પ્રિયંકાએ રાણા કપૂરને 2 કરોડમાં વેચી હતી રાજીવ ગાંધીની પેઇન્ટિંગ, બીજેપી અને કૉંગ્રેસ આમને-સામને

બીજેપી આઈટી સેલના પ્રમુખે આરોપ લગાવ્યો કે રાણા કપૂરે થોડા વર્ષ પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રા પાસથી એમ.એફ. હુસૈનની પેઇન્ટિંગ ખરીદી હતી

બીજેપી આઈટી સેલના પ્રમુખે આરોપ લગાવ્યો કે રાણા કપૂરે થોડા વર્ષ પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રા પાસથી એમ.એફ. હુસૈનની પેઇન્ટિંગ ખરીદી હતી

 • Share this:
  નવી દિલ્હી : યસ બેંક (Yes Bank) મામલામાં એક ખુલાસા બાદ બીજેપી (BJP) અને કૉંગ્રેસ (Congress) સામ-સામે આવી ગઈ છે. મૂળે, એવું જાણવા મળ્યું કે કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)ની પેઇન્ટિંગને યસ બેંકના સંસ્થાપક રાણા કપૂર (Rana Kapoor)એ 2 કરોડમાં ખરીદી હતી. બીજેપીના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ રવિવારે આરોપ લગાવ્યો કે યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરે થોડા વર્ષ પહેલા કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પાસથી એમ.એફ. હુસૈનની પેઇન્ટિંગ ખરીદી હતી જેની પર કૉંગ્રેસે વળતો હુમલો કર્યો છે.

  અભિષેક મનુ સિંઘવીએ પૂછ્યું, લોન બુક કેવી રીતે વધી?

  આરોપ ફગાવતાં કૉંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, પ્રિયંકાએ રાજીવ ગાંધીના ચિત્રવાળું હુસૈનનું જે પેઇન્ટિંગ વેચ્યું હતું, તેની ચૂકવણી ચેકથી થઈ હતી અને તેની પર ઇન્કમ ટેક્સ પણ ચૂકવવામાં આવ્યો હતો. તેઓએ કહ્યું કે માર્ચ 2014માં બેંકની લોન બુક 55,633 કરોડ રૂપિયા હતી, જે 2019માં 2,41,499 કરોડ રૂપિયા થઈ ગઈ. માર્ચ 2016માં લોન બુક 98,210 કરોડ રૂપિયા હતી જે માર્ચ 2018માં 2,03,534 કરોડ રૂપિયા થઈ ગઈ. નોટબંધી બાદના બે વર્ષમાં લોન બુકમાં 100 ટકાની વૃદ્ધિ કેવી રીતે થઈ?

  અમિત માલવીયએ ગાંધી પરિવાર પર સાધ્યું હતું નિશાન

  મૂળે, બીજેપીના આઈડી સેલના પ્રમુખ અમિત માલવિયએ કહ્યું કે, ભારતમાં દરેક નાણાકીય અપરાધ ગાંધી પરિવાર સાથે જોડાયેલા છે. માલ્યા સોનિયા ગાંધીની ફ્લાઇટ ટિકિટ અપગ્રેડ કરાવતા હતા. MMS (મનમોહન સિંહ) અને PC (પી. ચિદમ્બરમ સુધી પહોંચી હતી, હવે ભાગેડુ છે. રાહુલે નીરવ મોદીના જ્વલેરી કલેક્શનનું ઉદ્ઘાટન કર્યું, તેણે ડિફોલ્ટ કર્યું. રાણાએ પ્રિયંકા ગાંધીની પેઇન્ટિંગ ખરીદી.  આ પણ વાંચો, Yes Bankના ગ્રાહકો માટે આવ્યા રાહતના સમાચાર! હવે ATMથી રૂપિયા ઉપાડી શકાશે

  સુરજેવાલાએ પ્રિયંકાનો કર્યો બચાવ

  કૉંગ્રેસ પ્રવક્તાર રણદીપ સિંહ સુરજેવાલાએ પણ પ્રિયંકા ગાંધીનો બચાવ કરતાં સવાલ કર્યો કે હાલમાં યસ બેંક સંકટ સાથે પેઇન્ટિંગના વેચાણને કેવી રીતે જોડી શકાય.  સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે, રાજીવજીની એક પેઇન્ટિંગને દસ વર્ષ પહેલા પ્રિયંકા ગાંધીએ રાણા કપૂરને વેચી અને ટેક્સ રિટર્નમાં ખુલાસો કર્યો છે. આ મોદી સરકારના 5 વર્ષમાં 2 લાખ કરોડની લોન સાથે કેવી રીતે જોડાયેલું છે? રાણા કપૂરની બીજેપી નેતાઓ સાથેની નિકટતા જગજાહેર છે.

  રાણા કપૂર EDની કસ્ટડીમાં, કેસ દાખલ

  ઉલ્લેખનીય છે કે, રાણા કપૂરની મુશ્કેલી હવે વધતી જઈ રહી છે. ઈડી બાદ હવે સીબીઆઈએ તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. રાણા કપૂર હાલમાં ઈડીની કસ્ટડીમાં છે.

  આ પણ વાંચો, કોર્ટે રાણા કપૂરને 11 માર્ચ સુધી EDની રિમાન્ડમાં મોકલ્યા
  Published by:user_1
  First published: