Home /News /gujarat /Cochlear Implant: બાળક જન્મજાત બોલવા/સાંભળવામાં અક્ષમ હોય તો ગભરાશો નહીં, આ ખામી થઇ શકે છે દૂર, જાણો કેવી રીતે

Cochlear Implant: બાળક જન્મજાત બોલવા/સાંભળવામાં અક્ષમ હોય તો ગભરાશો નહીં, આ ખામી થઇ શકે છે દૂર, જાણો કેવી રીતે

કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરીથી બાળક સાંભળી અને બોલી શકશે.

Cochlear Implant Surgery: આજે અમે તમને આ પ્રકારની ખામી સામે કઈ રીતે લડી શકાય તેના વિશેની માહિતી આપીશું આ સારવાર માટે ભારત સરકાર કરી રહી છે સંપૂર્ણ સહાય

Cochlear Implant surgery: બાળકો જન્મતાની સાથે જ ઘણી વખત બોલવામાં અને સાંભળવામાં સક્ષમ હોતા નથી. તો શું આવા બાળકોનો ઈલાજ શક્ય છે ? શું તેઓ બીજાની જેમ બોલી-સાંભળી શકશે ? આજે અમે તમને આ પ્રકારની ખામી સામે કઈ રીતે લડી શકાય તેના વિશેની માહિતી આપીશું.

કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી શું છે


રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડો. સેજલબેન મિસ્ત્રી જણાવે છે કે, જે બાળક નાનપણથીજ બોલવા અને સાંભળવામાં સક્ષમ નથી તેઓ માટે આ સારવાર આશીર્વાદ સમાન છે. આ સારવાર હેઠળ બાળકના કાનની પાછળ એક સર્જરી કરવામાં આવે છે. જેમાં એક ચિપ બેસાડવામાં આવે છે. ત્યારબાદ બહારના ભાગે એક મશીન મુકવામાં આવે છે. જે લોહચુંબક સમાન હોવાથી એ ચિપ સાથે જોડાયેલું રહે છે. તેમજ ઇલેક્ટ્રોડને આંતરિક કાનમાં દાખલ કરવામાં આવે છે.

કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી

સર્જરી વિષે


આ સર્જરી કરતા અંદાજે ત્રણ કલાક જેટલો સમય લાગે છે. તેમજ સર્જરી કરતા પહેલા વિવિધ મેડિકલ રિપોર્ટ્સ જેવા કે CT સ્કેન, MRI, 2d ઇકો, લોહીના રિપોર્ટ, વગેરે કરવામાં આવે છે. જો આ દરેક રિપોર્ટ નોર્મલ હશે તો જ સર્જરી શક્ય બને છે. સર્જરી પછી અંદાજે દસ દિવસ સુધી બાળકને સારવાર હેઠળ રાખવામાં આવે છે.

સ્પીચ થેરાપી


સર્જરી પછીનો મુખ્ય ભાગ સ્પીચ થેરાપી ભજવશે. જેમાં બાળકોને સમયાંતરે નિષ્ણાંત ડોક્ટર દ્વારા સ્પીચ થેરાપી આપવામાં આવે છે. જેના અંદાજે 100 કે તેથી વધુ સેશન કરવામાં આવશે. બાળકનો સર્વાંગી વિકાસ પણ મહત્વનો ભાગ ભજવે છે. સર્જરી, સ્પીચ થેરાપી અને સર્વાંગી વિકાશને આધારે બાળક સાંભળતું અને બોલતું થઇ શકે છે.

સર્જરી કરેલા બાળકો

ઓપરેશનમાં વપરાતી ચિપ


વિશેષ પ્રકારની આ ચિપ જ છે કે જે મહત્વનો ભાગ ભજવે છે. આ ચિપ હાલમાં ઓસ્ટ્રેલિયાથી મંગાવવામાં આવી રહી છે. જેની અંદાજિત કિંમત 6 થી 7 લાખ રૂપિયા છે.

ઓપરેશનમાં વાપરવામાં આવતી ચિપ

બીમારીનો ખ્યાલ કઈ રીતે આવે


જો માતા-પિતા સાવચેત બનીને થોડું ધ્યાન આપશે તો બાળકને જન્મજાત મળેલી ખામી જલ્દીથી પકડી શકાશે. જો બાળક કોઈ પણ પ્રકારના અવાજ સામે પ્રતિયુત્તર નથી આપી રહ્યું તો તાત્કાલિક ધોરણે ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. જેથી વિવિધ રિપોર્ટ્સના આધારે બીમારી વિષે ચોક્કસ પણે જાણી શકાય છે.

બીમારી થવાના કારણો


બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે માતાને થતી અમુક બીમારી જેવી કે ઇન્ફેક્શન, આંચકી, કમળો વગેરેને લીધે બાળક આ બીમારીનો ભોગ બને છે. આ સિવાય પણ અન્ય ઘણા કારણો છે કે જેને લીધે બાળક જન્મતાની સાથે જ બોલવામાં કે સાંભળવામાં અક્ષમ હોય છે.

કોણ કરાવી શકે


જન્મથી લઈને પુખ્તવય સુધીના લોકો આ સારવાર લઇ શકે છે. પરંતુ ડોક્ટરના મત મુજબ પાંચ વર્ષ સુધીના બાળકોમાં સારા રિઝલ્ટ જોવા મળે છે.  જેટલી નાની ઉંમરમાં સારવાર કરાવવામાં આવે તેટલો ફાયદો થઇ શકે છે.


સર્જરી કરેલા બાળકનો વીડિયો જુઓ
સરકાર આપે છે સંપૂર્ણ સહાય


ભારત સરકારના "રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ" હેઠળ આ સારવાર નિઃશુલ્ક ઉપલબ્ધ છે. જે નક્કી કરેલ સરકારી દવાખાને સર્જરી કરવામાં આવી રહી છે. આ સારવારનો ખાનગી હોસ્પિટલમાં આશરે 10 લાખ જેટલો ખર્ચ આવે છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ સિવિલમાં 2016 થી લઈને આજ સુધીમાં કુલ 139 જેટલા ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવેલા છે.
Published by:Darshit Gangadia
First published:

Tags: Child born, Child care, Children Health, Implants types, Successful surgery, Surgery

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन