Home /News /gujarat /લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 43 સભ્યોની કમિટી જાહેર કરી

લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 43 સભ્યોની કમિટી જાહેર કરી

કોંગ્રેસ દ્વારા વિવિધ સમિતિઓમાં વર્તમાન ધારાસભ્યો સહિત કોંગ્રેસના વિવિધ ઝોનના નેતાઓનો સમાવેશ કરાયો છે.

રાહુલ ગાંધીની મંજૂરી બાદ સંકલન સમિતિ, પ્રદેશ ઈલેક્શન કમિટી, કેમ્પેઈન કમિટી, પબ્લિસીટી કમિટી, મીડિયા કમિટી, ચૂંટણી ઢંઢેરા કમિટી, ચૂંટણી મેનેજમેન્ટ ટીમની કરી જાહેરાત

  ન્યૂઝ 18 ગુજરાતી: આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 43 સભ્યોની જુદી જુદી કમિટી તૈયાર કરવામાં આવી છે. આ કમિટીમાં મોટાભાગના નારાજ સભ્યોની બાદબાકી કરાઈ છે. કોંગ્રેસની આ સમિતિઓમાં સંકલન કમિટી, પ્રદેશ ઈલેક્શન કમિટી, કેમ્પેઈન કમિટી, પબ્લિસીટી કમિટી, મીડિયા કમિટી, ચૂંટણી ઢંઢેરા કમિટી, ચૂંટણી મેનેજમેન્ટ ટીમની  જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મંજૂરી બાદ મંગળવારે આ સમિતિની જાહેરાત કરાઈ હતી.  જાણો કંઈ સમિતિમાં કોંગ્રેસના ક્યાં નેતાને સ્થાન મળ્યું છે.

  કો-ઓર્ડિનેશન કમિટી
  36 સભ્યોની કોઓર્ડિનેશન સમિતિમાં રાજીવ સાતવને ચેરમેન બનાવાયા છે, જેમાં પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, અલ્પેશ ઠાકોર, અમિત ચાવડા, અહેમદ પટેલભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ કરાયો સમાવેશ

  43 સભ્યોની ચૂંટણી પ્રચાર સમિતિ
  સિદ્ધાર્થ પટેલ - ચેરમેન, અલ્પેશ ઠાકોર- કન્વિનર તરીકે નિમાયા છે,જ્યારે ચૂંટણી પ્રચાર સમિતિમાં કોંગ્રેસના વર્તમાન MLAનો સમાવેશ કરાયો છે.

  પ્રદેશ ચૂંટણી સમિતિ
  28 સભ્યોની પ્રદેશ ચૂંટણી સમિતિ બનાવાઈ છે, જેમાં રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, અહેમદ પટેલ, અલ્પેશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓનો સમાવેશ કરાયો છે.

  પબ્લિસીટી કમિટી
  27 સભ્યોની પબ્લિસીટી સમિતિમાં તુષાર ચૌધરી - ચેરમેન
  રોહન ગુપ્તા-કન્વીનર રાજુ પરમાર, હેમાંગ વસાવડા, ચેતન રાવલ, મિહીર શાહ, નિશિથ વ્યાસ સહિતના નેતાઓનો સમાવેશ કરાયો છે.

  મીડિયા કોઓર્ડિનેશન કમિટી
  15 સભ્યોની મીડિયા કો-ઓર્ડિનેશન કમિટીમાં નરેશ રાવલ ચેરમેન
  અમીબેન યાજ્ઞિક કનન્વીનર તરીકે નિમાયા છે. જ્યારે સભ્યો તરીકે મનીષ દોશી, હિમાંશુ વ્યાસ, લલિત વસોયા, જયરાજસિંહ પરમાર, જગત શુક્લ, નરેન્દ્ર રાવત સહિતના કોંગ્રેસી નેતાઓનો સમાવેશ કરાયો છે.

  ઈલેક્શન કમિટી
  ઇલેક્શન કમિટીમાં સૌરાષ્ટ્રના નેતા અર્જુન મોઢવાડિયા - ચેરમેન તરીકે નિમાયા છે, જ્યારે મધ્ય ગુજરાતના નેતા મૌલિન વૈષ્ણવ- કન્વીનર તરીકે નિમાયા છે. આ કમિટીમાં ડોક્ટર જીતુભાઈ પટેલ, અલ્પેશ ઠાકોર, બાલુભાઈ પટેલ, ડોક્ટર વિજય દવે, કુલદીપ શર્મા, ચેતન રાવલ, યોગેશભાઈ રાવાની, સંદીપ પટેલ, જવાહર ઉપાધ્યાયનો સમાવેશ કરાયો છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Loksabha-2019, કોંગ્રેસ, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन