ઝાયરા વસીમ અને ઇસ્લામ પર ટિપ્પણી કરવા મામલે પાયલ રોહતગી સામે ફરિયાદ

News18 Gujarati
Updated: October 11, 2019, 12:10 PM IST
ઝાયરા વસીમ અને ઇસ્લામ પર ટિપ્પણી કરવા મામલે પાયલ રોહતગી સામે ફરિયાદ
ઝાયરા વસીમ પર પાયલની પોસ્ટ

  • Share this:
ગુરુવારે, બોલીવૂડની અભિનેત્રી પાયલ રોહતગી સામે અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ગુનાહિત ફરિયાદ રજૂ કરાઇ. જેમાં કહેવામાં આવ્યું છે કે જુલાઇ 8 ના રોજ પાયલે ઝાયરા વસીમ પર તેના અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ટિપ્પણી લખી હતી. વકીલ અલી કાશીફ ખાને દાખલ કરેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે અભિનેત્રી પાયલે આ ટિપ્પણી કરીને વિભન્ન સમૂહો વચ્ચે દ્વૈષભાવ ફેલાવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ઇસ્લામ વિરુદ્ધ અપમાનજનક વાત લખીને લધુમતી વર્ગની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. ઇસ્લામ ધર્મ અને તેની ભાવનાઓને ઠેસ આપવા સાથે પાયલે દેશની શાંતિને તોડવાનો પણ પ્રયાસ કર્યો છે.ઉલ્લેખનીય છે કે ઝાયરા વસીમે બોલીવૂડ છોડવા માટે મન બનાવી લીધું હતું. અને પોતાની છેલ્લી પોસ્ટમાં તેણે લખ્યું હતું કે તેનો ધર્મ તેને આ કામ કરવાની પરવાનગી નથી આપતો. આમ કહી ઝાયરાએ બોલિવૂડ અને રૂપેરી પડદાથી પોતાના સંબંધો તોડી નાંખ્યા હતા. ત્યારે આ મામલે પાયલે ટિપ્પણી કરતા કહ્યું કે "કાં તો ઝાયરાનું બ્રેનવૉસ કરવામાં આવ્યું છે કે પછી તેનો તેના પર કોઇ રીતનું દબાણ છે, જે પણ હોય પણ લિંગ અસમાનતા શું ઇસ્લામમાં છે? કે પછી સલમાન ખાન, આમીર ખાન અન્ય મુસ્લિમ સુપરસ્ટાર અલ્લાહની એટલા પાસે નથી? સનાતમ ધર્મ આવું કંઇક નથી કહેતો, અમે આવા નથી."

ઉલ્લેખનીય છે કે આ મામલે અલી ખાને 6 પાનાનો પત્ર મુંબઇની ઓસિવારા પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો. પણ આ મામલે કેસ ફાઇલ ન થતા તે કોર્ટે ગયા હતા. અલી ખાને પાયલ વિરુદ્ધ સેક્શન 153A, 295A અને IPCની 298 અને IT એક્ટની 66A હેઠળ ફરિયાદ નોંધાવી છે. જો કે પાયલના વકીલે આ મામલે ટિપ્પણી કરતા કહ્યું છે કે મારા અસીલ વિરુદ્ધ જે ફરિયાદ નોંધવામાં આવી છે તે સંપૂર્ણ પણે ખોટી છે. અમને કોર્ટ પર વિશ્વાસ છે. અને આ એક પ્બલિસિટી સ્ટંટથી વિશેષ કંઇ નથી.
First published: October 11, 2019
વધુ વાંચો
अगली ख़बर