Home /News /gujarat /

Gujarat Weather: 'થથરે ગુજરાત', રાજ્ય આખુ ઠંડુગાર, 9 શહેરમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું

Gujarat Weather: 'થથરે ગુજરાત', રાજ્ય આખુ ઠંડુગાર, 9 શહેરમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું

ગુજરાતનાં 9 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયુ

Cold Wave in Gujarat: ગત રાત્રીએ અમદાવાદમાં લઘુત્તમ તાપમન 9.7 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સૌથી વધુ ઠંડક નલિયામાં હતી. ત્યાંનું તાપમાન 4.6 ડિગ્રી નોંધાયુ હતું.

  અમદાવાદ: હાલમાં જે પ્રમાણે કાતિલ ઠંડી ગુજરાતવાસીઓ સહન કરી રહ્યાં છે. તેમાં આગામી બે દિવસ વધારો થવાનો છે. તેવી હવામાન વિભાગની આગાહી છે. આગામી બે દિવસ કોલ્ડવેવ યથાવત રહેશે. આ સાથે જ જો ગત રાત્રિનાં તાપમાનની વાત કરીએ તો ગુજરાત રાજ્યનાં 9 શહરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે.

  ગત રાત્રિએ નલિયામાં 4.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. નલિયામાં જાન્યુઆરી માસમાં સરેરાશ લઘુતમ તાપમાન પાંચ ડિગ્રીથી નીચે નોંધાયું હોય તેવું સતત ત્રીજા વર્ષે બન્યું છે. અગાઉ ગત વર્ષે 26 જાન્યુઆરીએ 2ય8 ડિગ્રીએ લઘુતમ તાપમાનનો પારો નોંધાયો હતો. નલિયા ઉપરાંત ગાંધીનગર, ડીસા, પાટણ, રાજકોટ, વડોદરા, અમદાવાદ, અમરેલી અને જુનાગઢમાં પણ સરેરાશ લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું.

  આ પણ વાંચો-સાચવજો! ગુજરાતમાં આજે અને વાસી ઉત્તરાયણના દિવસે પવનની સાથે છે Cold wave ની આગાહી

  અમદાવાદમાં 9.7 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી ત્રણ દિવસ અમદાવાદમાં 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાય તેની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જારી આગાહી અનુસાર આગામી બે દિવસ બનાસકાંઠા-સાબરકાંઠા-અમદાવાદ-ગાંધીનગર-પાટણ-મહેસાણા-અમરેલી-ભાવનગર-જુનાગઢ-સુરેન્દ્રનગર-કચ્છ અને વડોદરામાં કોલ્ડવેવ યથાવત્ રહેશે. જોકે, બે દિવસ બાદ લઘુતમ તાપમાન 2-4 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે.

  આ પણ વાંચો-Makar Sankranti 2022: જાણો મકરસંક્રાંતિની ઉજવણી માટે શુભ મુહૂર્ત, મંત્ર અને પૂજા વિધિ

  ગુજરાતમાં ક્યાં વધારે ઠંડી?

  શહેર ઠંડી

  નલિયા 4.6
  ગાંધીનગર 6.7
  ડીસા 8.4
  પાટણ 8.4
  રાજકોટ 8.5
  વડોદરા 9.6
  અમદાવાદ 9.7
  અમરેલી 9.8
  જુનાગઢ 9.8
  ભાવનગર 10.2
  ભૂજ 10.2
  કંડલા 10.9
  પોરબંદર 12.0
  સુરત 12.6
  દ્વારકા 13.1
  Published by:Margi Pandya
  First published:

  Tags: Cold Wave, Gujarat Weather, Weather forecast

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन