Home /News /gujarat /Power Corridor: સિનિયર IAS અધિકારી દ્વારા થતા મેન્ટલ હેરેસમેન્ટની ફરિયાદ CMO સુધી પહોંચી

Power Corridor: સિનિયર IAS અધિકારી દ્વારા થતા મેન્ટલ હેરેસમેન્ટની ફરિયાદ CMO સુધી પહોંચી

આ મહિલાની ફરિયાદ છે કે તેમનાં ઉચ્ચ આઇએએસ અધિકારી તેમને વારંવાર ઉતારી પાડે છે.

Gandhinagar News: જાતીય સતામણી સીધી હોય છે જ્યારે રોજેરોજની માનસિક સતામણી એ પ્રોફેશનનાં દાયરામા રહીને કરાય છે અને આ સતામણી આડકતરી હોય છે. આવી જ એક સતામણીનો ભોગ સચિવાલયનાં ગેસ કેડરના એક મહિલા અધિકારી બન્યા છે.

ગાંધીનગર: જ્યારે કોઇ પુરુષ અધિકારી કોઇ મહિલા અધિકારીને ખૂબ જ પસંદ કરે છે અને તેને યેનકેન પ્રકારે પોતાને તાબે કરવા પ્રયત્ન કરે છે ત્યારે એ જાતીય સતામણીનાં પ્રયાસ કરે છે. પરંતુ જ્યારે કોઇ પુરુષ અધિકારી તેની સાથેના મહિલા કર્મચારી અથવા અધિકારીને કોઇ કારણોસર પસંદ કરતા નથી ત્યારે એ અન્ય રસ્તો અપનાવે છે અને તેના મોરલ પર વિપરીત અસર થાય તેવા પ્રયાસ કરેછે. જેને મેન્ટલ હેરેસમેન્ટ કહેવાય છે.

જાતીય સતામણી સીધી હોય છે જ્યારે રોજેરોજની માનસિક સતામણી એ પ્રોફેશનનાં દાયરામા રહીને કરાય છે અને આ સતામણી આડકતરી હોય છે. આવી જ એક સતામણીનો ભોગ સચિવાલયનાં ગેસ કેડરના એક મહિલા અધિકારી બન્યા છે. અને આ જ મામલે ગેસ કેડરના આ મહિલા અધિકારી રડતા-રડતા સીએમઓ સુધી પહોંચ્યા છે.

સચિવાલયમાં એક સેક્રેટરીના પીએસ તરીકે નિમાયા બાદ આ અધિકારી ડીપ્રેશનમાં સરકી ગયા છે. આ મહિલાની ફરિયાદ છે કે તેમનાં ઉચ્ચ આઇએએસ અધિકારી તેમને વારંવાર ઉતારી પાડે છે. એટલું જ નહી. ઓફિસમાં તેમના સહ કર્મચારીઓ આગળ આ મહિલા અધિકારી સાવ બેદરકાર, આવડત વગરના અને તુચ્છ હોય તે પ્રકારે તેમની સાથે વર્તન થતાં ધીરે-ધીરે આ મહિલા અધિકારી મેન્ટલ ડીપ્રેશનમાં સરકી રહ્યા છે.

આ પણ વાંચો: હવામાન વિભાગનો ઉનાળાને ચોંકાવનારો ખુલાસો

આ ડીપ્રેશન આગળ વધે એ પહેલા તેઓ એ રડતા-રડતા સીએમઓમાં રજૂઆત કરી છે. હવે જોવાનું એ છે કે સીએમઓ આ મહિલા અધિકારીની ફરિયાદને લઇને આગળ શું વલણ અખત્યાર કરેછે. તપાસ થયા બાદ જ આ ફરિયાદમાં તથ્ય કેટલું છે તે સ્પષ્ટ થાય તેમ છે.

ફટા પોસ્ટર નિકલા પાંડે

ટુરીઝમના કમિશ્નર આલોક પાંડે એ જ્યારથી પોતાની યુ ટયુબ ચેનલ શરુ કરી છે ત્યારથી તેઓ એક યા બીજા કારણસર ચર્ચામાં છે. પહેલા એ ચર્ચા હતી કે પાંડે એ યુ ટયુબ ચેનલ શરુ કરવા સરકારમાં પરમિશન લીધી છે કે નહી? ત્યારબાદ ટુરીઝમને લગતા પ્રોગ્રામ પ્રોમો ને ઇન્વિટેશનમાં પાંડેના વીડિયો ઉપસ્થિતિને જોઇને ચર્ચા હતી કે અલોક ટુરીઝમ માટે કામ કરતા મોડેલોની છુટ્ટી કરી દેશે કે શુ? જોકે આ બધાની વચ્ચે એક એવોર્ડ ફંકશનનાં વાયરલ થયેલા વિડીયો એ અલોક પ્રેમી અધિકારીઓના ભવાં ઓર ઉંચા કરી દીધા છે.

તાજેતરમાં જ યોજાયેલા એક એવોર્ડ સમારોહમાં અલોક પાંડે કશ્મીર ફાઇલ્સ ફિલ્મ માટે એકટર અનુપમ ખૈરને એવોર્ડ આપતા દેખાઇ રહ્યા છે સાથે સાથે ગુજરાત ટુરીઝમનું પ્રમોશન કરતા પણ જણાઇ રહ્યા છે. ત્યારે ચર્ચા ચાલી છે કે યુ ટયુબ હેરીટેજ ડોક્યુમેન્ટરીઝમાં એન્કર તરીકે દેખાતા પાન્ડે હવે ફિલ્મોમા ય દેખા દેશે કે શુ?

આ પણ વાંચો: હોળી-ધુળેટીમાં રહેજો સાવધાન, કોરોનાએ ફરી માથું ઉચક્યું

જે રીતે ટુરીઝમ ડીપાર્ટમેન્ટ દેશી-વિદેશી ફિલ્મોને શુટ માટે ગુજરાતમાં લાલ જાજમ પાથરી રહ્યું છે અને જે રીતે અલોક પાન્ડે સતત યુ ટયુબ પર છવાયેલા રહે છે. એ જોતા નજીકના સમયમાં પાન્ડે કોઇ બોલિવુડ ફિલ્મમાં ગેસ્ટ રોલમાં દેખાય તોય નવાઇ નહી.જોકે કોઇ સરકારી અધિકારીનો ફિલ્મોમાં ગેસ્ટ રોલ હવે ગુજરાત માટે નવુ નહી કહી શકાય. તાજેતરમાં જ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ઓમ મંગલમ સિંગલમ ફિલ્મમા ગુજરાત ઇન્ફોર્મેશન ડીપાર્ટમેન્ટના અધિકારી હીરેન ભટ્ટ પણ ગેસ્ટ રોલમા જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેઓએ લગ્નોત્સુક દીકરીના પિતાનો રોલ કર્યો હતો.

હાટકેશ્વર બ્રીજ કાંડનો રેલો કોના સુધી પહોંચશે?

આજથી 5-6 વર્ષ પહેલા જેનો કોન્ટ્રાક્ટ અપાયો હતો એ હાટકેશ્વર બ્રિજની હલકી ગુણવત્તા મામલે હાલ સવાલો ઉઠ્યાછે અને આ મામલે ઇન્કવાયરી પણ બેઠી છે. સૂત્રોનું માનીએ તો આ સમગ્ર મામલે છેલ્લા દસ વર્ષથી કોર્પોરેશનનાં એડીશનલ સિટી એન્જિનિયર રહેલા એક અધિકારીનું નામ ઉપર આવી રહ્યું છે. આ બ્રીજ બન્યો એ પહેલાં જ ભૂમિ પૂજન સમયે જ કોર્પોરેશનના કમિશ્નર અને ડેપ્યુટી કમિશ્નર સહિત ધણો સ્ટાફ બદલાઇ ચૂક્યો હતો.

આ પણ વાંચો: માં મોગલના આ ધામમાં છે દિવ્ય શક્તિનો વાસ

કોન્ટ્રાક્ટ અપાયો તે સમયે જુદા અધિકારીઓ હતા અને બની ને તૈયાર થયો તે સમયે કવોલિટી ચેકિંગ દરમિયાન પણ ઉચ્ચ અધિકારીઓ જુદા હતા. એવા સમયે સિટી એન્જીનિયર અને તેમના કેટલાક સહયોગીઓ જ એવા હતા જે પહેલેથી છેલ્લે સુધી કન્ટીન્યુ હતા. એટલે સૂત્રોનું માનીયે તો ઇન્કવાયરી દરમિયાન એન્જીનિયરીંગ વિભાગની જવાબદારી ને બેદરકારી હોવાનુ બહાર આવાની સંભાવના છે. આમ પણ ગુણવત્તા મામલે પ્રાથમિક જવાબદારી સિટી એન્જીનિયર ની બનતી હોય છે.

નિવૃત્ત આઇપીએસની દાદાગીરી

સુરત અને બરોડાના કમિશ્નર રહી ચૂકેલા ગુજરાતના એડીશનલ ડીજી કક્ષાના નિવૃત્ત આઇપીએસ અધિકારી નિવૃત્તિ બાદ ગાંધીનગરનાં સેકટર-7 માં રહે છે. તેમના ઘરની આજુબાજુ ત્રણ નિવૃત અને એક વર્તમાન ડીજી રેન્કના ઉચ્ચ અધિકારીનો બંગલો આવેલો છે. નિવૃત્ત આઇપીએસનો બંગલો કોર્નરમાં આવેલો છે અને તેમની આગળ જાહેર રસ્તો આવેલો છે. અગાઉ આ અધિકારી તેમની ખાનગી કાર રસ્તા પર એ રીતે પાર્ક કરતા હતા કે તેના કારણે બીજા કોઇ વાહનો ત્યાંથી પસાર થઇ શકે નહી - કે કોઇને ચાલીને જવું હોય તો પણ આ રસ્તા પરથી જઇ આવી શકે નહી. પરંતુ હવે એથી પણ આગળ વધીને આ નિવૃત્ત અધિકારીએ જાહેર રસ્તા પર જ ફેન્સિંગ કરી દીધુ છે.

નિવૃત્ત આઇપીએસ અધિકારીની બાજુમાં ડીજી રેન્કના અન્ય એક આઇપીએસનો બંગલો આવેલો છે પણ તેઓ આ બંગલામા રહેતા નથી. આ બંગલો તેમણે અન્યને ભાડે આપેલો છે. પોતાના બંગલા પાસેથી પસાર થતો જાહેર રસ્તો ફેન્સિંગ દ્વારા બ્લોક કરી દેવાના કારણે સ્થાનિક લોકો પણ રોષે ભરાયેલા છે. પરંતુ નિવૃત આઇપીએસ અધિકારી હોવાથી તેમની સામે કોઇ બાથ ભીડવા માટે તૈયાર નથી.
Published by:Rakesh Parmar
First published:

Tags: Gandhinagar News, Gujarat Government, IAS officer