંગે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને પૂછતાં તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે "દરેકને લગ્નનો સમય કહેવામાં આવે છે, છોકરી જોવાનો સમય નહીં".

  ગુજરાતમાં પાટીદાર સમાજનો પ્રભાવ

  સૂત્રોનું કહેવું છે કે, પ્રશાંત કિશોર ઇચ્છે છે કે નરેશ પટેલ ગુજરાતમાં કોંગ્રેસના પ્રચારનું નેતૃત્વ કરે, જ્યારે નરેશ પટેલ પણ ઇચ્છે છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસનું ચૂંટણી પ્રચાર અભિયાન સંભાળે. છેલ્લી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને જોરદાર ટક્કર આપી હતી. ગુજરાતમાં કોંગ્રેસના આંતરિક સર્વેએ દર્શાવ્યું છે કે યોગ્ય ફેરફારો સાથે, પાર્ટી ફરીથી ભાજપને સખત ટક્કર આપવાની સ્થિતિમાં આવી શકે છે. ગુજરાતમાં પાટીદાર સમાજ ખૂબ જ પ્રભાવશાળી છે.

  પાટીદાર આંદોલનની ચૂંટણી પર પડી હતી અસર

  2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર સ્પષ્ટપણે જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે ભાજપ પર સારી એવી સરસાઈ મેળવી હતી. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભાજપે 49 ટકા મતો સાથે 99 બેઠકો અને કોંગ્રેસે 41.4 ટકા મતો સાથે 77 બેઠકો જીતી હતી. જો કે,છેલ્લા સાડા ચાર વર્ષમાં એક ડઝનથી વધુ ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી દીધું છે અને પાટીદારોને પણ રીઝવવા માટે ભાજપના ભરપૂર પ્રયાસો ચાલું છે.
  First published:

  Tags: Gujarat Election 2022, કોંગ્રેસ, નરેશ પટેલ, ભાજપ

  આગામી સમાચાર