Home /News /gujarat /

ACB Trap: લો બોલો, કોમ્પ્યુટર ઓપરેટર 10 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

ACB Trap: લો બોલો, કોમ્પ્યુટર ઓપરેટર 10 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

એસીબીએ ડિકોય ટ્રેપનું આયોજન કર્યું હતું.

Anti Corruption Bureau - એસીબી દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અમદાવાદ : સરકારી વિભાગોમાંથી (Government departments)ભ્રષ્ટાચારનું (Corruption)પ્રમાણ ઓછું થાય તે માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (Anti Corruption Bureau) દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ હજી પણ લોકો સુધારતા નથી. નીચલા સ્તર પર ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું કરવા માટે એસીબી (ACB Trap)દ્વારા છેલ્લા બે વર્ષથી ડીકોય ટ્રેપ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેના ભાગ રૂપે આજે એસીબીએ (ACB)નર્મદા જિલ્લાની નાંદોદ તાલુકા પંચાયતની કચેરી ખાતે ડી.આર.ડી.એ શાખામાં કરાર આધારીત કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટર પ્રવીણકુમાર તલારને રૂપિયા 10ની લાંચ લેતા ઝડપી લીધા છે.

આરોપી બીપીએલ કાર્ડ ધરાવતા કાર્ડ ધારકોને બીપીએલ દાખલો કાઢી આપવાના અવેજ પેટે રૂપિયા 10 થી 100 સુધી લાંચની રકમની માંગણી કરતો હતો. જેના આધારે એસીબીએ ડિકોય ટ્રેપનું આયોજન કર્યું હતું.

આ પણ વાંચો - અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો, આરોપીએ કોલેજીયન યુવતીને આવી રીતે ફસાવી

એ.સી.બી. નર્મદા - રાજપીપલાને આધારભૂત માહિતી મળેલ કે નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકા પંચાયત કચેરીમાં બી.પી.એલ કાર્ડ ધરાવતા માણસોને બી.પી.એલ દાખલો વિના મુલ્યે આપવાનો હોય છે પરંતુ આ દાખલો કાઢી આપવાના અવેજ પેટે રૂપિયા 10 થી 100 સુધીની લાંચની રકમ લેવામાં આવે છે અને જો લાંચની રકમ ના આપે તો માણસોને ધક્કા ખવડાવવામાં આવે છે.

જે હકીકતની ખરાઈ કરવા અને જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા તાલુકા પંચાયતની કચેરી નાંદોદ-રાજપીપલા ખાતે એસીબી દ્વારા લાંચના ડીકોઈ છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડી.આર.ડી.એ. શાખા કરાર આધારીત કોમ્પ્યુટર ઓપરેટર આરોપી પ્રવિણકુમાર તલાર રૂપિયા 10ની લાંચ લેતા એસીબીના રંગેહાથ ઝડપાઇ ગયા છે. હાલમાં એસીબી દ્વારા આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Gujarat Election : 182 વિધાનસભા બેઠકો જીતવા શું છે સી આર પાટીલનો પ્લાન

સુરત : 10 હજારની લાંચ લેતા મહિલા PSI ઝડપાયા હતા

થોડા દિવસો પહેલા વલસાડ અને ડાંગના એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ સુરત મહિલા પોલીસ સ્ટેશનના (Surat Womens Police Station)મહિલા પીએસઆઇ (PSI)અને તેના મળતિયા વકીલને રૂપિયા દસ હજારની લાંચ (Bribe)લેતા ઝડપી પાડ્યા હતા. સુરતના મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવા આવેલી મહિલા પાસેથી મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ કમળાબેન રણજીતભાઇ ગામીત અને એડવોકેટ પંકજ રમેશ માકોડેએ ગુનો દાખલ કરવા માટે રૂપિયા દસ હજારની લાંચ માંગી હતી. મહિલા લાંચ આપવા માંગતી ન હોવાથી તેમણે એસીબીમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જેથી વલસાડના એસીબી પીઆઇ ડી એમ વસાવા અને કે.આર. સક્સેના સહિતના એસીબીના સ્ટાફે સુરત મહિલા પોલીસ સ્ટેશનની બહાર છટકુ ગોઠવ્યું હતું. તેમજ ફરિયાદી મહિલા પાસેથી એડવોકેટ પંકજ રમેશ માકોડે રૂપિયા 10 હજારની લાંચ સ્વિકારી હતી.
Published by:Ashish Goyal
First published:

Tags: એન્ટી કરપ્શન બ્યૂરો, એસીબી ટ્રેપ

આગામી સમાચાર