Home /News /gujarat /

Coast Guard Recruitment 2022: કોસ્ટ ગાર્ડમાં નિકળી બમ્પર ભરતી, ઓફિસર બનવાની તક

Coast Guard Recruitment 2022: કોસ્ટ ગાર્ડમાં નિકળી બમ્પર ભરતી, ઓફિસર બનવાની તક

coast Guard Recruitment 2022 : કોસ્ટગાર્ડમાં ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરી શકાશે અરજી

. ભારતીય કોસ્ટ ગાર્ડે આસિસ્ટન્ટ કમાન્ડન્ટની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યુ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જે આ જગ્યાઓ (Indian Coast Guard AC Recruitment 2022) માટે અરજી કરવા માંગે છે, તેવા ઉમેદવારો ભારતીય કોસ્ટ ગાર્ડની વેબસાઇટ joinindiancoastguard.cdac.in પર જઈને અરજી કરી શકે છે

વધુ જુઓ ...
    Coast Guard Recruitment 2022:  ભારતીય કોસ્ટ ગાર્ડમાં સરકારી નોકરી કરવાનું વિચારી રહેલા યુવાનો માટે આ ગોલ્ડન તક છે. ભારતીય કોસ્ટ ગાર્ડે આસિસ્ટન્ટ કમાન્ડન્ટની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યુ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જે આ જગ્યાઓ (Indian Coast Guard AC Recruitment 2022) માટે અરજી કરવા માંગે છે, તેવા ઉમેદવારો ભારતીય કોસ્ટ ગાર્ડની વેબસાઇટ joinindiancoastguard.cdac.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ (Indian Coast Guard AC Recruitment 2022) માટેની અરજી પ્રક્રિયા 16 ફેબ્રુઆરીથી શરૂ થશે.

    ઉમેદવારો આ પોસ્ટ્સ (Indian Coast Guard AC Recruitment 2022) માટે https://joinindiancoastguard.cdac.in/ પર ક્લિક કરીને સીધી અરજી પણ કરી શકે છે. ઉપરાંત આ લિંક દ્વારા (Indian Coast Guard AC Recruitment 2022) નોટીફિકેશન પણ જોઈ શકો છો. આ ભરતી (Indian Coast Guard AC Recruitment 2022) પ્રક્રિયા હેઠળ ગ્રુપ Aની જગ્યાઓ ભરવામાં આવશે.

    Coast Guard Recruitment 2022:  ભારતીય કોસ્ટ ગાર્ડ એસી ભરતી 2022 માટેની મહત્વની તારીખો

    અરજી કરવાની શરૂઆતની તારીખ: 16 ફેબ્રુઆરી, 2022

    અરજી કરવાની છેલ્લી તારીખ: 26 ફેબ્રુઆરી, 2022

    આ પોસ્ટ માટે ખાલી જગ્યાની વિગતો

    આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (ગ્રુપ એ ગેઝેટેડ ઓફિસર)

    લાયકાત

    Coast Guard Recruitment 2022:  જનરલ ડ્યુટી GD/પાયલોટ/નેવિગેટર/મહિલા SSA - ઉમેદવારો ઓછામાં ઓછા 60% સાથે સ્નાતક હોવા જોઈએ. 10+2 સ્તરની પરીક્ષા અથવા તેની સમકક્ષ એક વિષયનાં રુપમાં ગણિત, ભૌતિકશાસ્ત્ર હોવું જરુરી છે. કોમર્શિયલ પાયલોટ CPL SSA - ઉમેદવાર ભૌતિકશાસ્ત્ર અને ગણિત વિષયો સાથે 12મું અથવા સમકક્ષ હોવું જોઈએ અને દરેક વિષયમાં ઓછામાં ઓછા 55% ગુણ હોવા જોઈએ. મહાનિર્દેશક નાગરિક ઉડ્ડયન દ્વારા જારી કરાયેલ/માન્ય વર્તમાન કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ પણ હોવું જોઈએ.]

    આ પણ વાંચો :  BHEL Recruitment 2022: BHELમાં 75 જગ્યા માટે ભરતી, 37,500 સુધી મળશે પગાર

    Coast Guard Recruitment 2022:  ટેકનિકલ મિકેનિકલ - નેવલ આર્કિટેક્ચર અથવા મિકેનિકલ અથવા મરીન અથવા ઓટોમોટિવ અથવા ઔદ્યોગિક અને અથવા પ્રોડક્શન અથવા મેટલર્જી અથવા એરોનોટિકલ અથવા એયરોસ્પેસમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ ડિગ્રીમાં ઓછામાં ઓછા 60% કુલ ગુણ હોવા જોઇએ.

    Coast Guard Recruitment 2022:  ટેકનિકલ ઈલેક્ટ્રીકલ/ઈલેક્ટ્રોનિક્સ –ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે ઉમેદવારે ઇલેક્ટ્રિકલ અથવા ઈલેક્ટ્રોનિક્સ અથવા ટેલિકોમ્યુનિકેશન અથવા ઈન્સ્ટ્રુમેન્ટેશન અથવા ઈન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ અથવા ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન અથવા પાવર એન્જિનિયરિંગ અથવા પાવર ઈલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગ ડિગ્રી હોવી જોઈએ. લૉ એન્ટ્રી- કોઇ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કાયદામાં ડિગ્રી હોવી જોઇએ.































    પોસ્ટગ્રુપ A ગેઝેટેડ ઓફિસર
    શૈક્ષણિક લાયકાતતમામ પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાસ્પર્ધાત્મક પરીક્ષાના આધારે
    અરજી ફી250 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ26-2-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    Coast Guard Recruitment 2022:  ભારતીય કોસ્ટ ગાર્ડ એસી ભરતી 2022 માટે વય મર્યાદા

    જનરલ ડ્યુટી GD/પાયલોટ/નેવિગેટર/મહિલા SSA - 01/07/1998થી 30/06/2002

    કોમર્શિયલ પાયલોટ CPL SSA - 01/07/1998થી 30/06/2004

    આ પણ વાંચો :  RSMSSB Recruitment 2022: RSMSSBની 10,157 જગ્યા પર ભરતી, અહીંથી કરો અરજી

    ટેકનિકલ મિકેનિકલ - 01/07/1998થી 30/06/2002

    ટેકનિકલ ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રોનિક્સ – 01/07/1998થી 30/06/2002

    લૉ એન્ટ્રી - 01/07/1993થી 30/06/2002
    Published by:Jay Mishra
    First published:

    Tags: Career and Jobs, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર