સોનિયા-પ્રિયંકા અને ઓવૈસી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, CAA પર ભડકાઉ ભાષણનો આરોપ

સોનિયા-પ્રિયંકા અને ઓવૈસી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, CAA પર ભડકાઉ ભાષણનો આરોપ
સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, ઓવૈસી અને રવીશ કુમાર વિરુદ્ધ ફરિયાદ

ફરીયાદમાં કહ્યું છે કે, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, ઓવૈસી અને રવીશ કુમારે નાગરીકતા કાયદાને લઈ લોકો વચ્ચે ભડકામણી વાતો ફેલાવી છે

 • Share this:
  નાગરિકતા સંશોધન કાયદાને લઈ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ત્રણે પર સંશોધીત નાગરીકતા કાયદાને લઈ કથિત રીતે ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે. CJM કોર્ટે ફરિયાદ સ્વીકારી લીધી છે, અને સુનાવણી માટે 24 જાન્યુઆરી 2020ની તારીખ નક્કી કરવામાં આવી છે.

  ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, ઉત્તર પ્રદેશના અલીગઢમાં ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં પ્રદીપ ગુપ્તા નામના વકીલે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને ઓવૈસા વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં આ ત્રણે સિવાય જાણીતા જર્નાલિસ્ટ રવીશ કુમારનું નામ પણ સામેલ છે.  પ્રદીપ ગુપ્તાએ પોતાની ફરીયાદમાં કહ્યું છે કે, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, ઓવૈસી અને રવીશ કુમારે નાગરીકતા કાયદાને લઈ લોકો વચ્ચે ભડકામણી વાતો ફેલાવી છે અને સાંપ્રદાયિકતા સૌહાર્દને નુકશાન પહોંચાડ્યું છે.

  તમને જણાવી દઈએ કે, સોમવારે સંશોધિત નાગરીકતા કાયદા વિરુદ્ધ વિરોધ વધારે વધી ગયો. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ રાજઘાટ સ્થિત મહાત્મા ગાંધીના સ્મારક પર જ્યાં એકતા માટે સત્યાગ્રહ કર્યો, તો આ બાજુ સહયોગી દ્રમુકે ચેન્નાઈમાં મોટી રેલી આયોજિત કરી.

  શું છે નાગરીકતા કાયદો - તમને જણાવી દઈએ કે, નાગરીકતા સંશોધન કાયદા હેઠળ ત્રણ પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાં પીડિત થઈ હિન્દુ, શિખ, ઈસાઈ, પારસી, જૈન અને બુદ્ધ ધર્માવલંબીઓને ભારતની નાગરીકતા આપવામાં આવશે.

  CAAને લઈ થઈ રહ્યા છે પ્રદર્શન?
  નાગરીકતા સંશોધન કાયદાને લઈ બે પ્રકારના પ્રદર્શન થઈ રહ્યા છે. પહેલુ પ્રદર્શન નોર્થ ઈસ્ટમાં થઈ રહ્યું છે, જે એ વાતને લઈ કે આ એક્ટ લાગુ કરવાથી અહીં બહારના લોકો આવીને વસશે, જેના કારણે તેમની સંસ્કૃતિ ખતરામાં છે. જ્યારે નોર્થ ઈસ્ટને છોડી ભારતના મોટા ભાગના વિસ્તારમાં એ વાતને લઈ પ્રદર્શન થઈ રહ્યા છે કે આ કાયદો ગેર-સંવિધાનિક છે. પ્રદર્શનકારીઓ વચ્ચે અફવાહ ફેલી છે કે, આ કાયદાથી તેમની ભારતીય નાગરીકતા છિનવાઈ શકે છે, ખાસ કરીને આ કાયદાને લઈ મુસ્લિમ નાગરીકો સાથે ભેદભાવ કરનારો બતાવવામાં આવી રહ્યો છે.
  First published:December 24, 2019, 16:42 pm

  ટૉપ ન્યૂઝ